વિરપુર તાલુકામાં TBના દર્દીઓને દતક લેવાની યોજનાનો આરંભ

૧૩ દર્દીઓને સારવાર સુધી પ્રોટીન યુક્ત કીટ આપવામાં આવશે
(પ્રતિનિધિ) વિરપુર, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ટીબી નાબુદી માટે લોક ભાગીદારીનું અભિયાન ચાલવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે દેશના પ્રધાનમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે કે દરેક વ્યક્તિ, દરેક સંસ્થા, સિવિલ સોસાયટી સાથે જાેડાયેલા પ્રતિનિધિ, જન પ્રતિનિધિ, બિન સરકારી સંસ્થા, કોર્પોરેટ સંસ્થા ટીબી મુક્ત ભારત અભિયાન બનાવવામાં સક્રિય ભૂમિકા નિભાવે અને જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા નિ-ક્ષય મિત્ર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત વિરપુર તાલુકામાં ટીબીના તમામ દર્દીને સારી સારવાર મળી રહે તે માટે અલગ અલગ ગામોમાં દત્તક લેવામાં આવી રહ્યા છે ત્યારે વિરપુર તાલુકાના ડેભારી,માડલીયા,બાર, વિરપુર સહિતના ગામોમા સરકારના નિ-ક્ષય મિત્ર અભિયાન અંતર્ગત ૧૩ જેટલા દર્દીઓને દત્તક લેવામાં આવ્યા હતા આ તમામ દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી છે.
તાલુકાના ડેભારી,બાર, સાલૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર મૂકવામાં આવેલ ટીબીના દર્દીને સારવાર શરૂ રહે ત્યાં સુધી પ્રોટીનયુક્ત પોષણ કીટ આપવામાં આવી હતી વધુમાં વધુ ટીબી રોગીઓની સહાયતા કરવાનો સંકલ્પ લઈને વિરપુર તાલુકાના સામાન્ય નાગરિક, જનપ્રતિનિધિ, બિન-સરકારી સંસ્થા, કોર્પોરેટ સંસ્થાને નિ-ક્ષય મિત્ર બનવા જાણ કરવામાં આવી હતી. સરકારના નિ-ક્ષય મિત્ર અભિયાન અંતર્ગત ધોળી ગામના ડૉ.દીપકસિંહ.બી.તલાર તાલુકા પંચાયત પ્રમુખ વિરપુર તરફથી ડેભારી ગામ ખાતે સારવાર પર મૂકવમાં આવેલ ૫ દર્દીને સારવાર શરૂ રહે ત્યાં સુધી પ્રોટીન યુક્ત કીટ આપવમાં આવી હતી..