Western Times News

Gujarati News

દિલ્હીમાં બે જુથ વચ્ચે અંધાધૂધ ફાયરિંગ; ૫ લોકો ઘાયલ

નવી દિલ્હી, સોમવારે રાત્રે ઉત્તર-પૂર્વ દિલ્હીના જ્યોતિ નગર વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલી ગોળીબારની ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે કે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ૩ માર્ચે રાત્રે ૯ વાગ્યે, જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં ગોળીબારની ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. જાણ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે તેના પુત્રને અજાણ્યા લોકોએ ગોળી મારી દીધી છે.

જ્યારે પોલીસ ટીમ પહોંચી ત્યારે ૨ જૂથો વચ્ચે ગોળીબાર થઈ હતી જેમાં ૫ લોકો ઘાયલ થયા હતા.પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળની તપાસ માટે ક્રાઈમ ટીમ અને ફોરેન્સિક એક્સપર્ટને બોલાવવામાં આવ્યા હતા.

પોલીસે આ અંગે જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે ફાયરિંગમાં સંડોવાયેલા શંકાસ્પદોને ઓળખવા અને ધરપકડ કરવા માટે ટેકનિકલ અને મેન્યુઅલ ઇનપુટ્‌સનું વિશ્લેષણ કરવા માટે ટીમોની રચના કરવામાં આવી છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ગોળીબાર પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી અને પોલીસ હાલ જૂની અદાવતનાં કારણની તપાસ કરી રહી છે. સ્થાનિક લોકોની પૂછપરછ અને વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ દરમિયાન પરિસ્થિતિ વધુ તંગ ન બને તે માટે આસપાસના વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.