Western Times News

Gujarati News

ઈન્દિરા ગાંધીએ લોકતંત્રના આત્માનું ગળું દબાવી દીધું હતુંઃ અમિત શાહ

૨૫ જૂન ‘બંધારણ હત્યા દિવસ’ તરીકે ઉજવાશે-કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રની મોદી સરકારે ૨૫ જૂનને સંવિધાન હત્યા દિવસ ઘોષિત કર્યો છે. તેને લઈને કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. હકીકતમાં જોઈએ તો, ૨૫ જૂન ૧૯૭૫ના તત્કાલિન ઈંદિરા ગાંધી સરકારે દેશમાં ઈમરજન્સી ઘોષિત કરી હતી. હવે તેને ધ્યાને રાખતા મોદી સરકારે કોંગ્રેસને ઘેરવા માટે એક દિવસને સંવિધાન હત્યા દિવસ ઘોષિત કરી દીધો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર તેના વિશે જાણકારી આપી છે. તેમણે પોસ્ટ કરી છે કે ૨૫ જૂન ૧૯૭૫ના રોજ તત્કાલિન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીએ તાનાશાહી માનસિકતાનો પરિચય આપતા દેશ પર ઈમરજન્સી થોપીને આપણા લોકતંત્રના આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કોઈ પણ ભૂલ વિના જેલમાં નાખી દીધા હતા અને મીડિયોનો અવાજ દબાવી દીધો હતો. ભારત સરકારે દર વર્ષે ૨૫ જૂને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે એ તમામ લોકોના મહાન યોગદાનને યાદ કરશે, જેમણે ૧૯૭૫ની ઈમરજન્સીના અમાનવીય દર્દને સહન કર્યું હતું.

અમિત શાહે આગળ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય એ લાખો લોકોન સંઘર્ષનું સન્માન કરવાનો છે, જેમણે તાનાશાહી સરકારની અસંખ્ય યાતનાઓ તથા ઉત્પીડનનો સામનો કરવા છતાં લોકતંત્રને પુનર્જીવિત કરવા માટે સંઘર્ષ કર્યો. સંવિધાન હત્યા દિવસ દરેક ભારતીયની અંદર લોકતંત્રની રક્ષા અને વ્યક્તિગત સ્વતંત્રતાની અમર જ્યોતિને જીવિત રાખવાનું કામ કરશે, જેથી કોંગ્રેસ જેવી કોઈ પણ તાનાશાહી માનસિકતા ભવિષ્યમાં તેની પુનરાવૃતિ ન કરી શકે.

ભારતના સંવિધાનના અનુચ્છેદ ૩૫૨ અંતર્ગત રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય ઈમરજન્સી ઘોષિત કરવાનો અધિકાર છે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળા મંત્રીમંડળની લેખિત ભલામણ પર ઈમરજન્સી જાહેર કરી શકાય છે. તે અંતર્ગત નાગરિકોને તમામ મૌલિક અધિકાર બાધિત થઈ જાય છે. જ્યારે સંપૂર્મ દેશ અથવા કોઈ રાજ્ય પર અકાળ, બાહરી દેશોના આક્રમણ અથવા આંતરિક પ્રશાસનિક અવ્યવસ્થા અથવા અસ્થિરતા વગેરે જેવી સ્થિતિ ઊભી થાય,

તે સમયે આ વિસ્તારના તમામ રાજનૈતિક અને પ્રશાસનિક શક્તિઓ રાષ્ટ્રપતિના હાથમાં જતી રહે છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ વાર ઈમરજન્સી લાગૂ ચુકી છે. તેમાં વર્ષ ૧૯૬૨, ૧૯૭૧ તથા ૧૯૭૫માં અનુચ્છેદ ૩૫૨ અંતર્ગત રાષ્ટ્રીય ઈમરજન્સી લગાવી હતી. જણાવી દઈએ કે ૧૯૭૫માં કટોકટી લાગુ કરવાની જાહેરાત અલાહાબાદ હાઈકોર્ટના એક ચુકાદા બાદ આવી હતી.

હાઈકોર્ટે ઈન્દિરાગાંધીના ચૂંટણીને પડકારતી અરજી પર ૧૨ જૂન ૧૯૭૫ના રોજ ચુકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરાગાંધીની રાયબરેલીથી ચૂંટણીને રદ કરી દીધી હતી અને આગામી ૬ વર્ષ સુધી તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. આ પછી ઈન્દિરાગાંધીના રાજીનામાની માંગ શરૂ થઈ ગઈ અને દેશમાં જગ્યા-જગ્યાએ આંદોલનો થવા લાગ્યા.

સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો. આ પછી કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. રાજકીય પક્ષો આને અલોકતાંત્રિક નિર્ણય ગણાવતા ઈન્દિરાસરકાર અને કોંગ્રેસને ઘેરતા રહ્યા. જે પરિસ્થિતિઓમાં કટોકટી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે રીતે વડાપ્રધાન ઈન્દિરાગાંધીએ આની જાણકારી આપી, તે અંગે સવાલો ઉઠ્‌યા. ઈન્દિરાસરકારના નિર્ણયને સરમુખત્યારશાહી ગણાવતા વિવિધ સંગઠનો વિરોધમાં ઉતરી આવ્યા અને ભારે વિરોધ શરૂ થઈ ગયો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.