ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટનો IPO મંગળવાર, 31 ડિસેમ્બર, 2024 ના રોજ ખુલશે
- ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ લિમિટેડ (“કંપની”)ના 10 રૂપિયાની ફેસ વેલ્યુના ઈક્વિટી શેર (“ઈક્વિટી શેર્સ”) દીઠ રૂ.204થી રૂ.215 પ્રતિ ઈક્વિટી શેરની પ્રાઈસ બેન્ડ નિર્ધારિત કરાઈ
- એન્કર ઇન્વેસ્ટર માટે બિડિંગ તારીખ – સોમવાર, 30 ડિસેમ્બર, 2024
- બિડ/ઓફર ખોલવાની તારીખ – મંગળવાર, 31 ડિસેમ્બર, 2024, અને બિડ/ઓફર બંધ થવાની તારીખ – ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025
- ઓછામાં ઓછા 69 ઇક્વિટી શેર અને ત્યાર બાદ 69 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાય છે.
- રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ તારીખ 20 ડિસેમ્બર, 2024 (“આરએચપી”) લિંક:
https://www.indofarm.in/wp-content/uploads/2024/12/RHP_Indo_Farm_Equipment_Limited.pdf
અમદાવાદ, 27 ડિસેમ્બર, 2024: ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ લિમિટેડ (“કંપની”) એ મંગળવાર, તારીખ 31 ડિસેમ્બર, 2024ના રોજ 10 રૂપિયાની ફેસ વેલ્યુના 12,100,000 ઈક્વિટી શેરની પ્રારંભિક જાહેર ઓફર (“ઈક્વિટી શેર્સ”) લાવવાની દરખાસ્ત કરી છે. એન્કર ઈન્વેસ્ટર માટે બિડિંગની તારીખ એ બિડ/ઓફર ખોલવાની તારીખથી કામકાજના એક દિવસ અગાઉ એટલે કે સોમવાર, 30 ડિસેમ્બર, 2024 છે. બિડ/ઓફરની બંધ થવાની તારીખ ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025 છે.
ઑફરની પ્રાઇસ બેન્ડ રૂ.204 પ્રતિ ઇક્વિટી શેરથી રૂ.215 પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. ઓછામાં ઓછા 69 ઇક્વિટી શેર અને ત્યારબાદ 69 ઇક્વિટી શેરના ગુણાંક માટે બિડ કરી શકાય છે.
પ્રારંભિક જાહેર ઓફરમાં 8,600,000 સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુ અને રણબીર સિંહ ખડવાલિયા (“પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર”) દ્વારા 3,500,000 સુધીના ઈક્વિટી શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે.
આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957 ના નિયમ 19(2)(બી)ના સંદર્ભમાં, સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 31 સાથે વાંચવામાં આવતા, સુધારેલા (“એસસીઆરઆર”) મુજબ બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે. જે સેબી આઈસીડીઆર રેગ્યુલેશનના રેગ્યુલેશન 6(1) ના અનુપાલન સાથે અને બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા હશે. જેમાં લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (“ક્યુઆઈબી”, “ક્યુઆઈબી હિસ્સો”)ને ઓફરના 50 ટકાથી વધુ હિસ્સો ફાળવવામાં આવશે નહીં, એવી શરતે કે અમારી કંપની અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર, બીઆરએલએમ સાથે પરામર્શ કરીને,
સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”) અનુસાર વિવેકાધીન ધોરણે એન્કર રોકાણકારોને ક્યુઆઈબી હિસ્સાના 60 ટકા સુધી ફાળવી શકે છે. જેમાંથી એક તૃતીયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી એન્કર ઇન્વેસ્ટરને ફાળવણીની કિંમત અથવા તેનાથી ઉપર પ્રાપ્ત થતી માન્ય બિડને આધીન હશે. એન્કર ઇન્વેસ્ટરના હિસ્સામાં સબસ્ક્રિપ્શન અથવા બિન-ફાળવણીના કિસ્સામાં બેલેન્સ ઇક્વિટી શેર નેટ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી હિસ્સાનો 5 ટકા ભાગ મ્યુચ્યુઅલ ફંડ્સને માત્ર પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. બાકીનો ચોખ્ખો ક્યુઆઈબી હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત પર અથવા તેનાથી ભાવે મળેલી માન્ય બિડ્સને આધિન રહેશે.
જોકે, મ્યુચ્યુઅલ ફંડની એકંદર માંગ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા કરતા ઓછી હોય, તો મ્યુચ્યુઅલ ફંડ ભાગમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના ક્યુઆઈબીના હિસ્સામાં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત ઓફરનો 15 ટકાથી વધુ હિસ્સો બિન-સંસ્થાકીય બિડર્સ માટે પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે નહીં તથા ઓફરના 35 ટકાથી વધુ હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સ (“આરઆઈબી”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે નહીં, જે સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ હશે અને તેમની પાસેથી ઑફર કિંમત અથવા તેનાથી ઉપરની પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધિન હશે.
તમામ સંભવિત બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય) એ પોતાના સંબંધિત એએસબીએ એકાઉન્ટ્સની વિગતો આપતી એપ્લિકેશન સપોર્ટેડ એપ્લિકેશનનો ફરજિયાત ઉપયોગ કરવો જરૂરી છે, તથા આરઆઈબી યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરતા હોય તો તેવા કિસ્સામાં યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરવાનો રહેશે, જેમાં સંબંધિત બિડની રકમને એસસીએસબી દ્વારા અથવા યુપીઆઈ મિકેનિઝમ, જે લાગુ પડતું હોય, તેના દ્વારા બ્લોક કરવામાં આવશે, જે સંબંધિત બિડની રકમની મર્યાદા સુધી હશે. એન્કર રોકાણકારોને એએસબીએ પ્રોસેસ દ્વારા ઓફરમાં ભાગ લેવાની પરવાનગી નથી.
કંપનીના ઈક્વિટી શેરને બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ (“એનએસઈ”, બીએસઈની સાથે “સ્ટૉક એક્સચેન્જિસ”) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. આર્યમાન ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ આ ઑફર માટે બુક રનિંગ લીડ મેનેજર (“બીઆરએલએમ”) છે.