ભારતના જી ૨૦ પ્રમુખપદે પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્ર માટે વિશાળ તકો લાવશેઃ વડાપ્રધાન

નવીદિલ્હી, ભારત દ્વારા યોજાનારી ય્૨૦ સમિટ માટે સૂચનો મેળવવા, ચર્ચા કરવા અને રણનીતિઓને અંતિમ સ્વરૂપ આપવા માટે ગઈકાલ સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી.
સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેટલાક રાજ્યોના મુખ્ય પ્રધાનો અને વિવિધ રાજકીય પક્ષોના વડાઓ હાજર રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વ પક્ષીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. સર્વપક્ષીય બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. જાે કે, ટીઆરએસના વડા અને તેલંગાણા રાજ્યના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ બેઠકમા હાજર રહ્યાં નહોતા.
રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં, વડાપ્રધાને ભારત માટે જી૨૦ અધ્યક્ષપદના મહત્વ અંગે જાણકારી આપીને વિવિધ પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી, ડીએમકેના વડા અને તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન અને બીજુ જનતા દળના પ્રમુખ અને ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક પણ આ બેઠકમાં હાજર હતા.
આ ઉપરાંત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડી અને રાજ્યના ભૂતપૂર્વ સીએમ અને તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રાબાબુ નાયડુ પણ હાજર હતા.
આ બેઠકમાં દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે પણ હાજર રહ્યા હતા. વિદેશ પ્રધાન એસ જયશંકર, નાણા પ્રધાન ર્નિમલા સીતારમણ અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે પણ આ ય્૨૦ પર બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો.
આ સિવાય કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જાેશી પણ હાજર રહ્યાં હતા. પ્રહલાદ જાેશીએ સર્વપક્ષીય બેઠકની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી.
વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાને ટીમ વર્કના મહત્વ પર ભાર મૂક્યો હતો. વિવિધ જી૨૦ કાર્યક્રમોના આયોજનમાં તમામ નેતાઓ પાસેથી સહકાર માંગ્યો હતો.
તેમણે કહ્યું કે જી૨૦ પ્રેસિડેન્સી ભારતના મોટા મહાનગરોની બહાર પ્રદર્શિત કરવામાં મદદ કરશે, આ દરમિયાન દેશના દરેક ભાગની વિશિષ્ટતા લાવશે. પીએમ મોદીએ કહ્યું કે ભારતનું જી૨૦ પ્રમુખપદ સમગ્ર રાષ્ટ્ર માટે છે, જી ૨૦ પ્રમુખપદ વિશ્વને પોતાની તાકાત બતાવવાની અનોખી તક છે. ભારતના જી ૨૦ પ્રમુખપદે પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્ર માટે વિશાળ તકો લાવશે.
પીએમ મોદીએ પણ ટિ્વટ કર્યું કે ભારતની જી-૨૦ અધ્યક્ષતા પર સર્વપક્ષીય બેઠક ઉપયોગી હતી. હું તે તમામ નેતાઓનો આભાર માનું છું જેમણે સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો અને તેમના વિચારો શેર કર્યા. ય્૨૦ પ્રમુખપદ આખા દેશનું છે અને આપણને આપણી સંસ્કૃતિ દર્શાવવાની તક મળશે.
આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સોમવારે કહ્યું હતું કે જી-૨૦ લોગોમાં કમળના ફૂલનો ઉપયોગ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. પરંતુ તે આ અંગે કંઈ કહેશે નહીં, કારણ કે જાે આ મુદ્દાની જાહેરમાં ચર્ચા થશે તો તેનાથી દેશને નુકસાન થશે. આ દેશ માટે પણ સારું રહેશે નહીં મુખ્યપ્રધાન બેનર્જીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર જી-૨૦ સમિટના લોગો માટે કમળના ફૂલ સિવાય અન્ય કોઈ રાષ્ટ્રીય પ્રતીક પસંદ કરી શકી હોત, કારણ કે કમળનું ફૂલ રાજકીય પક્ષનું ચૂંટણી પ્રતીક પણ છે.HS1MS