ભારતનો પહેલો ટ્રાન્સમેલ પ્રેગ્નન્ટ: જોવા મળ્યો બેબી બમ્પ
નવી દિલ્હી, કેરળના ટ્રાન્સજેન્ડર કપલ જિયા અને ઝહાદે સોશિયલ મીડિયા પર તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. કપલે પોતાની ઈન્સ્ટા પોસ્ટ પર કેટલીક તસવીરો પણ શેર કરી છે. કોઝિકોડ મેડિકલ કોલેજના ડોકટરોની એક ટીમનું કહેવું છે કે, જ્યારે બંને લિંગ પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે દંપતીને ગર્ભધારણ કરવામાં કોઈ શારીરિક પડકારનો સામનો કરવો પડ્યો ન હતો.
જિયા અને ઝાહદ બંને છેલ્લા ૩ વર્ષથી સાથે રહે છે. જિયા એક પુરુષ તરીકે જન્મી અને સ્ત્રી બની છે. ઝહાદ એક સ્ત્રી તરીકે જન્મ્યો હતો અને પુરુષ બન્યો હતો.
ટ્રાન્સ દંપતીએ ર્નિણય લીધો છે કે, બાળકને મિલ્ક બેંકમાંથી માતાનું દૂધ પીવડાવવામાં આવશે. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઝહાદ ભારતમાં બાળકને જન્મ આપનાર પ્રથમ ટ્રાન્સમેન બનશે. રિપોર્ટ અનુસાર, સર્જરી દરમિયાન ઝહાદના બ્રેસ્ટ કાઢી નાખવામાં આવ્યા હતા.
જાેકે તેના ગર્ભાશય અને અન્ય કેટલાક અંગો કાઢવામાં આવ્યા ન હતા. જેના કારણે તેઓ હવે ગર્ભ ધારણ કરવામાં સક્ષમ બન્યા છે. જિયાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, હું જન્મથી કે મારા શરીરથી સ્ત્રી નહોતી, મારી અંદર એક સ્ત્રી હતી.
તેનું સપનું હતું કે, મારે પણ એક બાળક હોવું જાેઈએ અને તે મને ‘મા’ કહીને કોઈ બોલાવે. મનોરમાના એક અહેવાલ મુજબ, દંપતીએ પહેલા એક બાળકને દત્તક લેવાની યોજના બનાવી હતી. તેમણે સમગ્ર પ્રક્રિયા વિશે પણ પૂછપરછ કરી હતી, પરંતુ કાયદાકીય કાર્યવાહી તેમના માટે ખૂબ જ પડકારજનક હતી, કારણ કે તેઓ ટ્રાન્સજેન્ડર કપલ હતા.SS1MS