મચ્છરોના ઉપદ્રવ સામે પશ્ચિમ અમદાવાદમાં 2.60 કરોડના ખર્ચે ઈનડોર થર્મલ ફોગિંગ કરાશે
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશના સત્તાવાળાઓ દ્વારા હવે બારમાસી બનેલા મચ્છરજન્ય રોગચાળા સામેલડત આપવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે,જેજના પગલે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળા પર અમુકઅંશે નિયંત્રણ મૂકવામાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગ સફળ નીવડ્યો છે.તંત્ર દ્વારા અગાઉ ઘેર ઘેર ફરીને જંતુનાશક દવાનો છંટકાવ કરવાને લગતા ટેન્ડરને મંજૂરી અપાઈ હતી.
તંત્રનો મેલેરિયા સામેનો આ જંગ વધુ આગળ વધ્યો છે. હવે સત્તાવાળાઓએ ઘેર ઘેર ફરીને ઈનડોર થર્મલ ફોગિંગની કામગીરી હાથ ધરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે,જે મુજબ પશ્ચિમ અમદાવાદમાં આવેલા પશ્ચિમ ઝોન સહિતના ત્રણ ઝોન માટે રૂ. ૨.૬૦ કરોડનો ખર્ચક રવામાં આવશે. તંત્ર દ્વારા પશ્ચિમ અમદાવાદના પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોન એમ ત્રણ ઝોનમાં ઘેર ઘેર જઈ રહેણાક તથા બિનરહેણાક ઓરડાઓમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કવાયત હાથ ધરાઈ છે.
ઈનડોર રેસિડ્યુઅલ સ્પ્રે, એટલે કે આઈઆરએસ કરાવવા માટે તંત્રએ ટેન્ડર બહાર પાડ્યાં હોઈ કુલ રૂ. ૬૭ લાખનો ખર્ચ આ માટે થનાર છે.હવે સત્તાવાળાઓએ ઈનડોર થર્મલ ફોગિંગની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. પશ્ચિમ ઝોનમાં આવેલા વોર્ડના રહેણાક મકાનોમાં હેન્ડ ઓપરેટેડ પોર્ટેબલ થર્મલ ફોગિંગ મશીનથી ઈનડોર ફોગિંગની કામગીરી માટેના ટેન્ડરની અર્નેસ્ટ મની ડિપોઝિટ રૂ. ૨.૮૮ લાખ છે,જ્યારે ટેન્ડર ફી રૂ.. ૨૪૦૦ નક્કીક રાઈ છે.
આ માટે તા. ૧૯ માર્ચ સુધીમાં ઓનલાઈન ટેન્ડર ભરી શકાશે, જ્યારે ફિઝિટકલ ટેન્જર જમા કરવાની તા.૨૧ માર્ચ છે, સત્તાવાળાઓ દ્વારા આવેલાં ટેન્ડરોને ટેકનિકલ બિડ માટે ૨૨ માર્ચે ખોલવામાં આવશે.પશ્ચિમ ઝોનમાં ઈનડોર થર્મલ ફોગિંગ માટે જરુરી પોર્ટેબલ ફોગિંગ મશીનની સંખ્યા૨૫થી નિર્ધારિત કરાઈ છે. આ ઝોનમાં ઈનડોર થર્મલ ફોગિંગ માટે રૂ. ૯૭ લાખનું ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે.
જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનના તમામ વોર્ડનાં રહેણાક મકાનોમાં હેન્ડ ઓપરેટેડ પોર્ટેબલ થર્મલ ફોગિંગ મશીનથી ઈનડોર ફોગિંગની કામગીરી કરવા માટે રૂ. ૯૭ લાખના ટેન્ડર બહાર પડ્યાં છે. આ ઝોન માટે પણ અર્નેસ્ટ મની ડિપોઝઇટ રૂ. ૨.૮૮ લાખ અને ટેન્ડર ફી રૂ. ૨૪૦૦ રખાઈ છે,જ્યારે ઓનલાઈન ટેન્ડર, ફિઝિકલ ટેન્ડર અને ટેકનિકલ બિડ ધરાવતાં ટેન્ડર ખોલવાની તારીખો પશ્ચિમ ઝોનની જેમ જ યથાવત રખાઈ છે.