ભારતનો નવો નિયમ, આતંકીઓને ભારે કિંમત ચુકવવી પડશેઃ થરૂર

ન્યૂયોર્ક, ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આયોજિત કરેલા એક વાર્તાલાપમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના અધ્યક્ષ શશિ થરૂરે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પહેલગામ હુમલા પછી ભારતે નવો નિયમ બનાવ્યો છે કે પાકિસ્તાનમાં બેઠેલા કોઈપણ વ્યક્તિ સરહદ પાર કરી ભારતીય નાગરિકોને હત્યા કરી શકશે નહીં. આવા આતંકીઓએ અને તેમના સમર્થકોએ તેની ભારે કિંમત ચુકવવી પડશે.
અમે ફક્ત આતંકવાદીઓને સંદેશ મોકલી રહ્યા છે, તમે શરૂઆત કરશો તો અમે વળતો જવાબ આપીશું. ભારતને સ્વ-બચાવનો અધિકાર છે અને ભારતે તે અધિકારનો ઉપયોગ કર્યાે છે.
ભારતે બેજવાબદારીથી કામ કર્યું નથી ખરેખર આ જ સંદેશ હું આજે તમને બધાને આપવા માંગતો હતો.દક્ષિણ કોરિયામાં ઇન્ડિયન ડાયસ્પોરા સાથે મુલાકાતઃ રાજ્યસભાના સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળનું સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ સાઉથ કોરિયામાં સિઓલમાં ઇન્ડિયન ડાયસ્પોરાના સભ્યોને મળ્યું હતું તથા તેમને ઓપરેશન સિંદૂર અંગેની માહિતી આપી હતી.
બહેરીનમાં આતંકવાદ સામે ભારતનો મેસેજઃ ભાજપના સાંસદ બૈજયંત જય પાંડાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે બહેરીનના શૂરા કાઉન્સિલના અધ્યક્ષ અલી બિન સાલેહ અલ સાલેહ સાથે મુલાકાત કરી હતી અને આતંકવાદ સામે ભારતની કડક કાર્યવાહીનો પુનરુચ્ચાર કર્યાે હતો.
સંસદસભ્યોએ બહેરીનના નાયબ વડા પ્રધાન શેખ ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફાને પણ મળ્યાં હતાં અને સરહદ પારની આતંકવાદી પ્રવૃત્તિઓ સામે ભારતના મજબૂત સંકલ્પ પર ભાર મૂક્યો હતો.
જાપાનમાં પ્રતિનિમંડળે આતંક સામે દ્રઢ સંકલ્પ પર ભાર મૂક્યોઃ જાપાનની મુલાકાતે ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્ય અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે જાપાનમાં પ્રતિનિમંડળનો સંપર્ક અર્થપૂર્ણ હતો.
ભારતીય સાંસદોએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની હિંમત અને સ્પષ્ટતાનો સંદેશ આપ્યો હતો.આતંક સામેની લડાઇમાં કતારની શૂરા કાઉન્સિલનું સમર્થનઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ રવિવારે દોહામાં કતારની શૂરા કાઉન્સિલને મળ્યું હતું. આ મુલાકાત પછી સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે કતાર સંસદના તમામ સભ્યો ભારતના પડખે ઊભા રહ્યાં હતાં અને જણાવ્યું હતું કે આતંકવાદને તેના મૂળમાંથી જ ઉખેડી નાખવો જોઈએ.SS1MS