જગન્નાથપુરી ર૪ કલાક ‘પીવા યોગ્ય નળનું પાણી’ આપનાર ભારતનું પ્રથમ શહેર બન્યુ
(એજન્સી) પુરી, ઓરિસ્સાનું જગન્નાથપુરી દેશનું એવું પ્રથમ શહેર બની ગયુ છે. જ્યાં દરેક ઘરમાં ર૪ કલાક પીવાનું શુધ્ધ પાણી ઉપલબ્ધ રહ્યુ છે. સાથે જ શહેરમાં આવનારા દરેક પર્યટક માટે પણ મફત પાણીની વ્યવસ્થા કરાઈ છે.પુરીની અઢી લાખની વસ્તીમાં ૩ર હજારથી વધુ નળ કનેકશન છે. વાર્ષિક ર કરોડ યાત્રી અહીં પહોંચે છે. India‘s first city Puri Jagannath Dharm now get direct Drink From Tap water under sujal.
શહેરમાં ઠેર ઠેર પીવાના પાણીના ફાઉન્ટેન લગાડવામાં આવ્યા છે. જેથી કોઈ પણ યાત્રીએ પાણીની બોટલ ખરીદવી ન પડે. અને લઈને ચાલવુ ન પડે. તેમાંથી પુરીમાં વાર્ષિક ૩ કરોડ પ્લાસ્ટીક બોટલનો ઉપયોગ ઘટશે. એટલે કે ૪૦૦ મેટ્રીક ટન કચરો ઓછો થશે.
ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યુ હતુ કે પુરી તેની નવી સિધ્ધી સાથે હવે ન્યુયોર્ક, લંડન, સિગાપુર, તથા ટોકીયો જેવા શહેરોની લીગમાં સામેલ થઈ ગયુ છે. તેમણે જણાવ્યુ હુ કે માર્ચ ર૦રર સુધી કટક, રૂરકેલા, ખુર્દા, જટની, બરહામપુર સહિત ૧પ અન્ય શહેરોમાં પણ ૪૦ લાખની વસ્તીને આ સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
સરકાર મુજબ નળથી પીવાનુૃ પાણી) મિશન પર ૧૩૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે. સરકારે ઓક્ટોબર ર૦ર૦માં ભુવનેશ્વર તથા પુરીના અમુક વિસ્તારોમાં પાઈલોટ પ્રોજેક્ટ તરીકે દરેક ઘરને ઉચ્ચ ગુણવત્તાવાળું પાણી ઉપલબ્ધ કરાવવાનુ મિશન શરૂ કર્યુ હતુ.
શરૂઆતની સફળતા બાદ તેને સંપૂર્ણ પુરીમાં લાગુ કર્યુ છે. સરકારે આ મિશનમાં મહિલાઓના એજીઓને ભાગીદાર બનાવી હતી. પુરીમાં દરરોજની પાણીની માંગ ૩૮ એમએલડી છે પણ અહીં ૪ર એમએલડીની ક્ષમતાવાળી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવાયો છે. એક કોલ સેન્ટર (૧,પપ,૩પ૯) પણ સ્થાપિત કરાયુ છે. જે ફક્ત પાણીની ગુણવત્તા તથા તેના પ્રેશરમાં ઘટાડાની ફરીયાદનો નિકાલ લાવશે.
ફરીયાદ મળતા જ મોબાઈલ વૉટર ટેસ્ટીંગ લેબોરેટરી ઘટનાસ્થળે જઈ પાણીનું ટેસ્ટીંગ કરશે. પાણીને ૩૦ માપદંડ પર તપાસની વ્યવસ્થા કરાઈ છે. શહેરના મુંખ્ય ચાર રસ્તાઓ પર પાણીની ગુણવત્તાનો લાઈવ ડેટા સ્ક્રીન પર જાેવા મળશે.