ખૂબ જ ઝડપથી વધી રહ્યુ છે ભારતનું મેડિકલ ટુરિઝમ
સરકારે ભારતના મેડિકલ ટુરિઝમને પહેલા કરતા વધુ પ્રોત્સાહન આપવા પહેલ કરી છે.
૪૫ દેશોએ ભારતમાં ૨૬૭ હોસ્પિટલો સાથે જાેડાણ કર્યુ
નવીદિલ્હી, મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે શરુ કરાયેલ એડવાન્ટેજ હેલ્થ કેર ઇન્ડિયાની પહેલ હવે ફળ આપી રહી છે. અત્યાર સુધીમાં ૪૫ દેશોએ દેશની ૨૬૭ હોસ્પિટલો સાથે જાેડાણ કર્યુ છે જેથી તેમના નાગરિકો સારવાર માટે ભારત આવી શકે. આમાં, યુરોપના દેશો સહિત ૧૮થી વધુ દેશોએ પ્રથમ વખત કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ સુધાંશ પંતે કહ્યું કે સરકારે ભારતમાં વિદેશી નાગરિકોને તબીબી સેવાઓ પ્રદાન કરવા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યુ છે. જયાં ૩૫૨ હોસ્પિટલો વિશે માહિતી ઉપલબ્ધ છે. આ ઉપરાંત, આ પ્લેટફોર્મ દ્વારા, કોઇપણ દેશ ભારતીય ડોકટર અથવા નર્સને તબીબી સેવાઓ માટે તક આપી શકે છે.
બીજી તરફ મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે કહયું કે એડવાન્ટેજ હેલ્થકેર ઇન્ડિયા પહેલ હેઠળ, ડબલ્યુએચઓ ગ્લોબલ સમિટમાં આવેલા ં-૨૦ અને અન્ય ૨૬ દેશોએ મેકસ, એપોલો ફોર્ટિસ, યશોદા જેવી દેશની ૨૬૫ પ્રખ્યાત હોસ્પિટલો સાથે જાેડાણ કર્યુ છે. પીએમ મોદીએ એપ્રિલમાં વન અર્થ વન હેલ્થ -એડવાન્ટેજ હેલ્થકેર ઇન્ડિયા પહેલ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
એક ઉદાહરણ આપતાં, એક અધિકારીએ જણાવ્યું કે તેમના દર્દીઓની સારી સંભાળ માટે, ઘાના અને મેકસ હેલ્થકેર વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે હેઠળ ઘાનાના નાગરિકોને તમામ પ્રકારની આરોગ્ય સેવાઓનો લાભ લેવા માટે ભારત આવવાની મંજૂરી આપવામાં આવશે.
આંકડા દર્શાવે છે કે કોરોના રોગચાળા પહેલા, ૨૦૧૯ સુધી દર વર્ષ આઠથી નવ લાખ વિદેશી નાગરિકો સારવાર માટે દેશમાં આવતા હતા, પરંતુ ૨૦૨૦ અને ૨૦૨૨ વચ્ચે તેમની સંખ્યામાં ૫૦ થી ૬૦ ટકાનો ઘટાડો થયો. સરકારે ભારતના મેડિકલ ટુરિઝમને આમાંથી બહાર લાવવા અને તેને પહેલા કરતા વધુ પ્રોત્સાહન આપવા પહેલ કરી છે.
યોજના હેઠળ જર્મનીએ ભારતીય આરોગ્ય કર્મચારીઓને પોતાના દેશ લઇ જવાનો ર્નિણય કર્યો છે. ઇન્ડો-યુરો સિક્રોનાઇઝેશનએ સોમવારે નવી દિલ્હીમાં અપસ્કિલિંગ સર્ટિફિકેશન લિંકડ ટુ નર્સિંગ એમ્પ્લોયમેન્ટ ઇન જર્મનીની જાહેરાત કરી હતી.
કાલમોરોઇ જર્મનીના ગ્લોબલ બિઝનેસ ઓપરેશન્સના વડા લુકાસ રોગે જણાવ્યું હતું કે જર્મનીમાં ૧૮ લાખ આરોગ્ય કર્મચારીઓની અછત છે. આ અછતને પહોંચી વળવા માટે દર મહિને ૫૦ પ્રશિક્ષિત નર્સોને જર્મનીમાં કાર્યરત કરવામાં આવશે.