Western Times News

Gujarati News

ભારતની સૌથી વધુ મનપસંદ એમ્પ્લોયર બ્રાન્ડ – માઇક્રોસોફ્ટ, મર્સિડિઝ-બેન્ઝ અને એમેઝોન

રેન્ડસ્ટેડ એમ્પ્યોલર બ્રાન્ડ રિસર્ચ (આરઇબીઆર) 2022

ભારતમાં કર્મચારીઓની સૌથી વધુ પસંદગીના 4 ટોચના ક્ષેત્રો: સર્વેમાં એ બાબત પર પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે કે, ભારતીય વર્કફોર્સ IT, ITeS અને ટેલીકોમ (1), એફએમસીજી, રિટેલ અને ઇ-કોમર્સ (2), ઓટોમોટિવ (3) અને બીએફએસઆઇ (4) જેવા ક્ષેત્રોમાં કાર્યરત કંપનીઓ માટે કામ કરવાનું પસંદ કરે છે.

●        કંપનીની પસંદગીમાં મુખ્ય પરિબળ તરીકે આકર્ષક પગાર કરતાં કાર્ય-જીવન સંતુલન મુખ્ય પરિબળ બની રહ્યું

●        રોજગારી ગુમાવવાનો ડર વાસ્તવિક છે, પોતાની રોજગારી ગુમાવવાનો ડર ધરાવતા 51 ટકા કર્મચારીઓ વર્ષ 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તેમની નોકરી બદલવાની યોજના ધરાવે છે

●        દર 10 ભારતીય કર્મચારીઓમાંથી 9 કર્મચારીઓ તેમના માટે તાલીમ અને અંગત કારકિર્દીમાં વૃદ્ધિ અતિ મહત્વપૂર્ણ ગણે છે

બેંગલોર, દુનિયામાં સૌથી વધુ વિસ્તૃત, સ્વતંત્ર અને ઊંડાણપૂર્વકના એમ્પ્યોલર બ્રાન્ડ રિસર્ચ રેન્ડસ્ટેડ એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ (આરઇબીઆર) 2022ના તારણોમાં ટેકનોલોજી ક્ષેત્રની ટોચની કંપની માઇક્રોસોફ્ટ ઇન્ડિયા ભારતની સૌથી વધુ ‘આકર્ષક એમ્પ્યોલર બ્રાન્ડ’ તરીકે બહાર આવી છે. Randstad India – Microsoft, Mercedes-Benz and Amazon named India’s most attractive employer brands; Randstad Employer Brand Research Report 2022.

સર્વે મુજબ, કંપની માટે ટોચના 3 એમ્પ્લોયી વેલ્યુ પ્રોપોઝિશન (ઇવીપી) – નાણાકીય સ્થિતિ, મજબૂત સાખ તથા આકર્ષક પગાર અને બેનિફિટ પર માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ સૌથી વધુ સ્કોર મેળવ્યો હતો. ચાલુ વર્ષે મર્સિડિઝ બેન્ઝ ઇન્ડિયાનું રેન્કિંગ સુધર્યું છે અને ફર્સ્ટ રનર-અપ બની છે અને ત્રીજું સ્થાન ઇ-કોમર્સની ટોચની કંપની એમેઝોન ઇન્ડિયાએ મેળવ્યું છે.

રેન્ડસ્ટેડ ઇન્ડિયાનાં વાર્ષિક એમ્બ્લોયર બ્રાન્ડિંગ સંશોધનમાં જાણકારી મળી છે કે, મહામારી પછી કાર્યની દુનિયામાં તમામ ક્ષેત્રોમાં કર્મચારીઓની માનસિકતામાં કેટલા મોટા પાયે પરિવર્તન થયું છે. આરઇબીઆર રિપોર્ટ દુનિયાભરમાં 22 સફળ વર્ષમાં કંપનીઓને તેમની એમ્પ્યોલર બ્રાન્ડને મદદરૂપ થવા કિંમતી ઉપયોગી માહિતી પ્રદાન કરી છે અને ચાલુ વર્ષે ભારતમાં 12મી એડિશન છે.

ચાલુ વર્ષે સંશોધનમાં 31 સહભાગી દેશો સાથે વૈશ્વિક અર્થતંત્રના 70 ટકાથી વધારે હિસ્સાને આવરી લેવામાં આવ્યો છે તથા દુનિયાભરમાંથી 1.63 લાખ ઉત્તરદાતાઓ પાસેથી પ્રતિભાવો મેળવવામાં આવ્યાં છે. આ સંશોધનમાં સ્પષ્ટ ખુલાસો થયો હતો કે, એપીએસીના સરેરાશ (76 ટકા)ની સરખામણીમાં 10 ભારતીય કર્મચારીઓમાંથી 9 કર્મચારીઓ (88 ટકા) તેમના માટે તાલીમ અને કારકિર્દીમાં અંગત વૃદ્ધિને સૌથી વધુ મહત્વપૂર્ણ ગણે છે.

આ જ પ્રવાહોને પ્રતિબિંબિત કરતાં રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, જ્યારે દુનિયાના કર્મચારીઓની માનસિકતામાં પરિવર્તનનો વિચાર કરવામાં આવે છે, ત્યારે વર્ષ 2021માં દર 3 ભારતીય કર્મચારીઓમાંથી 2 કર્મચારીઓ (66 ટકા) કામ અને કારકિર્દીના અર્થ અને ઉદ્દેશને વધારે મહત્વપૂર્ણ ગણે છે. આ દ્રષ્ટિએ પુરુષો કરતાં મહિલાઓ વધારે મજબૂત લાગણી ધરાવે છે (62% vs. 72%), જે ઉચ્ચશિક્ષત (70 ટકા) અને 25થી 34 વર્ષની વયજૂથ (72 ટકા) કર્મચારીઓમાં વધારે જોવા મળે છે.

ઉપરાંત, ચાલુ વર્ષે પણ ભારતીય વર્કફોર્સ કંપનીની પસંદગીના સમયે કાર્ય-જીવન સંતુલન (63 ટકા)ને સૌથી વધુ મહત્વપૂર્ણ પરિબળ ગણે છે. આ પ્રવાહ ઉચ્ચ-શિક્ષત (66 ટકા) અને 35+ વર્ષના કર્મચારીઓ (66 ટકા)માં વધારે જોવા મળે છે. ત્યારબાદ સૌથી વધુ મહત્વપૂર્ણ પરિબળો છે – આકર્ષક પગાર અને બેનિફિટ (60 ટકા)

અને કંપનીની સારી સાખ (60 ટકા). સર્વેમાં એવી જાણકારી પણ મળી હતી કે, કંપનીની પસંદગીમાં જ્યારે 66 ટકા વ્હાઇટ કોલર કર્મચારીઓ કાર્ય-જીવન સંતુલનને સૌથી મહત્વપૂર્ણ પરિબળ ગણે છે, ત્યારે 54 ટકા બ્લૂ કોલર વર્કર્સ સાખ અને નાણાકીય સ્થિતિને સૌથી વધુ મહત્વપૂર્ણ પરિબળ ગણે છે, જેમની વચ્ચે કાર્ય-જીવન સંતુલન તથા પગાર અને બેનિફિટનાં પરિબળો પછી મહત્વ ધરાવે છે.

રિમોટ વર્કિંગમાં વિવિધ પ્રવાહો:

રસપ્રદ બાબત એ છે કે, ભારતમાં રિમોટ વર્કિંગ વર્ષ 2021માં 84 ટકાથી ઘટીને વર્ષ 2022માં 73 ટકા થયું છે. સર્વેમાં એવી જાણકારી પણ મળી હતી કે, એક પ્રવાહ તરીકે રિમોટ વર્કિંગ પુરુષો કરતાં મહિલાઓ વચ્ચે વધારે જોવા મળે છે (69% vs 76%). એપીએસી વિસ્તાર (42 ટકા)ની સરખામણીમાં ભારતમાં રિમોટ વર્કર્સની સંખ્યા નોંધપાત્ર રીતે વધારે છે. ઉપરાંત હાલ રિમોટ વર્કર્સમાંથી મોટા ભાગના લોકો (98 ટકા) માને છે કે, તેઓ ભવિષ્યમાં આ જ રીતે કામ કરવાનું ચાલુ રાખશે, ભલે હાલ જેટલા પ્રમાણમાં આ સુવિધાનો લાભ લે છે એનાથી ઓછી મળે.

નોકરી બદલવાનો અભિગમ અને નોકરી ગુમાવવાના ડર પર ધ્યાન કેન્દ્રિત:

ભારતમાં 24 ટકા કર્મચારીઓએ વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં તેમની કંપનીઓ બદલી હતી. ઉપરાંત દર 3માંથી 1 કર્મચારી (37 ટકા) વર્ષ 202ના પ્રથમ 6 મહિનામાં તેમની કંપની બદલવાનો ઇરાદો ધરાવે છે. રોજગારી ગુમાવવાનો ડર ધરાવતા 51 ટકા કર્મચારીઓ વર્ષ 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તેમની નોકરી બદલવાની યોજના ધરાવે છે.

વર્ષ 2022 માટે ભારતમાં ટોચની 10 સૌથી વધુ આકર્ષક એમ્પ્યોલર બ્રાન્ડ્સ:

1.       માઇક્રોસોફ્ટ

2.       મર્સિડિઝ-બેન્ઝ

3.       એમેઝોન

4.       હેવ્લેટ્ટ પેકાર્ડ

5.       ઇન્ફોસિસ

6.       વિપ્રો

7.       ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ

8.       ટાટા સ્ટીલ

9.       ટાટા પાવર કંપની

10.   સેમસંગ

આરઇબીઆર 2022 સર્વે ઇનસાઇટ્સ રજૂ કરતાં રેન્ડસ્ટેડ ઇન્ડિયાના એમડી અને સીઇઓ વિશ્વનાથ પી એસએ કહ્યું હતું કે, “એમ્પ્લોયર બ્રાન્ડિંગની વિભાવના છેલ્લાં થોડાં વર્ષમાં મોટા પાયે બદલાઈ છે. હવે તેમાં બ્રાન્ડની ઓળખ ઊભી કરવાનું પરિબળ જ પર્યાપ્ત નથી. હવે તેમાં વધારે અર્થસભર પરિબળો ઉમેરાયા છે.

તેમાં બ્રાન્ડની આકર્ષક ખાતરી અને ઉદ્દેશ સામેલ થયા છે, જેમાં તેઓ કર્મચારીઓ સાથે સતત જોડાઈ રહી છે અને સંભવિત ઉમેદવારો માટે મનપસંદ બ્રાન્ડ બનવા પ્રયાસરત છે. હવે કંપનીઓને સમજાયું છે કે, મનપસંદ બ્રાન્ડ બનવા અને ટોચની એમ્પ્લોયર બ્રાન્ડ બનવા માટે પ્રસ્તુત જોડાણ અને અનુભવ આવશ્યક છે.

ચાલુ વર્ષનો રેન્ડસ્ટેડનો એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ રિપોર્ટ આ જ લાગણીઓ વ્યક્ત કરે છે. વ્યક્તિગત કારકિર્દીની વૃદ્ધિએ મહત્વ ધારણ કર્યું છે અને 88 ટકા કર્મચારીઓએ કંપની પસંદ કરવા માટે આ પરિબળને પ્રાથમિકતા આપી છે. આ બાબત નોંધવી રસપ્રદ છે કે, એપીએસીના બાકીના દેશોના કર્મચારીઓની સરખામણીમાં ભારતીય કર્મચારીઓ તેમની કારકિર્દીમાં વધારે સફળતા મેળવવા આતુર છે.

આ પરિવર્તન માટે ભારતીય કંપનીઓએ ઓફર કરેલી આંતરરાષ્ટ્રીય સ્તરની કુશળતાઓની તકો જવાબદાર હોઈ શકે છે અને તમામ ક્ષેત્રોમાં વર્કફોર્સની સતત બદલાતી જરૂરિયાતોનો સ્વીકાર કરવાની ફ્લેક્સિબિલિટી પણ જવાબદાર છે. આરઇબીઆરના તારણોએ આ બાબત પર પણ પ્રકાશ ફેંક્યો છે કે, મનપસંદ એમ્પ્લોયર બ્રાન્ડ તરીકે સ્થાન જાળવી રાખવા મોટા ભાગના માપદંડો પુરુષ અને મહિલા એમ બંને કર્મચારીઓ માટે એકસરખા છે.

જોકે મહિલાઓ કર્મચારીઓએ હવે ફ્લેક્સિબ્લ કામગીરી, હેલ્થકેરના ફાયદા અને કોર્પોરેટ સામાજિક જવાબદારીની સાથે કારકિર્દીમાં પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લોકો કલ્ચર માટે કામ કરે છે, નહીં કે કંપની માટે એટલે એમ્પ્લોયર તરીકેની તેમની વિભાવના સૌથી વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે અને મને ખાતરી છે કે, રેન્ડસ્ટેડનો આ ઉપયોગી રિપોર્ટ ભારતીય ઉદ્યોગજગતના ટેલેન્ટ મેનેજમેન્ટના નિર્ણયોના મૂલ્યોમાં ઘણો વધારો કરશે.”

આરઇબીઆર 2022ના અન્ય મુખ્ય તારણો:

સર્વેમાં અન્ય એક રસપ્રદ પ્રવાહ બહાર આવ્યો હતો. આ પ્રવાહ હતો – પુનઃકૌશલ્ય સંપાદન અને કૌશલ્ય સંવર્ધન. આ પ્રવાહ મુખ્યત્વે મહામારી અને વર્કફોર્સ વચ્ચે નવી કુશળતાઓ માટેની માગથી સંચાલિત હતો.

મોટી સંખ્યામાં કંપનીઓ (89 ટકા) તેમના કર્મચારીઓને પુનઃકૌશલ્ય સંપાદન અને/અથવા કૌશલ્ય સંવર્ધનની તક પૂરી પાડવાના મહત્વને સમજે છે તથા આ પ્રવાહ મુખ્યત્વે 25થી 34 વર્ષના (90 ટકા) વયજૂથના અને ઉચ્ચ-શિક્ષિત કર્મચારીઓ (93 ટકા)માં જોવા મળે છે. કંપનીઓ માટે ખુશખબર એ છે કે, સર્વેના 85 ટકા ઉત્તરદાતાઓએ ઉલ્લેખ કર્યો હતો કે, જો તેમની કંપની પુનઃકૌશલ્ય સંપાદન/કૌશલ્ય સંવર્ધનની પર્યાપ્ત તકો આપશે, તો તેઓ કંપનીમાં નોકરી જાળવી રાખે એવી શક્યતા છે.

કાર્ય-જીવન સંતુલનને સુધારવા માટેના પગલાં:

જ્યારે ઇવીપીમાં કાર્ય-જીવન સંતુલન સૌથી વધુ સ્કોર ધરાવે છે, ત્યારે કર્મચારીઓએ તેમના માટે આ સુનિશ્ચિત કરવા વિવિધ પગલાં લીધા છે. જ્યારે 46 ટકા કર્મચારીઓ ફ્લેક્સિબ્લ ટાઇમ સ્લોટમાં, 44 ટકા કર્મચારીઓ વધારે રિમોટલી કામ કરે છે, ત્યારે 23 ટકા કર્મચારીઓ કાર્ય-જીવન સંતુલન સુધારવા તેમની હાલની ભૂમિકા માટે ફરી વાટાઘાટો કરી રહ્યાં છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.