Western Times News

Gujarati News

ઈન્ડિગોમાં આગની ઘટનાની તપાસનો સરકાર દ્વારા આદેશ

પ્રતિકાત્મક

ટેક ઓફ સમયે ઈન્ડિગોના એન્જિનમાં આગ લાગી હતી -પાયલટે આગ બાદ તરત જ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું અને વિમાનમાં સવાર ૧૭૭ લોકોને સુરક્ષિત ઉતારાયા

નવી દિલ્હી,  દિલ્હીથી બેંગ્લુરુ જઈ રહેલી ફ્લાઈટના પેસેન્જરોમાં એ સમયે હોબાળો મચી ગયો જ્યારે ઈન્ડિગો વિમાનનું એન્જિન ટેક ઓફ દરમિયાન સ્પાર્ક થવા લાગ્યું. શુક્રવારે દિલ્હી એરપોર્ટથી બેંગલુરુ માટે ટેક ઓફ કરતી વખતે ઈન્ડિગોના વિમાનના એન્જિનમાં આગ લાગી હતી.

આ કારણોસર દિલ્હી એરપોર્ટ પરઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. હવે સરકારે આ ઘટના પર એક્શનમાં આવી છે.
દિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટના ટેકઓફ દરમિયાન અંતે આગ કેવી રીતે લાગી તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડીજીસીએ અધિકારીઓને ઈન્ડિગો ફ્લાઈટ નંબર એ૩૨૦માં આગની ઘટનાની તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, બેંગ્લુરુજઈ રહેલા ઈન્ડિગોના એ૩૨૦ વિમાનમાં ટેકઓફ દરમિયાન સ્પાર્ક જાેવા મળ્યા હતા. ત્યારબાદ પાયલટે તરત જ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું અને બાદમાં પ્લેન પાર્કિંગમાં પાછું આવ્યું અને વિમાનમાં સવાર ૧૭૭ લોકોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એરપોર્ટ પર ટેક ઓફ કરી રહેલા વિમાનના એક એન્જિનમાંથી સ્પાર્ક નીકળતા દેખાઈ રહ્યા છે. આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ ૧૦ઃ૦૦ વાગ્યે બની હતી. ઈન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું કે, દિલ્હીથી બેંગલુરુ માટે ઉડાન ભરનારી ફ્લાઈટ ૬ઈ૨૧૩૧ ના ટેક ઓફ દરમિયાન એન્જિનમાં આગ લાગી હોવાનો અનુભવ થયો અને ત્યારબાદ ઉડાનને રોકી દેવામાં આવી હતી. વિમાનમાં ૧૭૭ મુસાફરો સવાર હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.