15 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો મોંઘવારીનો દર
ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ ખૂબ જ વધતાં મોંઘવારીનો દર પણ વધ્યો-એપ્રિલની સરખામણીએ મોંઘવારીનો દર થયો બમણો
નવી દિલ્હી, જથ્થાબંધ ભાવ સૂચકાંક દ્વારા ડેટા જાહેર કરવામાં આવ્યો છે. આ આંકડાઓએ જથ્થાબંધ ફુગાવાના દરમાં વધારો દર્શાવ્યો છે. આ વધારો ૧૫ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. મે ૨૦૨૪ની વાત કરીએ તો જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને ૨.૬૧ ટકા પર આવી ગયો છે.
એપ્રિલ ૨૦૨૪માં જથ્થાબંધ મોંઘવારી દર ૧.૨૬ ટકા હતો. જો આપણે એક વર્ષ પહેલાની વાત કરીએ તો મે ૨૦૨૩માં આ દર -૩.૮ ટકા હતો.
આજે જાહેર કરવામાં આવેલ આ ડેટા ફેબ્રુઆરી ૨૦૨૩ પછી સૌથી વધુ છે. એપ્રિલની સરખામણીએ મે મહિનામાં તેમાં બમણો વધારો થયો છે અને તે એકંદરે ૧૫ મહિનાની ટોચે પહોંચી ગયો છે. આવનારા સમયમાં જથ્થાબંધ મોંઘવારીની અસર દેશના સામાન્ય લોકો અને છૂટક બજાર પર જોવા મળે તેવી શકયતા છે, ત્યારે જોવાનું રહેશે કે આરબીઆઈ આ અંગે શું નિર્ણય લે છે.
ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજી અને ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવમાં ભારે વધારાને કારણે મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને ૨.૬૧ ટકા થયો છે. ગયા વર્ષે મે મહિનામાં આ દર શૂન્યથી નીચે -૩.૬૧ ટકા હતો. જો ઉૈઁં ડેટાનું માનીએ તો મે મહિનામાં ફુગાવાનો દર ૯.૮૨ ટકા વધ્યો છે. જ્યારે એપ્રિલમાં આ દર ૭.૭૪ ટકા હતો. મે મહિનાની વાત કરીએ તો શાકભાજીનો મોંઘવારી દર ૩૨.૪૨ ટકા હતો. એપ્રિલમાં આ દર ૨૩.૬૦ ટકા હતો. ડુંગળીની વાત કરીએ તો મોંઘવારી દર ૫૮.૦૫ ટકા છે, બટાકાનો મોંઘવારી દર ૬૪.૦૫ ટકા છે. જો કઠોળના ફુગાવાના દરની વાત કરીએ તો તે ૨૧.૯૫ ટકા છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે મે મહિના માટે ઉૈઁં ફુગાવાના આંકડા જાહેર કર્યા છે. આમાં ખાદ્ય મોંઘવારીના આંકડા પણ સામે આવ્યા છે. ડેટા અનુસાર, ખાદ્ય ચીજોનો મોંઘવારી દર મે મહિનામાં ૯.૮૨ ટકા હતો, જ્યારે એપ્રિલમાં તે ૭.૭૪ ટકા હતો. સૌથી વધુ મોંઘવારી દાળના ભાવમાં જોવા મળી છે. મે મહિનામાં કઠોળનો મોંઘવારી દર ૨૧.૯૫ ટકા હતો.
મે મહિનામાં ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલથી લઈને મોંઘી વીજળીના ભાવે સામાન્ય માણસના ખિસ્સા પર માઠી અસર કરી છે. ઇંધણ અને વીજળી ક્ષેત્રનો ફુગાવાનો દર મે મહિનામાં ૧.૩૫ ટકા હતો. આ સિવાય ઉત્પાદિત ઉત્પાદનોની શ્રેણીમાં મોંઘવારી દર ૦.૭૮ ટકા રહ્યો છે.
સમજવા જેવી વાત એ છે કે મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાના આંકડા તે જ મહિનાના છૂટક ફુગાવાના આંકડાથી વિપરીત છે. રિટેલ ફુગાવાનો દર મે મહિનામાં ઘટીને ૪.૭૫ ટકા થયો હતો, જે એક વર્ષમાં સૌથી નીચો સ્તર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેની નાણાકીય નીતિ ઘડતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાને ધ્યાનમાં રાખે છે.