ઇન્ફર્મેશન ટેકનોલોજીથી ચૂંટણીઓમાં બોગસ વોટીંગ અટકાવવામાં સફળતા મળી
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી ડિજિટલ સપ્તાહનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં વિવિધ રાજ્યોના ઇન્ફર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ પ્રદર્શન રાખવામાં આવ્યા હતા. Information technology has succeeded in preventing bogus voting in elections
ઉલ્લેખની એ છે કે બિહાર સરકારના ઇન્ફર્મેશન ટેકનોલોજી ના મહત્તમ ઉપયોગથી વિવિધ ચૂંટણીઓમાં બોગસ વોટીંગ અટકાવવામાં બિહારની સફળતા મળી હોવાનું દાવો કરવામાં આવ્યો છે. મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બિહાર સરકાર ના ઇન્ફર્મેશન ટેકનોલોજી વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંતોષકુમાર મલ એ આ અંગેની વિગતો આપી હતી.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ને પ્રાધાન્ય આપ્યું છે જેના કારણે દેશ સહિત તમામ રાજ્યો આજે ક્ષેત્રમાં સક્ષમ બની રહ્યા છે એટલું જ નહીં આ ક્ષેત્રમાં રોજગારીનો વ્યાપન દિન પ્રતિદિન વધતો જતો હોવાનું કહ્યું હતું
આ ઉપરાંત તેમણે બિહારમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીના કરેલા પ્રયોગો અંગેની વિગતો આપતા કહ્યું કે ઇન્ફર્મેશન ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પુલિંગ બોથમાં થતું મતદાન ઓનલાઇન સિસ્ટમથી મોડેલ થાય છે જેના કારણે બોગસ મતદાન અટકી ગયું છેય
એટલું જ નહીં કોવિડ જેવી મહામારીમાં પણ કોવિડ હિટ એપ ના માધ્યમથી ઘરે ઘરે જઈને કોરોના સંક્રમિત દર્દીઓને શોધવામાં સફળતા મળી હતી અને બિહારમાં વધતો જતો કોરોના અટકાવવામાં સરકારને સફળતા મળી હોવાનો દાવો બિહાર સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી સંતોષકુમાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો
આ તબક્કે તેમને કહ્યું કે આજે પણ બિહારની અંદર ડેટાવૉલ તૈયાર કરીને માત્ર એક ક્લિકથી તમામ ડેટા પ્રાપ્ત થઈ શકે છે તેવી વ્યવસ્થા ઊભી કરી દીધી છે એટલું જ નહીં નાગરિકો તરફથી મળેલા તમામ ડેટા પણ સુરક્ષિત રાખવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા કરી હતી.
આ ઉપરાંત તેમણે કહ્યું કે હજુ પણ બિહાર સરકાર અન્ય રાજ્યોમાં વિવિધ અભ્યાસો અને મુલાકાતો કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી નો તે રાજ્ય દ્વારા કેવો ઉપયોગ થાય છે તેનું સંપૂર્ણ અનુકરણ કરવા માટે કટિબદ્ધ છે અને આ માટે અલગ અલગ રાજ્યોનો પ્રવાસ અને અભ્યાસ ચાલુ હોવાની સ્પષ્ટતા બિહાર સરકારના ઇન્ફર્મેશન ટેકનોલોજીના પ્રિન્સિપલ સેક્રેટરી સંતોષકુમાર દ્વારા કરવામાં આવી હતી.