Western Times News

Gujarati News

ઇન્દિરા IVFએ 75,000 સફળ IVF પ્રેગનન્સિનો આંકડો પાર કર્યો

મુંબઇ, ભારતમાં વંધ્યત્વ સારવાર ક્લિનિક્સની અગ્રણી શ્રૃંખલા ઇન્દિરા આઇવીએફએ તબીબી કુશળતા અને તકનીકી ક્ષમતા દ્વારા 75,000 સફળ આઇવીએફ પ્રેગનેન્સિનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. Indira IVF crosses key milestone of 75000 successful IVF pregnancies

ઇન્દિરા આઇવીએફ એક ઉદ્દેશ્ય સાથે સ્વાસ્થ્ય સેવા સંગઠન સ્વરૂપે ભારતમાં અંતરિયાળ વિસ્તારો સુધી વંધ્યત્વની સારવાર ઉપલબ્ધ કરાવવા ઉપર ગૌરવ અનુભવે છે. વર્ષ 2011માં પોતાની સ્થાપના અને સંપૂર્ણ ભારતમાં 94 કેન્દ્રોની સાથે એક લાખ સાઇકલ્સ હાથ ધરીને આજે ઇન્દિરા આઇવીએફ દેશની સૌથી મોટી અને સૌથી વિશ્વસનીય ફર્ટિલિટિ હોસ્પિટલ શ્રૃંખલા છે.

આ પ્રસંગે ઇન્દિરા આઇવીએફના સ્થાપક અને ચેરમેન ડો. અજય મુર્ડિયાએ કહ્યું હતું કે, “અમને એવાં પરિવારો અંગે વિચાર કરતાં સંતોષ મળે છે કે જેમને અમે અમારા કામથી પ્રભાવિત કર્યાં છે. અમે સમાજમાં વંધ્યત્વ પ્રત્યેના દ્રષ્ટિકોણને બદલવાની શરૂઆત કરી હતી અને અમને ખુશી છે કે અમે સફળ થયાં છીએ તેમજ આ સમસ્યાઓનો ઉકેલ માટે લોકો તબીબી વિજ્ઞાન તરફ વળી રહ્યાં છે.”

ઇન્દિરા આઇવીએફના સહ-સ્થાપક અને સીઇઓ ડો. ક્ષિતિજ મુર્ડિયાએ કહ્યું હતું કે, “આ તમામ સાફલ્યગાથાઓ સફળ ક્લિનિકલ પરિણામો ઉપર અમારા સામૂહિક રીતે અપાયેલા ધ્યાનનું પરિણામ છે. અમે સુનિશ્ચિત કર્યું છે કે અમારી વિશ્વસ્તરીય ટેક્નોલોજી અમારા લક્ષ્યોને હાંસલ કરવાના મુખ્ય સ્રોત બને.

આ ઉપરાંત અમે નવીન હેલ્થકેર ટેક્નોલોજીને સામેલ કરીને થોડાં સમય પહેલાં અમારી સંગઠનાત્મક નિપૂંણતામાં પરિવર્તન કર્યું છે. ગત વર્ષે અમે અમારા પ્રગતિ અને લક્ષ્યોને ઝડપથી પૂર્ણ કરવા માટે એક મજબૂત ટીમની રચના કરી હતી. અમારા કાર્યોનું નેતૃત્વ કરવા માટે વિવિધ ડોમેનના નિષ્ણાંતોને ઇન્દિરા આઇવીએફમાં લાવવા ઉપર અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.”

આ અભૂતપૂર્વ કામગીરી અંગે વાત કરતાં ઇન્દિરા આઇવીએફના સહ-સ્થાપક અને ડાયરેક્ટર નિતિઝ મુર્ડિયાએ કહ્યું હતું કે, “પાછલા કેટલાંક વર્ષોમાં આઇવીએફ સારવારની સફળતાના દરમાં ઘણો સુધારો થયો છે કારણકે મોટાભાગના દંપત્તિ પહેલીવારમાં જ ગર્ભધારણ કરવામાં સક્ષમ બન્યાં છે. વંધ્યત્વ અને આઇવીએફ સારવાર સંબંધિત કલંક અને ગેરમાન્યતાઓ ઘટાડવાની દિશામાં પ્રભાવી કામ કરવા ઉપર અમને ગર્વ છે. અમે અમારા કામથી દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ સકારાત્મક પરિણામ લાવવાનું ચાલુ રાખીશું.”

અત્યાધુનિક માળખાકીય સુવિધા સાથે ઇન્દિરા આઇવીએફ અસંખ્યા દંપત્તિઓને વંધ્યત્વની જટિલ કામગીરીમાં આગળ વધવા અને અંતે પરિવાર પૂર્ણ કરવાના તેમના સપના સાકાર કરવામાં મદદ કરે છે. અહીં ઇંડા અને શુક્રાણુ ફ્રિઝિંગ માટે પરામર્શ અને સુવિધાઓ પણ પ્રદાન કરવામાં આવે છે. તે યુવા પુરુષો અને મહિલાઓ માટે વરદાન સાબિત થઇ રહ્યું છે, જેઓ ફેમિલિ પ્લાનિંગને પોતાના ચોથા દાયકાની શરૂઆત સુધી વિલંબ કરવા માગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.