Western Times News

Gujarati News

ગિન્ની ફિલામેંટ્‌સ લિ.નો પનોલીમાં ભારતના સૌથી મોટા વેટ વાઈપ્સ નિર્માણ પ્લાન્ટનો શુભારંભ

(પ્રતિનિધિ) ભરૂચ, ગિન્ની ફિલામેંટ્‌સ લિમિટેડના કઝ્‌યુમર ડિવિઝને ભરૂચ જીલ્લાના પનોલી સ્થિત જીઆઈડીસીમાં ૨૬ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ પોતાના આત્યાધુનિક વેટ વાઈપ્સ પ્લાન્ટનો શુભારંભ કરાયો હતો.જે પ્લાન્ટનું ઉદ્‌ઘાટન ભારત સરકારના માનનીય કેન્દ્રીય મત્સ્ય પાલન,પશુપાલન અને ડેયરી મંત્રી પુરષોત્તમ રૂપાલાએ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને વાગરાના વિધાનસભ્ય અરૂણસિંહ રાણા અને જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગિન્ની ફિલામેંટ્‌સ લિમિટેડના ચીફ એક્ઝેકિયુટિવ યશ જયપુરિયાએ પ્લાન્ટ વિશે જણાવ્યું હતું કે ગિન્ની ફિલામેંટ્‌સ લિમિટેડના ભારતમાં વાઈપ્સની અગ્રણી કંપની અને માર્કેટ લીડરની ઓળખ બનાવી છે.ગિન્નીએ પોતાના ભાગીદારોની માંગને સમજતા અને મેક ઈન ઈન્ડિયાને લક્ષ્ય બનાવી ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય માંગ પૂરી કરવા માટે એક અભૂતપૂર્વ પ્લાન્ટનો વિકાસ કર્યો છે.

નવા પ્લાન્ટની સાથે અમારી કંપની હોમ કેર,આદ્યોગિક અને સંસ્થાઓ માટે વાઈપ્સ સેગમેંટને પોતાની સેવા આપશે.આ સેગમેંટ હજુ ભારતમાં પ્રારંભિક તબક્કામાં છે અને મોટાભાગે વિકસિત દેશોમાં કેન્દ્રિત છે. પ્લાન્ટ વર્ટિકલી ઈંટીગ્રેટેડ છે જે અંતર્ગત એક જ પરિસરમાં નોનવુવેન ફેબ્રિકનો સપ્લાય થાય છે.તેના મલ્ટી-મોડલ લાભ ગણાવતા જયપુરિયાએ જણાવ્યું કે આ એ.ટી.ઈ.એક્સ માન્યતા પ્રાપ્ત પ્રથમ વેટ વાઈપ્સ પ્લાન્ટ છે.

સાથે જ આ પ્લાન્ટને માન્યતા મળી છે એપ,એસ.સી થી એફ.ડી.એ.થી જી.એમ.પી માન્યતા અને આઈ.એસ.ઓ ૯૦૦૧ઃ૨૦૧૫, આઈ.એસ.ઓ. ૨૨૭૧૬ઃ૨૦૦૭ માન્યતાઓ પણ મળી છે.આ પ્લાન્ટ યૂ.એસ.પી. ૩૨ ગ્રેડ શુદ્ધ જળ પ્રણાલી, ગુણવત્તા નિયંત્રણ પ્રયોગશાળાની સાથે ક્વાલિફાઈડ અને કેલિબ્રેટેડ ઉપકરણોથી યુક્ત છે.

હવે હરિદ્વાર (ઉત્તર) અને અંકલેશ્વર (પશ્ચિમ) બે સ્થાનોમાં ગિન્નીના વેટ વાઈપ્સ બનાવાની સાથે,કંપની એક એવા તબક્કા પર છે,જ્યાં ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને લોજિસ્ટિકના ઓછા ખર્ચનો લાભ આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.