ભારતની શુભા સતીશે ડેબ્યુ પર ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ તોડ્યો
નવી દિલ્હી, કેન્દ્રીય શિક્ષણ તથા કૌશલ્ય વિકાસમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને જ્યારે સવાલ કરાયો કે શું ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોના ચેપ્ટર હટાવાશે? તો આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અમારી સરકારનો એવો કોઈ ઈરાદો નથી.
તેમણે એક કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ધો.૨ સુધીના પુસ્તકો છપાઈ ગયા છે. તેને ‘જાદુઈ પિટારા’ નામ અપાયું છે. ધો.૩થી ૧૨ સુધીના પુસ્તકો પર હજુ કામ ચાલુ છે. એટલા માટે એમ કહેવું યોગ્ય નહીં ગણાય કે અમે ઈતિહાસ સાથે ચેડાં કરી રહ્યા છીએ.
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે તિલકજીએ કહ્યું હતું કે આપણા વેદ ભારતના સૌથી જૂના ગ્રંથો છે, જે લગભગ ૮૦૦૦ વર્ષ જૂના છે. ગીતા એ વેદોની ઉપજ છે. આપણા દેશનો ઈતિહાસ માત્ર ૧૦૦૦ વર્ષનો જ નથી પરંતુ તેનાથી પણ પ્રાચીન છે.
આપણો ઈતિહાસ માત્ર મુઘલો સાથે જ જાેડાયેલો નથી પરંતુ તેમાં એવા અનેક તથ્યો છે જેનાથી આપણે અજાણ છીએ. તેથી એ મહત્વનું છે કે આપણે આપણા બાળકોને પણ તેના વિશે શીખવીએ.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તાજેતરમાં જ તેલંગાણામાં એક આદિવાસી યુનિવર્સિટીનું નામ સમક્કા સરક્કા યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે. ખરેખર તો સમ્મક્કા સરાક્કા આદિવાસીઓનો મેળો છે અને લોકોને તેના વિશે ખબર પડે તે માટે અમે યુનિવર્સિટીને આ નામ આપ્યું છે. આ કામ પાછળનો અમારો હેતુ કોઈને છોડવાનો નથી પણ જાેડવાનો છે. SS2SS