Indore: ટેસ્ટમાં Team Indiaનો નવ વિકેટથી પરાજય થયો
નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાને નવ વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે તેણે શ્રેણીમાં વાપસી કરી લીધી છે. આ સીરિઝમાં ભારત ૨-૧થી આગળ છે. ઓસ્ટ્રેલિયાને બીજી ઇનિંગમાં જીતવા માટે ૭૬ રનનો ટાર્ગેટ મળ્યો હતો. Indore: TEAM India lost nine wickets in Test
તેણે મેચના ત્રીજા દિવસે (શુક્રવારે) ૭૮ રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. હવે બંને દેશો વચ્ચે ચોથી ટેસ્ટ ૯ માર્ચથી અમદાવાદમાં રમાશે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે લંચ પહેલા મેચ સમાપ્ત કરી દીધી હતી. તેણે ૧૮.૧ ઓવરમાં ૭૬ રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. કાંગારૂ ટીમે એક વિકેટ પર ૭૮ રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ ૫૩ બોલમાં ૪૯ રન બનાવીને અણનમ રહ્યો હતો.
જ્રયારે માર્નસ લાબુશેને અણનમ ૨૮ રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા ખાતું ખોલાવી શક્યો ન હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં વાપસી કરી લીધી છે. પ્રથમ બે ટેસ્ટ જીત્યા બાદ પણ ભારત ૨-૧થી આગળ છે.
હવે બંને દેશો વચ્ચે ચોથી ટેસ્ટ ૯ માર્ચથી અમદાવાદમાં રમાશે. ભારતે પ્રથમ દાવમાં ૧૦૯ રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ૧૯૭ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે ૮૮ રનની લીડ મળી હતી. આ પછી ભારતીય ટીમ બીજા દાવમાં ૧૬૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેને ૭૫ રનની લીડ બનાવી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ જીતવા માટે ૭૬ રનનો ટાર્ગેટ મળ્યો હતો.
જવાબમાં કાંગારૂ ટીમે ૧૮.૫ ઓવરમાં એક વિકેટે ૭૮ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો.
અહીં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરોની સામે રોહિત અને શુભમનની જાેડીએ ઝડપી ૨૭ રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ કેપ્ટન સ્ટીવ સ્મિથે બોલ પોતાના સ્પિનરોને સોંપતા જ ભારતીય બેટ્સમેનોની હાલત ખરાબ થઈ ગઈ હતી. ૧૮ રનની અંદર ટીમ ઈન્ડિયાએ પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
આ પછી નીચલા ક્રમના બેટ્સમેનોએ થોડો સંઘર્ષ કર્યો પરંતુ તેઓ ટીમ ઈન્ડિયાને ૧૦૯ રન સુધી જ લઈ જઈ શક્યા. મેથ્યુ કુહનેમેને ૫, નાથન લિયોને ૩ અને ટોડ મર્ફીને ૨ વિકેટ મળી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં સારી શરૂઆત કરી હતી.
ઉસ્માન ખ્વાજા (૬૦), માર્નસ લાબુશેન (૩૧) અને સ્ટીવ સ્મિથ (૨૬)ની ઇનિંગ્સને કારણે પ્રથમ દિવસની રમતના અંતે ૪ વિકેટ ગુમાવીને ૧૫૬ રન બનાવ્યા હતા. પરંતુ બીજા દિવસે ઓસ્ટ્રેલિયા તેના સ્કોરમાં માત્ર ૪૧ રન જ ઉમેરી શક્યું અને ૧૯૭ રનમાં ઓલઆઉટ થઈ ગયું.
ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં જાડેજાએ ૪ અને ઉમેશ યાદવ અને અશ્વિને ૩-૩ વિકેટ લીધી હતી. મેચના બીજા દિવસના પહેલા સેશનમાં ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગની શરૂઆત થઈ હતી. અહીં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો ફરી એકવાર નિષ્ફળ રહ્યા અને ચેતેશ્વર પૂજારા (૫૯) સિવાય અન્ય કોઈ બેટ્સમેન પીચ પર લાંબો સમય ટકી શક્યો નહીં.
પરિણામ એ આવ્યું કે બીજા દિવસની રમત પૂરી થાય તે પહેલા જ સમગ્ર ભારતીય ટીમ ૧૬૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અહીં નાથન લિયોને ૮ વિકેટ ઝડપી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાને મેચના ત્રીજા દિવસે માત્ર ૭૬ રન બનાવવાનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે એક વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધો હતો.SS1MS