Western Times News

Gujarati News

ધોરણ-૬ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે Summer Boot Camp ‘INNOVATHON 5.0’ વર્કશોપનું આયોજન

એલ.ડી. કૉલેજ ઓફ એન્જીનીયરીંગ, અમદાવાદના એલ્યુમ્નાઈ દ્વારા ત્રિ-દિવસીય Summer Boot Camp ‘INNOVATHON 5.0’ વર્કશોપનું આયોજન

અમદાવાદ, એલ.ડી. કૉલેજ ઓફ એન્જીનીયરીંગ, અમદાવાદના Department of Instrumentation and Controlling Engineering માંથી વર્ષ ૨૦૧૬મા પાસઆઉટ થયેલ વિદ્યાર્થી તેજસ તુરખીયા માત્ર પોતાની કારકિર્દી ધડવામાં વ્યસ્ત રહેતા, છેલ્લા ૮ વર્ષથી પોતાની માતૃસંસ્થા સાથે સતત સંકળાયેલા રહીને અનેક વિદ્યાર્થીમિત્રોને માર્ગદર્શન અને પ્રેરણા આપે છે.

હાલમાં તેજસ તુરખીયા રીસર્ચ એસોસિએટ તરીકે કાર્યરત છે. તેઓએ ટેક્નોલોજી અને નવીનતાને આધારે પોતાના સ્ટાર્ટઅપ TEJEEL INNOVATIONS LLPની સ્થાપના પણ કરી છે, જે i-Create (International Centre for Entrepreneurship and Technology)ના સહયોગથી કાર્યરત છે.

છેલ્લા ૮ વર્ષમાં તેજસ તુરખીયા દ્વારા પોતાના Department of Instrumentation and Controlling Engineeringના ઘણા વિદ્યાર્થીઓને તેમના ડીઝર્ટેશન પ્રોજેક્ટ્સ માટે માર્ગદર્શન આપેલ છે તેમજ તે અંગે જરૂરી તૈયારી પણ કરાવેલ છે. તેઓ સ્ટાર્ટઅપ અને નવીન વિચાર માટે તાલીમ, ટેકનિકલ સહાય અને ઉદ્યોગસાહસિકતા માટે અનુકૂળ માહોલ ઊભો કરવા પ્રયત્નશીલ રહ્યા છે.

હાલમાં વિદ્યાર્થીઓમાં રહેલી નવીનતા અને ઉદ્યમશીલતાને પ્રેરિત કરવાના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP)ના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખતા એલ.ડી. કૉલેજ ઓફ એન્જીનીયરીંગના SSIP સેલ, Department of Instrumentation and Controlling Engineering, TEJEEL INNOVATIONS અને Institution’s Innovation Council (Ministry of HRD Initiative)ના સંયુક્ત ઉપક્રમે

એલ.ડી. કૉલેજ ઓફ એન્જીનીયરીંગ ખાતે ત્રિ-દિવસીય Summer Boot Camp ‘INNOVATHON 5.0’ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. આ ત્રિ-દિવસીય Summer Boot Camp ‘INNOVATHON 5.0’ વર્કશોપ તા:૦૫/૦૫/૨૦૨૫ થી તા:૦૭/૦૫/૨૦૨૫ દરમ્યાન યોજાયેલ હતી.

આ વર્કશોપમાં ધોરણ-૬ થી ૧૨માં અભ્યાસ કરતા જુદી જુદી સ્કૂલોના ચુનંદા વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ છે. અંદાજીત ૫૦ થી વધુ વિદ્યાર્થીઓ એ આ વર્કશોપમાં ભાગ લેવા માટે તત્પરતા દાખવેલ હતી.

આ વર્કશોપ ખાતે Artificial Intelligence, Drone Mechanism, Electronics, Robotic, Automation જેવી વિવિધ હેન્ડ્સ-ઓન-ટ્રેનિંગ દ્વારા વિદ્યાર્થીઓમાં નવા સ્ટાર્ટઅપ્સ અને ટેક્નોલોજીકલ નવીનતાની વિચાર શક્તિ નો વિકાસ કરવામાં આવેલ હતો. આ પ્રકારની કુશળતાને લગતી ટ્રેનીંગ વિદ્યાર્થીઓને તેમના નવીન વિચારને પ્રોટોટાઈપમાં બદલવા માટે જરૂરી માર્ગદર્શન અને સહાય પુરી પાડેલ છે.

વિદ્યાર્થીઓમાં આત્મનિર્ભરતા અને સાહસિકતાનો વધારો થાય તેમજ નવયુવા પેઢી સમાજ ની સમસ્યા માટે local અને sustainable solutions નો વિકાસ કરી શકે તેવી ઉચ્ચતમ પ્રેરણા આ વર્કશોપ થી મળશે તે સૂર્યોદય જેવી હકીકત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.