Western Times News

Gujarati News

વંધ્યત્વની સમસ્યા-સંતાન પ્રાપ્તિમાં બાધક રતવા

વંધ્યત્વ- Infertility : આપણા સમાજમાં દસમાંથી એક દંપતી વંધ્યત્વની સમસ્યાવાળું હોવાનું એક સર્વે અનુસાર જાણવા મળ્યું છે/ જ્યારે સ્ત્રી ગર્ભવતી ન થતી હોય ત્યારે એકલી સ્ત્રીનો જ વાંક કાઢી એના પર જ દોષારોપણ થતું હોય છે.

પુરુષના વીર્યમાંના શુક્રાણુ-Sperm પૂરતાં ના હોય, તેનો અભાવ હોય કે તેની હલન-ચલન શક્તિ- Motilityનબળી હોય ત્યારે સ્ત્રીબીજ બરાબર હોય તો પણ ગર્ભ રહેવાની શક્તાઓ ઓછી રહે છે.

એવી જ રીતે સ્ત્રીના અંડાશયમાંથી એક તંદુરસ્ત બીજ નીકળે અને તે બીજ-Ovumબીજ વાહિનીમાં પહોંચે અને શુકાણું તેને ફલિત-fertilize કરે અને ફલિત બીજ ગર્ભાશયમાં જઈને વૃદ્ધિ પામે એ પણ ખૂબ Structural- વિકૃતિ સ્ત્રી કે પુરુષમાં જોવા ન મળે તો અગ્નિપુરાણમાં દર્શાવેલો અશ્વગંધાનો ઉપચાર સ્ત્રી અને પુરુષ બંનેમાં ઉપયોગી થઈ શકે તેવો છે?

‘રતવા’ એ લોક ભાષામાં વપરાતો એક પ્રચલિત શબ્દ છે. રતવામાં રક્ત ઉપરાંત તેની સાથે જોડાયેલું પિત્ત પણ પ્રકુપિત થતું હોય છે. પિત્ત વધી જવાથી પેટમાં બળતરા અને ખાટા ઓડકારની તકલીફ થાય છે તેમ પિત્તના કારણે યોનિપથમાં ખટાશ યુક્ત એસિડિક સ્રાવ શરૃ થઈ જાય છે. અને અંદરથી ખાટી કે વિચિત્ર ગંધ પણ આવે છે.

ગર્ભ ધારણ માટે આમ તો એક જ અણુ (શુક્રાણુ-સ્પર્મ)ની જરૃર હોય છ પણ એટલો એક અણુય અંદર ટકી શકતો નથી. આવી સ્થિતિ માટે આયુર્વેદમાં વામિની યોનિ શબ્દ પ્રયોજાય છે. યોનિ તથા ગર્ભાશયમાં વાયુની વૃદ્ધિ થવાથી આ વિકૃતિ થાય છે. પ્રકુપિત થયેલો વાયુ સમાગમ પછી સ્ખલિત થયેલા વીર્યને પૂરેપૂરું બહાર ફેંકી દે છે. લગ્ન પછી લાંબા સમય સુધી બાળક ન થાય અથવા તો ગર્ભ રહેવા છતાં પૂરા સમય સુધી ટકે નહીં અને ગર્ભસ્રાવ કે ગર્ભપાત થઈ જતો હોય તેવી સ્થિતિમાં ગ્રામીણ બહેનો આવી સ્ત્રીને કોઠે રતવા છે એવું તારણ કાઢતી હોય છે.

અને પોતાની મતિ અનુસાર કે અનુભવના આધારે એના ઉપચાર પણ સૂચવતી હોય છે. આ રોગમાં યોનિ, ગર્ભાશય તથા બીજ વાહિની જેવા જનનાંગોમાં રક્ત તથા વાયુની વૃદ્ધિ કે વિકૃતિ થતી હોય છે અને એ કારણે ગર્ભ ધારણ થવામાં કે ધારણ થયા પછી ટકી રહેવામાં બાધા ઊભી થતી હોય છે.  ‘રત + વા’ શબ્દ રક્ત એટલે કે લોહી (તથા તેની સાથે જોડાયેલું પિત્ત) અને ‘વા’ અર્થાત્ વાયુનું અપભ્રંશ પામેલું એક સંયુક્ત અને શાસ્ત્રીય રૃપ છે.

વમન શબ્દ પરથી વામિની યોનિ નામ બન્યું છે. વમન માટે ગુજરાતીમાં ઊલટી શબ્દ પ્રયોજાય છે. કશુંક ખાધા કે પીધા પછી ઊલટીના દરદીને જેમ તરત બહાર નીકળી જતું હોય છે તેમ સમાગમ-સંભોગ પછી વીર્ય અંદર ટકી શકતું નથી અને પૂરેપૂરું બહાર નીકળી જાય છે.

એસિડમાં કોઈપણ જીવાણુને નાખવાથી જેમ તરત જ તેનો નાશ થાય છે તેમ યોનિપથમાં થતા એસિડિક સ્રાવમાં સમાગમ પછી જે શુક્રાણુ-સ્પર્મ દાખલ થાય તે અંદરની ગરમી તથા ખટાશના કારણે પડતાની સાથે જ મરી જાય છે અને એટલે રિપોર્ટમાં બધું જ નોર્મલ આવવા છતાં સ્ત્રીને ગર્ભ રહી શકતો નથી. આયુર્વેદમાં વંધ્યત્વના જે અનેક કારણો આપવામાં આવ્યા છે તેમાં આ એક અગત્યનું કારણ છે અને તેની મૂળગામી સારવાર પણ સૂચવી છે.

રતવાના ઉપચાર અંગે વિચારતાં પહેલાં વામિની યોનિ ની જેમ જ એક પુત્રઘ્ની યોનિ નામનો રોગ પણ સમજી લેવા જેવો છે. આ વ્યાધિમાં બાળક જન્મે તો પણ જીવી શકતું નથી. દરેક પ્રસૂતિ પછી થોડા સમયમાં જ માતાની ગોદ ખાલી થઈ જાય છે. ગર્ભ ધારણમાં મુશ્કેલીઓ ઘણા શારીરિક, માનસિક અને વાતાવરણીય કારકો હોય છે કે જે પુરુષ અને મહિલાઓમાં પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરે છે.

અમે આપને બતાવીએ છીએ પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરનાર. આયુર્વેદ અનુસાર આ ફૂડ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે. યૌન અંગોનું આરોગ્ય-મહિલાઓમાં ગર્ભાશય અને પુરુષોમાં વીર્યનું સ્વસ્થ હોવું ગર્ભ ધારણ માટે ખૂબ જરૂરી છે. પોષણની ઉણપ, યોગ્ય પાચન ન થવું અને શરીરમાંથી ઝેરી પદાર્થોનું ન નિકળવું ગર્ભાશય તથા વીર્યનાં આરોગ્યને પ્રભાવિત કરે છે.

ભાવનાત્મક જોડાણની ઉણપ, એવી વ્યક્તિથી સેક્સ કરવું કે જેને આપ ઓછું ચાહો છો કે ભાવનાત્મક રીતે જોડાણ નથી અનુભવતા, તો એવામાં ગર્ભ ધારણ પ્રભાવિત થાય છે. તેનાંથી વિપરીત વધુ સેક્સ કરવાથી પણ શુક્રનું નુકસાન થાય છે અને પુસંકતા વધે છે. ઇન્ફેક્શન કે ટ્રૉમા જો પ્રજનનનાં ઉત્તકો ઇન્ફેક્શન કે ટ્રૉમાથી ખરાબ હો, તો પણ નપુંસકતા વધે છે.

સેક્સની ઇચ્છાને નિયમિત કરવી લાંબા સમય સુધી સેક્સની ઇચ્છાને રોકવાથી વીર્ય અવરુદ્ધ થાય છે કે જેથી વીર્યનો સામાન્ય પ્રવાહ અટકે છે અને કામેચ્છામાં ઉણપ આવે છે. પ્રગ્નેન્ટ હો ત્યારે તમારે આટલી વસ્તુ ના કરવી જોઈએ- અનિયમિત આહાર, વધુ મસાલેદાર, મીઠું ધરાવતું અને પ્રિઝર્વેટિવ ભોજન ખાવાથી પિત્ત વધે છે અને વીર્યનું નાશ થાય છે.

તેમના મત પ્રમાણે બાળક જન્મે તો પણ થોડા સમયમાં મરી જાય છે અને વારંવાર આવું જ થયા કરે છે.ગર્ભધારણ થયા પછી પણ વાત વૃદ્ધિના કારણે ગર્ભનો જોઈએ તેવો વિકાસ થઈ ગયો એવું કહે છે. આ રોગમાં પણ વાયુ અને પિત્તની વિકૃતિ જ મુખ્ય હોય છે. કેટલીકવાર પ્રસૂતિ થાય એ પહેલા જ ગર્ભાશયનું મુખ ખૂલી જાય છે અને એ કારણે ટાંકા લેવા પડે છે. આવી સ્થિતિ ન થાય એ માટે જો અગાઉથી જ વાતશામક ઉપચાર કરવામાં આવે તો તકલીફ નિવારી શકાય છે અને જો થાય તો પણ એને દૂર કરી શકાય છે.

રતવાની સારવાર: રતવામાં વાયુ અને પિત્તનો પ્રકોપ થતો હોવાથી આ બન્ને દોષના શમન સાથે આર્તવ અને ગર્ભાશયની શુદ્ધિ કરે તેવા ઉપચાર થવા જોઈએ. સારવાર ચાલે અને પરિણામ મળે ત્યાં સુધી અત્યન્ત તીખા, ગરમ, ભારે પદાર્થો અને વાયુ કરે તેવો લૂખો-વાસી ખોરાક તથા વધુ સમય સુધી તડકામાં ફરવું, ઉજાગરા, દહીં, આથાવાળા પદાર્થો વગેરે બંધ કરવું.  ઔષધ પ્રયોગ આ પ્રમાણે શરૃ કરી શકાય.

ચાર ચમચી મહારાસ્નાદિ કવાથમાં ચાર ચમચી પાણી ઉમેરી સવારસાંજ પી જવું. ગર્ભધારણ થાય એ પછી ગર્ભપાલરસની બે બે ગોળી નિયમિત રીતે દૂધ સાથે લેવી  શતાવરી, જીવંતી તથા કમળ કાકડીનું સરખા ભાગે ચૂર્ણ લઈ તેમાંથી દસેક ગ્રામ જેટલું ચૂર્ણ બે ચમચી પાંચેક ગ્રામ ફલધૃતમાં સાંતળી શિરો શેકે એ રીતે શેકી એમાં એક કપ જેટલું ગાયનું દૂધ તથા એટલું જ પાણી અને જરૃરી પ્રમાણમાં ખાંડ ઉમેરી માત્ર દૂધ બાકી રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળવું.

ઠરે એટલે એમાં સ્વાદ માટે એલચીનું ચૂર્ણ નાખી પી જવું. આ પ્રયોગ પરિણામ મળે ત્યાં સુધી ચાલુ રાખવો. ફલધૃત એ રતવા અને વંધ્યત્વનું એક અસરકારક ઔષધ છે. એ જ રીતે શતાવરી, જીવંતી અને કમળકાકડી પણ ગર્ભસ્થાપનમાં મદદ કરે છે. ઈચ્છા થાય ત્યારે ઉત્તેજના થઈ શકે છે અને વધુ સમય સુધી સમાગમને માણી શકાય છે. કાયમ લઈ શકાય એવો એક અનુભૂત સિદ્ધ યોગ : એટલે કે શીઘ્ર સ્ખલનની તકલીફ રહેતી નથી.

આ સસ્તો, સરળ અને નિર્દોષ પ્રયોગ કોઈ પણ પુરૃષ કરી શકે છે. કૌચાં, આમળાં, વિદારી કંદ, ગોખરુ, સફેદ મૂસળી, સાલમ પંજા અશ્વગંધા, શતાવરી, જેઠીમધ, અને જાયફળ આ દસ દ્રવ્યો સરખા ભાગે લઈ તેના જેટલી જ સાકર મેળવી ચૂર્ણ બનાવી લેવું. પ્રમેહના દરદીએ સાકર નાખવી નહીં. સવાર સાંજ આમાંથી પાંચ સાત ગ્રામ જેટલું ચૂર્ણ ગળ્યા ગરમ દૂધ સાથે લેવું. આના નિયમિત સેવનથી કામશક્તિ પણ પ્રબળ બને છે.

નિમ્નોક્ત ચૂર્ણમાં એ બધી શક્તિનો સમાવેશ થાય તેવું ઔષધ છે.આ ચૂર્ણ બનાવવા માટે સફેદ મૂસળી, વિદારી કંદ, કૌચાં બીજ, શતાવરી, જેઠીમધ, અશ્વગંધા, જાયફળ, આમળા, લીંડી પીપર, સફેદ ચંદન, લાલ ચંદન, જટામાંસી, ગળો સત્ત્વ, એલચી અને લવિંગ આ દરેક દ્રવ્યો સો સો ગ્રામ લઈ બરાબર સાફ કરી ખાંડી નાંખવું  અને જે ચૂર્ણ થાય તેને કપડાથી કે ઝીણી ચાળણીથી ચાળી શીશીમાં ભરી મૂકવું.

ડાયાબિટીસ ન હોય તેવી વ્યક્તિ આમાં ચૂર્ણના વજન બરાબર ખડી સાકરનું ચૂર્ણ પણ ઉમેરી શકે. પાંચથી દસ ગ્રામ જેટલું આ ચૂર્ણ અસમાન ભાગે લીધેલા ઘી તથા મધમાં મેળવી ચાટી જવું. ચંદનબલાલાક્ષાદિ તેલ અથવા ઉદુમ્બરાદિ તેલનું યોનિમાં પિચું પોતું મૂકવું. માસિકના ચોથા દિવસથી સુવર્ણયુક્ત ગર્ભધારિણી વટીની એક એક ગોળી સવારસાંજ દૂધ સાથે લેવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.