ભારતના સ્ટાર ફાસ્ટ બોલર શમીને મોટી રાહત મળી
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમ ૨૨મી સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ૩ મેચની ODI શ્રેણી રમવાની છે. આ સીરીઝ માટે બંને ટીમોએ પોતાની ટીમની જાહેરાત પણ કરી દીધી છે. પરંતુ આ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ કોટના ચક્કર લગાવવા પડ્યા હતા. આ ખેલાડી સામે ઘરેલુ હિંસાનો કેસ નોંધવામાં આવ્યો છે. જાે કે આ ખેલાડીને કોટથી મોટી રાહત મળી છે. પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલા ઘરેલુ હિંસા કેસમાં નીચલી અદાલતે આ ખેલાડીને જામીન આપી દીધા છે.
ODI વર્લ્ડ કપ પહેલા ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને મોટી રાહત મળી છે. કોલકાતાની નીચલી અદાલતે તેની પત્ની હસીન જહાં દ્વારા દાખલ કરવામાં આવેલા ઘરેલુ હિંસા કેસમાં તેને જામીન આપી દીધા છે. શમીના મોટા ભાઈ મોહમ્મદ હસીબને પણ એ જ કોર્ટે મંગળવારે જામીન આપ્યા હતા. તમને જણાવી દઈએ કે મંગળવારે બંને ભાઈઓ નીચલી કોર્ટમાં હાજર થયા હતા જ્યાં તેમના વકીલે જામીન અરજી દાખલ કરી હતી, જેને મંજૂર કરવામાં આવી હતી.
માર્ચ ૨૦૧૮માં મોહમ્મદ શમીની પત્નીએ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. તેણીએ પોતાની ફરિયાદમાં શમી પર શારીરિક સતામણી કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ કેસમાં શમી અને તેના મોટા ભાઈની પણ પૂછપરછ કરી હતી અને બંને વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ બહાર પાડ્યું હતું. જાે કે, કોલકાતાની નીચલી અદાલતે તે વોરંટ પર સ્ટે આપ્યો હતો. આ પછી હસીન જહાંએ નીચલી કોર્ટના આદેશને પડકારતા કોલકાતા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
જાે કે હાઈકોર્ટે પણ નીચલી કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો. તે પછી, તેમણે હાઈકોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટમાં ગયા, જેણે તાજેતરમાં જ કેસને એ જ નીચલી કોર્ટમાં રિમાન્ડ આપ્યો અને કેસમાં તમામ પક્ષકારોને સાંભળ્યા પછી અંતિમ ર્નિણય પર આવવાનો નિર્દેશ આપ્યો.
આ વર્ષે જાન્યુઆરીમાં કોર્ટે મોહમ્મદ શમીને તેની પત્ની હસીન જહાંને ૧.૩૦ લાખ રૂપિયાનું માસિક ભરણપોષણ ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેમાં ૫૦,૦૦૦ રૂપિયા વ્યક્તિગત ભરણપોષણ તરીકે અને બાકીના ૮૦,૦૦૦ રૂપિયા તેમની પુત્રીના ભરણપોષણ માટે હતા. તેમની સાથે રહે છે.SS1MS