મેનેજ્ડ વર્કપ્લેસ સોલ્યુશન્સ કંપની ઇન્ડીક્યુબ સ્પેસિસ 850 કરોડનો IPO લાવશે
વ્યાપક, સસ્ટેનેબલ અને ટેક્નોલોજી-સંચાલિત ઉકેલો દ્વારા પરંપરાગત ઓફિસ અનુભવમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત એક મેનેજ્ડ વર્કપ્લેસ સોલ્યુશન્સ કંપની ઇન્ડીક્યુબ સ્પેસિસ લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ ઊભું કરવા માટે મૂડીબજાર નિયામક સેબી પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
ઇન્ડીક્યુબ જાણીતી વેન્ચર કેપિટલ કંપની વેસ્ટબ્રિજ કેપિટલ દ્વારા સમર્થિત છે અને પ્રસિદ્ધ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર આશિષ ગુપ્તા દ્વારા સમર્થિત છે તેમજ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ ઋષિ દાસ તથા સીઓઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મેઘના અગ્રવાલ તેનું નેતૃત્વ કરે છે.
બેંગ્લોર સ્થિત કંપનીના આઇપીઓમાં રૂ. 750 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ – ઋષિ દાસ અને મેઘના અગ્રવાલ દ્વારા રૂ. 100 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે.
ઇન્ડીક્યુબ સ્પેસિસ લિમિટેડ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ નવા કેન્દ્રોની સ્થાપના કરવા માટે (રૂ. 462.6 કરોડ), કંપની દ્વારા લેવાયેલા કેટલાંક ઋણના સંપૂર્ણ અથવા હિસ્સાની પુનઃચૂકવણી અને પ્રી-પેમેન્ટ માટે (રૂ. 100 કરોડ) અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.
કંપનીની સ્થાપના વર્ષ 2015માં થઇ હતી, જે 13 શહેરોમાં 103 સેન્ટર્સનો પોર્ટફોલિયો મેનેજ કરે છે તથા 30 જૂન, 2024 સુધીમાં કુલ 172,451 બેઠક ક્ષમતા સાથે સુપર બિલ્ટ-અપ એરિયામાં 7.76 મિલિયન ચોરસફૂટનો એરિયા અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) ધરાવે છે, જેમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી) અને ઇન્ડિયન એન્ટરપ્રાઇઝિસનો સંતુલિત પોર્ટફોલિયો છે.
ઇન્ડીક્યુબના ક્લાયન્ટ્સમાં જીસીસી, ભારતીય કોર્પોરેટ્સ, યુનિકોર્ન તથા મિન્ત્રા, અપગ્રેડ, ઝેરોધા, નો બ્રોકર, રેડબસ, જસપે, પર્ફિયોસ, મોગલિક્સ, નિન્જાકાર્ટ, નારાયણા હેલ્થ જેવાં ક્ષેત્રોના સ્ટાર્ટ-અપ્સનો સમાવેશ થાય છે.
કંપનીની મુખ્ય ઓફર ઇન્ડીક્યુબ ગ્રો છે, જે પ્લગ એન્ડ પ્લે વર્કસ્પેસ માટે એક વ્યાપક વર્કપ્લેસ સોલ્યુશન પ્રદાન કરે છે, જેમાં ઇન્ટીરિયર, ટેકનોલોજી, ફેસિલિટી મેનેજમેન્ટ અને મૂલ્યવર્ધિત સેવાઓનો સમાવેશ થાય છે. તેણે વિશિષ્ટ ક્લાયન્ટ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ચાર વધુ વર્ટિકલ્સ – ઇન્ડીક્યુબ બેસ્પોક, ઇન્ડીક્યુબ વન, મિક્યુબ અને ઇન્ડીક્યુબ કોર્નરસ્ટોન પણ વિકસાવ્યા છે.
નાણાકીય વર્ષ 2024માં કંપનીની કુલ આવક રૂ. 867.6 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2023માં રૂ. 601.2 કરોડ હતી. નાણાકીય વર્ષ 2024માં ઇબીઆઇટીડીએ રૂ. 263.4 કરોડ તેમજ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ક્વાર્ટરમાં ઇબીઆઇટીડીએ રૂ. 153 કરોડ નોંધાયો છે.
ફ્લેક્સિબલ વર્કસ્પેસ કોમર્શિયલ ઓફિસ માર્કેટનો એક અભિન્ન ભાગ બની રહ્યા છે. હાઇબ્રિડ વર્ક મોડેલનો વિકાસ, મૂડીનો સમજદારીથી ઉપયોગ, ફ્લેક્સિબલિટીની જરૂરિયાત, વર્કસ્પેસ પ્લાનિંગ અને વર્ક કલ્ચરમાં પરિવર્તન એ ફ્લેક્સિબલ વર્કસ્પેસની માંગને વેગ આપતા પરિબળોમાં સામેલ છે.
સીબીઆરઇ રિપોર્ટ મૂજબ ફ્લેક્સિબલ વર્કસ્પેસ સ્ટોક ભારતમાં હાલ 79 મિલિયન ચોરસફૂટ છે, જેમાં ટિયર 1 શહેરો 72 મિલિયન ચોરસફૂટથી વધુ હિસ્સો ધરાવે છે. ટિયર 1 સ્ટોક કેલેન્ડર વર્ષ 2027ના અંત સુધીમાં અંદાજે 124 મિલિયન ચોરસફૂટ વિકસવાનો અંદાજ છે.
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ લિમિટેડ અને જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ છે. ઇક્વિટી શેર્સ બીએસઇ અને એનએસઇ ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે.