ઈન્ડોનેશિયાના હેકરોના નિશાને સરકારી વેબસાઈટ

૧ર,૦૦૦ વેબસાઈટ પર જાેખમ હોવાનું એલર્ટ જારી કરવામાં આવ્યું
(એજન્સી)નવીદિલ્હી, ભારતીય સાઈબર અપરાધ સમન્વય કેન્દ્ર આઈફોરસીએઅ ૧ર,૦૦૦ ભારતીય સરકારી વેબસાઈટને લઈને એલર્ટ જારી કર્યું છે.
આ સરકારી વેબસાઈટ ઈન્ડોનેશીયન હેકરર સમુહના નિશાન છે અને તેને હેક કરવામાં આવે તેવું જાેખમ વ્યકત કરવામાં આવી રહયું છે. આઈફોરસીએ એલર્ટ ભારત સરકારની સંસ્થા સીઈઆરટી એટલે કે કોમ્યુટર રીસ્પોન્સ ટીમને જારી કર્યું છે. એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્ડોનેશીયન હેકર ગ્રુપ ભારતની ૧ર,૦૦૦ સરકારી વેબસાઈટને નિશાન બનાવી શકે છે.
એલર્ટમાં સંબંધીત સરકારી અધિકારીઓને ઉપાય અને પુર્વ તૈયારીના આગ્રહ કરતા કહેવામાં આવ્યું છે કે હેકર્સ દ્વારા રાજય અને કેન્દ્ર સરકારની વેબસાઈટોને સંભવીત રૂપે ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે એક રેનસમેવર હુમલાને એમ્સની વ્યવસ્થાને ઠપ કરી દીધી હતી. કુલ મળીને ર૦રરમાં વિભીન્ન સરકરીર સંગઠનો ઉપર ૧૯ રેન્સમવેર હુમલાની સુચના ભારત સરકરને આપવામાં આવી હતી. જે પહેલાની તુલનાએ ત્રણ ગણી વધારે હતી.
આઈફોરસી એલર્ટ અનુસાર હેકટીવીસ્ટ સંગઠન ડીસ્ટ્રીબ્યુટર્સ ડીનીાયલ ઓફ સર્વીસ અને હુમલા કરી રહયું હતું. જેમાં જાણીજાેઈને કોમ્પ્યુટર નેટવર્કને એઅક સાથે મોકલેલા ડેટાથી ભરી દેવામાં આવે છે. એલર્ટ અનુસાર હેકિવીસ્ટે કથીત રીતે એવી વેબસાઈટની યાદી પોસ્ટ કરી હતી.
જેને ટાર્ગેટ કરવાનો દાવો કરવામાં આવી રહયો હતો. આ યાદીમાં રાજય અને કેન્દ્ર સરકારની વેબસાઈટો સામેલ હતી.