Western Times News

Gujarati News

કેનન ઈન્ડિયા એમ્બેસેડર્સ દ્રારા AMA ખાતે ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન, ગુજરાતે કેનન ઈન્ડિયા પ્રા. લિ.ના સહયોગથી “ઇન્ડો-જાપાન ફોટો-ફેસ્ટ ૨૦૨૩”નું આયોજન કર્યું છે. આના ભાગરૂપે જૂન ૧૭, ૨૦૨૩ના રોજ સવારે ૧૦થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી કેનન ઇન્ડિયાના એમ્બેસેડર અને અગ્રણી ફોટોગ્રાફર શ્રી સૌરભ દેસાઈ, EOS માસ્ટ્રો દ્રારા  “વિઝ્યુઅલ આર્ટ ફોટોગ્રાફી” અને

INDO-JAPAN FOTO-FEST 2023: PHOTOGRAPHY WORKSHOPS by Canon India Ambassadors

શ્રી ઐશ્વર્યા નાયક, EOS ઈન્ફ્લુએન્સર દ્રારા “ફેશન ફોટોગ્રાફી, વ્લોગિંગ અને મોનેટાઈઝિંગ” પરના ફોટોગ્રાફી વર્કશોપનું  આયોજન કરવામાં આવ્યું છે. ઈન્ડો-જાપાન ફોટો-ફેસ્ટ એ ફોટોગ્રાફી આર્ટના પ્રસાર દ્રારા જાપાન-ભારત મિત્રતાના હેતુને સમર્થન આપવા માટેની એક અનન્ય અને કલ્પનાશીલ પહેલ છે.

આ કાર્યક્રમનું આયોજન  એએમએના ઝેન-કાયઝેનની બીજી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવ્યુ છે, જેનું ઉદ્ઘાટન ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્રારા ૨૭મી જૂન, ૨૦૨૧ના રોજ કરવામાં આવ્યું હતું. વધુ વિગતો માટે કૃપા કરીને અમને ૦૭૯-૨૬૩૦૮૬૦૧ અથવા ૭૨૦૩૦૩૦૯૯૦ પર કૉલ કરો.

શનિવાર, ૧૭મી જૂન ૨૦૨૩ (સવારે ૧૦થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી) પ્રવેશ: નોંધણીના આધારે અને ૧૮ વર્ષ અને તેથી વધુ માટે સ્થળ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA), અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.