મલ્લિકાર્જુન ખડગેને પીએમ પદના ઉમેદવાર બનાવવા ઈન્ડિયાનો પ્રસ્તાવ
નવી દિલ્હી, નવી દિલ્હીના અશોક હોટલમાં યોજાયેલી ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક સમાપ્ત થઈ છે. બેઠકમાં ૫ રાજ્યોના ચૂંટણી પરિણામો, સંસદમાં સુરક્ષામાં ચુક, સંસદની શિયાળુ સત્રમાં વિપક્ષના ૯૨ સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે ચર્ચા થઈ છે. ઉપરાંત આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ પર પણ ચર્ચા થઈ છે.
બેઠકમાં નીતીશ કુમારે વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાનો ઈન્કાર કરી દીધો છે, તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મુક્યો છે, જાેકે આ પ્રસ્તાવ અંગે ખડગેએ કહ્યું કે, પહેલા ચૂંટણી જીતવા પર ધ્યાન આપવું જાેઈએ.
બેઠકમાં ટીએમસીએ ગઠબંધનની ઘણા પક્ષો સાથે મળીને તમામ સિટ શેરિંગની પર વાતચીત પૂરી કરી લીધી છે. સિટ શેરિંગનીની કામગીરી ૩૧ ડિસેમ્બર સુધીમાં પુરી કરવાનો પણ સમય નક્કી કરાયો છે.
તો બેઠક બાદ સમાજવાદી પાર્ટીના અધ્ક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલ યાદવે બેઠક વહેંચણી મુદ્દે કહ્યું કે, તમામ પક્ષો વહેલીતકે સિટ શેરિંગ કરી મેદાનમાં જવા તૈયાર છે. ટુંક સમયમાં બેઠકની વહેંચણી કરી દેવાશે.
બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, બેઠકમાં અમે ૨થી ૩ કલાક સુધી વિચાર-વિમર્શ કર્યો અને રણનીતિ પર સહમત થયા છીએ. ઉપરાંત ૧૪૯ સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે, જેની અમે નિંદા કરી છે. અમે એક પ્રસ્તાવ પણ પાસ કર્યો છે, જે અલોકતાંત્રિક છે.
દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, ડીએમકે નેતા, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન, એનસીપીના વડા શરદ પવાર, આરએલડી નેતા જયંત ચૌધરી, સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સહિતના નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો.
જ્યારે ઝારખંડના મુખ્યંત્રી હેમંત સોરેન વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં જાેડાયા હતા. ઈન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા કોંગ્રેસે લોકસભા ચૂંટણી-૨૦૨૪ને ધ્યાને રાખી ૫ સભ્યોની નેશનલ એલાયન્સ સમિતી બનાવી છે, જેમાં અશોક ગેહલોત, ભૂપેશ બધેલ, સલમાન ખુર્શીદ અને મોહન પ્રકાશને સભ્ય બનાવાયા છે, ત્યારે મુકુલ વાસનિકને સમિતિના સંયોજક બનાવાયા છે.
બેઠક અગાઉ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મુખપત્ર ‘સામના’માં ઈન્ડિયા ગઠબંધન પર વ્યંગ કર્યો હતો. તંત્રીલેખ દ્વારા શિવસેનાના ઉદ્ધવ જૂથે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, “જાે ઈન્ડિયાગઢબંધનને મોદી-શાહનો સામનો કરવો હોય તે ગઠબંધનનો રથ ખેચવા માટે એક સારથિની જરૂર છે.
કોંગ્રેસે ઈન્ડિયાગઢબંધનના રૂપમાં ગઢબંધનનું મહત્વ શીખવુ જાેઈએ. આજે રથમાં ૨૭ ઘોડા છે, પરંતુ તેનો સારથિ કોઈ નથી, જેના કારણે રથ થંભી ગયો છે.
ઈન્ડિયાગઢબંધનને સંયોજક, સમન્વયક, આમંત્રિતની જરૂર છે, પછી ભલે ગમે તે હોય. એવા સમન્વયકની જરૂર નથી અને જાે કોઈ કહે કે, સંજાેગોમાં ‘અમે ચલાવી લઈશું’ તો તે ઈન્ડિયાને નુકસાન કરી રહ્યું છે.
હવે સારથિની જાહેરત કરવી પડશે. આજે બેઠકમાં ર્નિણય લીધા બાદ જ આગળનું પગલું ભરવાનું રહેશે. SS2SS