CCAvenue અને ESAF બેન્કના સહયોગથી મર્ચન્ટ્સ માટે ઝડપી અને સુરક્ષિત પેમેન્ટ સોલ્યુશન

ઈન્ફીબીમ એવેન્યૂની સીસીએવેન્યૂએ ESAF સ્મોલ ફાઈનાન્સ બેન્ક સાથે જોડાણ કર્યું લાખો મર્ચન્ટ્સ માટે સુરક્ષિત ડાયરેક્ટ ડેબિટ સુવિધા સક્ષમ બની
ગાંધીનગર, 18 માર્ચ, 2025: ઈન્ફીબીમ એવેન્યૂ લિ.ની ફ્લેગશીપ પેમેન્ટ ગેટવે સીસીએવેન્યૂએ લાખો મર્ચન્ટ્સ માટે ડાયરેક્ટ ડેબિટ પેમેન્ટ સર્વિસ ઉપલબ્ધ કરાવવા ESAF સ્મોલ ફાઈનાન્સ બેન્ક સાથે સફળતાપૂર્વક જોડાણ કર્યું છે. Infibeam Avenues’ CCAvenue Collaboration with ESAF Small Finance Bank Goes Live; Enables Secure Direct Debit Facility for Millions of Merchants.
જોડાણ પ્રક્રિયા પૂર્ણ થતાં સીસીએવેન્યૂનો ઉપયોગ કરતાં મર્ચન્ટ્સ હવે ESAF ખાતાધારકોને ડાયરેક્ટ ડેબિટ અને નેટ બેન્કિંગ દ્વારા ડિજિટલ ટ્રાન્જેક્શન્સ પૂર્ણ કરવાની ઝડપી, સુરક્ષિત અને અનુકૂળ રીત પ્રદાન કરશે. ગયા વર્ષે બંને કંપનીઓ વચ્ચે થયેલા જોડાણ કરાર ડિજિટલ પેમેન્ટની સુલભતાના વિસ્તરણમાં મહત્ત્વનો ભાગ ભજવશે.
આ ડીલ મુદ્દે મહત્ત્વની માહિતી આપતાં ઈન્ફીબીમ એવેન્યૂના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ શ્રી ટી. નંદકુમાર મેમણે જણાવ્યું હતું કે, “નેટ બેન્કિંગ એ પેમેન્ટ બિઝનેસ માટે એક આકર્ષક તક છે. જ્યારે પણ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરવાની વાત આવે છે ત્યારે તે ખૂબ જ પસંદગીનો પેમેન્ટ વિકલ્પ બને છે. ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક સાથેનું અમારૂ આ જોડાણ અમને અત્યંત સ્પર્ધાત્મક ફિનટેક ઈન્ડસ્ટ્રીમાં અનેરી તક આપે છે. પરિણામે અમે સીસીએવેન્યૂના મર્ચન્ટ્સને તેમની કમાણીમાં નોંધપાત્ર વધારો કરવામાં મદદરૂપ બનીશું. તેમજ ESAFના લાખો ગ્રાહકોને પેમેન્ટ માટે સુરક્ષિત ડિજિટલ માહોલ પ્રદાન કરીશું. સીસીએવેન્યૂ ખાતે અમે ઈકોમર્સ ઈન્ડસ્ટ્રી તેમજ વ્યાપક ગ્રાહક આધાર બંનેને સેવા આપવા અને આપણા દેશમાં ડિજિટલ ટ્રાન્જેક્શનનો વ્યાપ વધારવા માટે શ્રેષ્ઠ બેન્કિંગ બિઝનેસ સાથે જોડાણ કરવા પ્રયત્નશીલ છીએ.”
ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી જ્યોર્જ કે. જોનએ જણાવ્યું હતું કે, “ભારતભરમાં અમારી વ્યાપક હાજરી સાથે, ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક સીસીએવેન્યૂ સાથેની તેની ભાગીદારીનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે. આ સહયોગ અમને મલ્ટીપલ ઈન્ડસ્ટ્રીમાં ફેલાયેલા અમારા વૈવિધ્યસભર ગ્રાહક આધારને વધુ સારી રીતે સેવા આપવા સક્ષમ બનાવશે. તે પરસ્પર ફાયદાકારક છે જે અમારા ગ્રાહકો અને સ્ટેકહોલ્ડર્સ બંનેના મૂલ્યોમાં નોંધપાત્ર વધારો કરશે. ESAF ખાતે, અમે ગ્રાહક-કેન્દ્રિત ઈનોવેશન મામલે મોખરે રહેવા માટે પ્રતિબદ્ધ છીએ”.
આ જોડાણ દ્વારા, સીસીએવેન્યૂ પેમેન્ટ ગેટવે ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્કના મોટી સંખ્યામાં ગ્રાહકો સીસીએવેન્યૂ મર્ચન્ટ્સ પાસેથી ઓનલાઈન ખરીદી કરી ઝડપી અને સુરક્ષિત પ્રક્રિયા મારફત બેન્કની ડાયરેક્ટ ડેબિટ અથવા નેટ બેન્કિંગ સુવિધાનો ઉપયોગ કરવા સક્ષમ બનશે. દક્ષિણ એશિયામાં સૌથી મોટા ડાયરેક્ટ ડેબિટ એન્જિન પૈકી એક સીસીએવેન્યૂ 54થી વધુ બેન્કિંગ પાર્ટનર્સને ટેકો આપે છે. ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક આ નેટવર્ક સાથે જોડાઈ વિવિધ બિઝનેસને સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ વિકલ્પો એક્સેસ કરવા મંજૂરી આપે છે. જે પ્રદેશમાં અગ્રણી પેમેન્ટ એગ્રીગેટર તરીકે સીસીએવેન્યૂની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક (ESAF SFB)નો ઉદ્દેશ શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં તેની હાજરી સાથે રિસ્પોન્સિવ બેન્કિંગ સુવિધા પ્રદાન કરવાનો છે. તે નેટ બેન્કિંગ ઉપરાંત, ESAF બેન્ક SMS / WhatsApp બેન્કિંગ, RTGS, NEFT, CTS, એજન્ટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, ATM, ડેબિટ / ક્રેડિટ કાર્ડ અને વધુ જેવી બેન્કિંગ સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક દ્વારા ઓફર કરવામાં આવતી કેટલીક વિશિષ્ટ સુવિધાઓમાં ડોરસ્ટેપ ડિલિવરી સેવાઓ, શાખાઓમાં મફત વીડિયો કોલિંગ સુવિધા અને ર્હદય ડિપોઝિટ સ્કીમ સામેલ છે, જે એક અનોખી ડિપોઝિટ સ્કીમ છે જે સામાજિક હેતુ માટે વપરાય છે.