ઇન્ડસ યુનિવર્સિટીનો આઠમો દીક્ષાંત સમારોહ યોજાયો: ૯૦૦થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રીઓ પ્રદાન કરવામાં આવી
હીરા ઉદ્યોગપતિ શ્રી ગોવિંદ ધોળકીયાએ મુખ્ય અતિથિ તરીકે ૯૦૦થી વધુ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી
અમદાવાદ, અમદાવાદમાં સ્થિત ઇન્ડસ યુનિવર્સિટીનો આઠમો દીક્ષાંત સમારોહ ૨૯મી ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ યોજાયો. આ પ્રસંગે, આંતરરાષ્ટ્રીયરીતે પ્રખ્યાત વ્યક્તિત્વ, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના સ્થાપક અને અધ્યક્ષ અને રાજ્યસભાના સંસદ સભ્ય શ્રી ગોવિંદ ધોળકીયાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને પ્રસંગની શોભા વધારી હતી..
તેમણે તેમના ભાષણમાં વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે , “તમે માત્ર સ્નાતકો જ નથી; તમે ભવિષ્યના નેતાઓ, સંસોધકો, અને પરિવર્તનકારકો છો જેઓ નવી જ દુનિયાને આકાર આપશે.” Indus University’s 8th Convocation Held: Over 900 Students Conferred Degrees
આ આઠમા દીક્ષાંતમાં, ઇન્ડસ યુનિવર્સિટી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ના ૯૦૦થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રીઓ પ્રદાન કરવામાં આવી. આ દીક્ષાંત સમારોહમાં ૨૨ વિદ્યાર્થીઓને તેમની પીએચ.ડી. ડિગ્રીઓ પણ પ્રદાન કરવામાં આવી. ઉપરાંત, વિવિધ વિદ્યાશાખાઓના ૧૫ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ૬ વિદ્યાર્થીઓને મેમોરીયલ એવોર્ડસ પ્રદાન કરવામાં આવ્યા.
તદુપરાંત સમાજ અને વિશ્વને તેમના યોગદાન માટે બે જાણીતા વ્યક્તિત્વોને માનદ પીએચ.ડી. ડિગ્રી પ્રદાન કરવામાં આવી. તુર્કીના યાપી મેર્કેઝી કન્સ્ટ્રક્શન & ઇન્ડસ્ટ્રી .ના ઉપાધ્યક્ષ અને જાણીતા સિવિલ ઇજનેર શ્રી એર્દેમ એરિઓગ્લુ અને જાણીતા સમાજ સેવક શ્રીમતી ઇન્દુમતી કાતદારેને આ સન્માન પ્રદાન કરવમ આવ્યું.
ઇન્ડસ યુનિવર્સિટીના પ્રેસિડેન્શિયલ સેક્રેટરિયેટ, ડૉ. નાગેશ ભંડારી, અને ડૉ. રિતુ ભંડારી, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્યો, અને વિવિધ ક્ષેત્રોના અનેક મહાનુભાવો પણ આ ભવ્ય દીક્ષાંત સમારોહમાં હાજર રહ્યા. ઉપરાંત, ઇન્ડસ યુનિવર્સિટીનુના આઠમાં દીક્ષાંત સમારોહનું યુનિવર્સિટીની YouTube ચેનલ પરથી લાઈવ ટેલિકાસ્ટ પણ યોજાયું હતું;જેથી મિત્રો, પરિવારજનો , અને શુભેચ્છકો વિશ્વભરમાંથી સ્નાતકોની સિદ્ધિઓના સાક્ષી બની શકે.
હીરા ઉદ્યોગપતિ શ્રી ગોવિંદ ધોળકીયાએ મુખ્ય અતિથિ તરીકે ૯૦૦થી વધુ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી.. ૨૯-૦૨-૨૦૨૪, અમદાવાદ: અમદાવાદમાં સ્થિત ઇન્ડસ યુનિવર્સિટીનો આઠમો દીક્ષાંત સમારોહ ૨૯મી ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ યોજાયો..
આ પ્રસંગે, આંતરરાષ્ટ્રીયરીતે પ્રખ્યાત વ્યક્તિત્વ, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના સ્થાપક અને અધ્યક્ષ અને રાજ્યસભાના સંસદ સભ્ય શ્રી ગોવિંદ ધોળકીયાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને પ્રસંગની શોભા વધારી હતી.. તેમણે તેમના ભાષણમાં વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે , “તમે માત્ર સ્નાતકો જ નથી; તમે ભવિષ્યના નેતાઓ, સંસોધકો, અને પરિવર્તનકારકો છો જેઓ નવી જ દુનિયાને આકાર આપશે.”