આગામી બે વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિનો અંદાજ ૬.૭ ટકા રહેશે: વર્લ્ડ બેન્ક
યુનાઇટેડ નેશન્સ, વિશ્વની બે સૌથી મોટી આર્થિક સંસ્થા વર્લ્ડ બેન્ક અને ભારતીય નાણાકીય ફંડ (આઇએમએફ)એ ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ જાહેર કર્યાે છે. વર્લ્ડ બેન્કના જણાવ્યા અનુસાર ભારતીય અર્થતંત્રની આર્થિક વૃદ્ધિ આગામી બે નાણાકીય વર્ષમાં ૬.૭ ટકા રહેવાનો અંદાજ છે.
વર્લ્ડ બેન્કનો અંદાજ ચાલુ નાણાકીય વર્ષ કરતાં થોડો વધુ છે અને અગ્રણી અર્થતંત્રોમાં મોખરે છે. અન્ય વૈશ્વિક સંસ્થા આઇએમએફે શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતની ઔદ્યોગિક પ્રવૃત્તિ અને આર્થિક વૃદ્ધિમાં ઘટાડો અંદાજ કરતાં વધુ છે અને ૨૦૨૬ સુધી તે ૬.૫ ટકા રહે તેવી સંભાવના છે.
વર્લ્ડ બેન્કના ગુરુવારે જારી કરાયેલા ‘ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ’માં ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્ર ૬.૫ ટકાના દરે વધવાનો અંદાજ વ્યક્ત કરાયો છે, જે અગાઉના વર્ષના ૮.૨ ટકાની તુલનામાં ઘટાડો દર્શાવે છે. જોકે, સર્વિસિસ ક્ષેત્રમાં વૃદ્ધિ જારી રહેશે.
જ્યારે સરકારના પગલાંને કારણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની પ્રવૃત્તિ પણ સારી રહેવાનો અંદાજ છે.વર્લ્ડ બેન્કે આગામી બે નાણાકીય વર્ષ માટે ભારતની આર્થિક વૃદ્ધિ ૬.૭ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યાે છે. ૨૦૨૩થી વૈશ્વિક જીડીપીનો વૃદ્ધિદર ૨.૭ ટકા છે ત્યારે ભારત અગ્રણી અર્થતંત્રોમાં સૌથી વધુ ઝડપે વધી રહેલો દેશ છે. ચીન ચાલુ કેલેન્ડર વર્ષમાં ૪.૫ ટકાની વૃદ્ધિના અંદાજ સાથે બીજા ક્રમે છે.
આગામી વર્ષે તેની જીડીપી વૃદ્ધિ ઘટીને ૪ ટકા થવાની શક્યતા છે. વર્લ્ડ બેન્કના અંદાજ પ્રમાણે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર અમેરિકા ગયા વર્ષે ૨.૮ ટકાના દરે વધ્યું હોવાનો અંદાજ છે.
ચાલુ વર્ષે તેનો વૃદ્ધિદર ૨.૩ ટકા અને આગામી વર્ષે ૨ ટકા રહેશે. વર્લ્ડ બેન્કમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વગર વૈશ્વિક અર્થતંત્રમાં ટેરિફ વૃદ્ધિની આશંકાનું જોખમ વ્યક્ત કરાયું છે.આઇએમએફએ જણાવ્યું હતું કે, ભારતની ઔદ્યોગિક પ્રવૃત્તિ અને આર્થિક વૃદ્ધિમાં ઘટાડો અંદાજ કરતાં વધુ છે અને ૨૦૨૬ સુધી તે ૬.૫ ટકા રહેવાનો અંદાજ છે.
‘વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક’માં જણાવ્યા અનુસાર ૨૦૨૩માં ભારતની આર્થિક વૃદ્ધિ ૮.૨ ટકા હતી, જે ૨૦૨૪માં ઘટીને ૬.૫ ટકા થઈ હતી. ૨૦૨૫ અને ૨૦૨૬માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ ૩.૩ ટકા રહેવાનો અંદાજ છે. તે અગાઉની ૩.૭ ટકાની સરેરાશ વૃદ્ધિ કરતાં ઓછી છે. આઇએમએફે ૨૦૨૫ અને ૨૦૨૬માં ભારતની જીડીપી વૃદ્ધિ ૬.૫ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યાે છે.SS1MS