Western Times News

Gujarati News

330 સરકારી શાળાઓમાં પોર્ટેબલ લાઈબ્રેરીઓ સ્થાપવામાં ઈન્ડસ ટાવર્સ પ્રથમ બુક્સ સાથે સહયોગ કરશે

ઈન્ડસ ટાવર્સે પ્રથમ બુક્સ સાથે સહયોગમાં ગુજરાતમાં લાઈબ્રેરી-ઈન-અ-ક્લાસરૂમ પહેલ શરૂ કરી

ગુજરાતના શિક્ષણ મંત્રી (પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત) પ્રો. ડો. કુબેરભાઈ મનસુખભાઈ દિંડોર દ્વારા પહેલનું ઉદઘાટન.

રાજ્યની 50,000 શાળાના બાળકોને લાભ આપવા માટે 330 સરકારી શાળાઓમાં પોર્ટેબલ લાઈબ્રેરીઓ સ્થાપવામાં આવશે.

કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)ના ભાગરૂપે ઈન્ડસ ટાવર્સ લિમિટેડ દ્વારા ગુજરાતમાં લાઈબ્રેરી-ઈન-અ- ક્લાસરૂમ લોન્ચ કરવા માટે પ્રથમ બુક્સને ટેકો આપવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ પોર્ટેબલ રીડિંગ કોર્નર્સ રાજ્યની 330 સરકારી શાળાઓમાં સ્થાપવામાં આવશે,

જેનાથી 50,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. આ પહેલનું ઉદઘાટન ગાંધીનગર જિલ્લાના કલોલમાં એક કાર્યક્રમમાં ગુજરાતના સન્માનનીય શિક્ષણ મંત્રી પ્રો. ડો. કુબેરભાઈ મનસુખભાઈ દિંડોરને હસ્તે કરાયું હતું. પુરસ્કાર વિજેતા બાળકોની પુસ્તકોની પ્રકાશક પ્રથમ બુક્સ અને ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ભારતની અગ્રણી પ્રદાતા ઈન્ડસ ટાવર્સ વચ્ચે આ ભાગીદારીનું લક્ષ્ય વાંચનની ખુશીનું આદાનપ્રદાન કરવા માટે દરેક બાળકના હાથોમાં પુસ્તક મૂકવાનું છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020 સર્વ બાળકો માટે 2025 સુધી પાયાકીય સાક્ષરતાનું લક્ષ્ય હાંસલ કરવા સારા જથ્થા સાથેની શાળાની લાઈબ્રેરીઓના મહત્ત્વ પર ભાર આપવાનું છે. તે યુવા વયથી જ ખુશી માટે વાંચનની આદત પોષવા માટે શાળામાં ચોક્કસ કલાકો અલગ રાખીને

દેશભરમાં વાંચનની સંસ્કૃતિ નિર્માણ કરવા માટે બધી સ્થાનિક ભાષાઓમાં બાળકોનું ગુણવત્તાયુક્ત સાહિત્ય ઉપલબ્ધ કરવાની ભલામણ કરે છે. વાર્તાઓ અને વાંચન બાળકોની વૃદ્ધિ અને વિકાસનો મહત્ત્વપૂર્ણ ભાગ છે, જે તેમને શબ્દભંડોળ નિર્માણ કરવા, વાર્તાઓ અને તેમના પોતાના જીવન વચ્ચે જોડાણ પ્રેરિત કરવા

અને અલગ અલગ લોકો જુદી જુદી બાબતો વિશે કઈ રીતે સમજે છે તે માટે પ્રોત્સાહન આપવાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. બાળકો વધુ વાંચે તેઓ વધુ સારી રીતે ભણે છે અને શાળા સાથે જીવનમાં પણ સફળ થવાની વધુ શક્યતા હોય છે.

પ્રથમ બુક્સનો લાઈબ્રેરી- ઈન- અ- ક્લાસરૂમ મોટા ભાગની સરકારી અને એફોર્ડેબલ ખાનગી શાળા સામનો કરે તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનોની તંગીને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યા છે અને પ્રથમ બુક્સનાં 100થી વધુ રંગબેરંગી, રોચક વાર્તાપુસ્તકો દીવાલ પર પ્રદર્શિત કરતી પોર્ટેબલ લાઈબ્રેરી છે.

લાઈબ્રેરી- ઈન- અ- ક્લાસરૂમ સાથે બાળકો મુદ્રિત પુસ્તકોનું મૂલ્યવાન પ્રત્યક્ષ સાંનિધ્ય માણે છે, જેને લઈ તે વાંચવા અને ભાવનાત્મક અને બૌદ્ધિક રીતે વિકાસ કરવા પ્રોત્સાહન મળે છે. વૈશ્વિક સંશોધનો સૂચવે છે કે લાઈબ્રેરી જેવું ફક્ત વાતાવરણ પૂરું પાડવાથી પણ બાળકોને વધુ સમય વાંચનમાં વિતાવવા પ્રોત્સાહન મળે છે અને આ પહેલનું લક્ષ્ય બાળકોને કબાટમાં બંધ રાખવાને બદલે વાર્તાપુસ્તકો દીવાલ પર આકર્ષક રીતે પ્રદર્શિત કરીને મુક્ત રીતે આદાનપ્રદાન કરવા જગ્યા અને તક આપે છે.

લાઈબ્રેરીઓમાં વાર્તાનાં પુસ્તકો અલગ અળગ ભાષામાં વાંચવાના અલગ અલગ સ્તર માટે ઓફર સાથે તેમ જ પર્યાવરણ, સંવર્ધન અને વાઈલ્ડલાઈફથી સ્ટેમ, સામાજિક અને ભાવનાત્મક અભ્યાસ અને પ્રાણીઓ પ્રત્યે અનુકંપાની થીમોની વ્યાપક શ્રેણી પર પુસ્તકો સાથે શાળા અને ક્લાસરૂમની ચોક્કસ જરૂરતોને અનુકૂળ હોય છે.

કાર્યક્રમમાં કલોલના વિધાનસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, સમગ્ર શિક્ષા અભિયાનના સેક્રેટરી શ્રી મહેશ મહેતા અને ગાંધીનગરના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી એન પ્રજાપતિએ કાર્યક્રમમાં હાજર સહભાગીઓને આ પહેલ વિશે મૂલ્યવાન માહિતી આપી હતી અને પ્રથમ બુક્સ અને ઈન્ડસ ટાવર્સના પ્રયાસોને બિરદાવ્યા હતા.

આ કાર્યક્રમમાં સન્માનનીય શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ મનસુખભાઈ દિંડોરે હાજરી આપી હતી, જેમણે હાજર સહભાગીઓને આ પહેલ પર મૂલ્યવાન અંતર્દ્રષ્ટિ આપી હતી અને પ્રથમ બુક્સ તેમ જ ઈન્ડસ ટાવર્સના પ્રયાસોની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે, “ઈન્ડસ ટાવર્સ અને પ્રથમ બુક્સ દ્વારા આ અદભુત પહેલ છે. ખાસ કરીને ઈન્ડસ ટાવર્સ જેવી અગ્રણી કોર્પોરેટ તેમના સીએસઆર પ્રોગ્રામ થકી આવાં પગલાં લે છે તે બહુ સારી વાત છે, જેનાથી બાળકોમાં વાંચનની આદત કેળવાશે અને તેમને તેને આજીવન લાભ થશે. ઉપરાંત આ પોર્ટેબલ લાઈબ્રેરીઓમાં બાળકોને સુસંગત વિષયોનાં પુસ્તકો રખાશે, જેનાથી બાળકોનું વિધિસર શિક્ષણ વધશે અને વિવિધ ક્ષેત્રો વિશે તેમની ઉત્સુકતા વધશે. ઈન્ડસ ટાવર્સ આખા રાષ્ટ્રને કનેક્ટિવિટી આપવાનું ઉત્તમ કામ કરી રહી છે. ”

પ્રથમ બુક્સના સીઈઓ હિમાંશુ ગિરિએ જણાવ્યું હતું કે, “અમને આ પહેલ થકી ગુજરાતમાં બાળકો સાથે ઉચ્ચ સ્તરે વાંચનની ખુશી આદાનપ્રદાન કરવાની ખુશી છે. ઈન્ડસ ટાવર્સ જેવા સમવિચારી ભાગીદારો સાથે અમારા પ્રવાસમાં અમે ક્લાસરૂમમાં લાઈબ્રેરીઓ મૂકીને યુવા વયથી બાળકોમાં વાંચનની ખુશીને પોષીશું. આ રીડિંગ કોર્નર્સ સ્થાપવાનું કારણ વાર્તાઓ અને વાંચન બાળકોની વૃદ્ધિ અને વિકાસનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. વાર્તાઓ વાંચવાથી શબ્દભંડોળ નિર્માણ કરવામાં મદદ થાય છે, બાળકોને વાર્તાઓ અને તેમના પોતાના જીવન વચ્ચે જોડાણ બનાવવામાં મદદ થાય છે અને તેમનાથી અલગ લોકો અલગ અલગ બાબતો કઈ રીતે જુએ છે તે સમજવામાં તેમને મદદ થાય છે. બાળકો વાંચે તેઓ સારો વિચાર કરી શકે. તેઓ બહુ આસાનીથી પોતાને વ્યક્ત કરી શકે અને સ્વતંત્ર ભણનાર બની શકે છે.”

ઈન્ડસ ટાવર્સના ગુજરાતના સર્કલ સીઈઓ મંજૂષ મેથ્યુઝે જણાવ્યું હતું કે, “તેની સીએસઆર પહેલો થકી ઈન્ડસ સંસ્થાઓ, કર્મચારીઓ, ગ્રાહકો, હિસ્સાધારકો અને સમુદાયના સભ્યોમાં આદાનપ્રદાન કરેલા મૂલ્યને મહત્તમ બનાવવામાં વિશ્વાસ ધરાવે છે. અમે શાલાઓમાં દીવાલો પર લટકતી અને પુસ્તકોના વિવિધ પ્રકારને પ્રત્યક્ષ સાંનિધ્ય આપીને 100થી વધુ રંગબેરંગી અને સહભાગી વાર્તાપુસ્તકો પ્રદર્શિત કરતી પોર્ટેબલ લાઈબ્રેરી એવી લાઈબ્રેરી- ઈન- અ- ક્લાસરૂમ રજૂ કરવા માટે ગુજરાત રાજ્યના આભારી છીએ. અમને હજારો બાળકોમાં વાંચનની આદતોને સંભવિત રીતે કેળવી શકતી આ પહેલ માટે પ્રથમ બુક્સ સાથે ભાગીદારી કરવાની પણ ખુશી છે.

ઈન્ડસ ટાવર્સ કેરળ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં આ પહેલનો અમલ કરવા માટે પ્રથમ બુક્સને ટેકો આપશે. તેણે અગાઉ આ વર્ષે ગોવામાં આ પહેલ શરૂ કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.