ઈન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડે એ 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી
Ahmedabad, August 2, 2023: ફાર્મા ઇન્ટરમીડિએટ્સ, એપીઆઈ અને આયોડિન ડેરિવેટિવ્ઝના ઉત્પાદન સાથે સંકળાયેલી ઈન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડે તેની 02 ઓગસ્ટ 2023ની બોર્ડ મીટિંગમાં 1:1 બોનસ ઈશ્યૂને મંજૂરી આપી છે. કંપનીએ બોનસ ઈશ્યુના હેતુ માટે રેકોર્ડ તારીખ 13 સપ્ટેમ્બર 2023 તરીકે નક્કી કરી છે. કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM) 28 ઓગસ્ટ ના રોજ યોજાશે. Infinium Pharmachem Ltd approves 1:1 Bonus Issue
કંપનીના બોર્ડે 1:1 ના રેશિયોમાં બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે એટલે કે રૂ. 10 ના એક ફુલ્લી પેઈડ ઈક્વિટી શેર ધરાવતા શેરધારકોને રૂ. 10 નો એક બોનસ ઈક્વિટી શેર મળશે જે સભ્યો તથા અન્ય કોઈ લાગુપાત્ર બંધારણીય તથા નિયમનકારી મંજૂરીઓને આધીન રહેશે. કંપનીના બોર્ડે અધિકૃત મૂડીમાં વધારો મંજૂર કર્યો છે, જેનાથી અધિકૃત મૂડી રૂ. 10 કરોડથી વધીને રૂ.25 કરોડ થશે.
કંપનીએ FY23 માટે રૂ. 9.49 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે FY22માં રૂ. 6.10 કરોડના ચોખ્ખા નફાની સરખામણીએ વાર્ષિક ધોરણે 55.4% ની વૃદ્ધિ દર્શાવે છે. FY23 માં ઓપરેશન્સમાંથી આવક 15.24% વધીને રૂ. 114.22 કરોડ થઈ હતી, જેની સામે FY22 માં રૂ. 99.12 કરોડની આવક નોંધાઈ હતી.
ઈન્ફિનિયમ ભારતમાં આયોડિન ડેરિવેટિવ્ઝની વિશાળ શ્રેણી પૂરી પાડતી ટોચની 5 કંપનીઓમાં છે, જેમાં 200+ કરતાં વધુ ઈન્ટરમીડિયેટ્સ અને 7થી વધુ એપીઆઈ છે. તેના તમામ ઉત્પાદનો પડકારજનક માંગણીઓ, શ્રેષ્ઠ ગુણવત્તા, પ્રદર્શન અને સમગ્ર ઉદ્યોગોમાં અન્ય વિવિધ વ્યાવસાયિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિકસાવવામાં આવ્યા છે.
ઇન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજયકુમાર પટેલે જણાવ્યું હતું કે, “અમે અમારા તમામ હિતધારકોને જણાવતા ગર્વ અનુભવીએ છીએ કે કંપની તેના લાંબા ગાળાના વિકાસના રોડમેપ પર સારી રીતે પ્રગતિ કરી રહી છે. કંપની આવક, માર્જિન અને નફાકારકતામાં સ્વસ્થ વૃદ્ધિ જાળવીને મજબૂત ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી આપીને મજબૂતાઈમાં વૃદ્ધિ કરી રહી છે. અમે વૃદ્ધિની ગતિ ચાલુ રહેવાની અપેક્ષા રાખીએ છીએ અને આગામી વર્ષોમાં વધુ વેગ મળવાની અપેક્ષા રાખીએ છીએ.”
માર્ચ 2023 ના મહિનામાં, કંપનીએ એનએસઈ ઇમર્જ પર તેનો રૂ. 25.25 કરોડનો એસએમઈ આઈપીઓ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. પબ્લિક ઇશ્યુ રૂ. 10 પ્રતિ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુના 18.75 લાખ શેર માટે છે, જેની રોકડ કિંમત રૂ. 135 પ્રતિ ઇક્વિટી શેર છે.
વર્ષ 2022 માં, કંપનીએ બેકવર્ડ ઈન્ટિગ્રેશન માટે બાયો-ફ્યુઅલ સેગમેન્ટમાં પેટાકંપની – ઇન્ફિનિયમ ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી. ઇન્ફિનિયમ ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ એગ્રો વેસ્ટમાંથી ઇકો-ફ્રેન્ડલી ઔદ્યોગિક ઇંધણના ઉત્પાદનના વ્યવસાયમાં રોકાયેલી છે. ઇન્ફિનિયમ ફાર્મકેમ ઇન્ફિનિયમ ગ્રીન એનર્જીમાં 51% ઇક્વિટી ધરાવે છે. કંપનીએ 14મી મે, 2023થી વ્યાપારી ઉત્પાદન શરૂ કર્યું છે.
પર્યાવરણીય લાભો ઉપરાંત, કંપની ગ્રામીણ સ્તરે રોજગારીનું સર્જન કરશે અને ખેડૂતોની આવકમાં વધારો કરશે. કંપની એગ્રો વેસ્ટમાંથી ઔદ્યોગિક ઇંધણ પ્રદાન કરીને ભવિષ્યમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ યોગદાન આપશે. તાજેતરના વલણ મુજબ, ઘણા ઔદ્યોગિક એકમો બાયો-ફ્યુઅલના ઉપયોગને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને તેથી કંપની પાસે ભવિષ્યની સારી સંભાવનાઓ છે. કંપની “આત્મનિર્ભર ભારત” જેવા સરકારના ઉદ્દેશ્યો, ખેડૂતોની મહત્તમ આવક અને પર્યાવરણની સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન આપવા માટે પણ તૈયાર છે.
કંપનીનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જીઆઈડીસી સોજિત્રા, આણંદ ગુજરાત, ભારતમાં છે. વૈશ્વિક સ્તરે સંકલિત અને વિશ્વસનીય ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર કંપની બનવાના વિઝન સાથે તેની રચના કરવામાં આવી હતી. કંપનીને વર્ષ 2017 માં ISO 9001-2015 તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે. કંપની તેના ગ્રાહકોને કસ્ટમાઇઝ્ડ અને સંપૂર્ણ ગોપનીય ઉકેલો પ્રદાન કરવા માટે કોન્ટ્રાક્ટ રિસર્ચ એન્ડ મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ (CRAMS) હાથ ધરે છે.
કંપનીએ ફાર્માસ્યુટિકલ, બાયોટેક અને ફાઇન કેમિકલ કંપનીઓ સહિત તેના તમામ ક્લાયન્ટ્સ સાથે લાંબા ગાળાના સ્વસ્થ સંબંધો વિકસાવ્યા છે અને જાળવી રાખ્યા છે અને તેની પ્રોડક્ટ્સ વૈશ્વિક સ્તરે સિન્જેન ઈન્ટરનેશનલ, ડો. રેડ્ડીઝ લેબ, ગ્લેનમાર્ક, સન ફાર્મા, સાઈ લાઈફ સાયન્સીસ જેવા 250થી વધુ ગ્રાહકો સુધી પહોંચે છે. તે યુએસ, યુકે, ચીન, ઇટાલી, જાપાન વગેરે જેવા 20થી વધુ દેશોમાં નિકાસ કરે છે.