“ઈનોવેશન ડ્રિવન ઇકોનોમી દેશની આત્મનિર્ભરતા માટે આવશ્યક – PMના વિઝનને દૃઢ કરી: Dr. વી.કે. સારસ્વત

‘બિલ્ડિંગ સીનર્જીસ ઇન ઇંડિયન ઇનોવેટિવ ઇકોસિસ્ટમ’ વિષય અંગે ગિફ્ટ સિટી ખાતે વર્કશોપ યોજાયો
ગાંધીનગર, ભારતના ઇનોવેશન લેન્ડસ્કેપને મજબૂત કરવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલ તરીકે નીતિ આયોગ અને ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ અને ટેક્નોલોજી (ગુજકોસ્ટ), વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સંયુક્ત ઉપક્રમે ગીફ્ટ સીટી ખાતે “બિલ્ડિંગ સીનર્જીસ ઇન ઈન્ડીયન ઇનોવેટિવ ઇકોસિસ્ટમ” પર નેશનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાયન્સ ટેક્નોલોજી અને ઇનોવેશન અને ભારતનું યુવાધનએ ભારતને વિકસિત ભારત બનાવવા માટેનું મુખ્ય ચાલાકબળ રહશે, માનનીય પ્રધાનમંત્રીશ્રીના શબ્દોને ટાંકીને ડૉ. વી.કે. સારસ્વત, માનનીય સભ્યશ્રી (S&T), નીતિ આયોગે ઇનોવેશની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે ઈનોવેશન ફ્રેન્ડલી ઇકો સિસ્ટમ દેશને આત્મનિર્ભર બનાવશે અને આપણા દેશની ઇકોનોમીને વધુ મજબૂત બનાવવામાં ઈનોવેશન ડ્રિવન ઇકોનોમીએ પાયાની જરૂરિયાત છે.
બાયોટેક્નોલોજી, સેમીકંડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ ત્રણ ક્ષેત્રોમાં આપણે શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવાનો છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ગુજરાતે આ ક્ષેત્રે કરેલી પ્રગતિને બિરદાવી હતી.
વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે કાર્યક્રમમાં સૌનું શાબ્દિક સ્વાગત કરીને વર્કશોપનો હેતુ, ગુજરાતમાં વિકસી રહેલી ઇકોસિસ્ટમ અને કોન્ફરન્સમાં દિવસ દરમિયાન યોજાનાર વિવિધ સત્રો અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ગુજરાત એક પૉલિસી-ડ્રિવન સ્ટેટ છે,
તેમજ ગુજરાત સરકારની બાયોટેક્નોલોજી પૉલિસી, ઇલેકટ્રોનીક્સ પૉલિસી, સેમી-કંડક્ટર પૉલિસીનો ઉલ્લેખ કરીને આગામી સમયમાં ગુજરાત સાયન્સ ટેક્નોલોજી અને ઇનોવેશન (STI) પૉલિસી પણ આખરી તબક્કામાં છે તેમ જણાવ્યું હતું.
ગુજરાતમાં આગામી સમયમાં બે સાયન્સ અને ટેક્નોલોજી ક્લસ્ટર સ્થાપવામાં આવશે તેમ જણાવી ભારત દેશ હવે સર્વિસ સેકટરથી પ્રૉડક્ટ (મેન્યુફેક્ચરિંગ) તરફ આગળ વધી રહ્યો છે, જેના માટે સંશોધનો પર તેમણે ભાર મુક્યો હતો.
ગુજરાત, તેની મજબૂત નીતિઓ અને ભવિષ્યલક્ષી વિચારસરણીના અભિગમ સાથે, ભારતના ઇનોવેશન લેન્ડસ્કેપમાં ઉત્પ્રેરક બની રહ્યું છે, જે આર્થિક વિકાસ અને તકનીકી પ્રગતિને આગળ ધપાવે છે, જે રાષ્ટ્રને વિજ્ઞાન અને તકનીકમાં વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ ધપાવશે.
આ વર્કશોપમાં ઈનોવેશન અને ટેક્નોલોજીના ક્ષેત્રે જાણીતા અગ્રણીઓની આગેવાનીમાં પરસ્પર ચર્ચાઓ કરવામાં આવી હતી. “ભારત ઇનોવેટ્સ: નેશનલ ઇનોવેશન ઇકોસિસ્ટમનું વિહંગાવલોકન” પરનું સત્ર અટલ ઇનોવેશન મિશનના ભૂતપૂર્વ એમડી, ડૉ. આર. રામનન દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે ઇનોવેશન-ફ્રેન્ડલી ભારત બનાવવા માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરી હતી. આ
નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (NIF)ના ડાયરેક્ટર ડૉ . અરવિંદ રાનાડે દ્વારા અન્ય એક સત્ર “નવાચાર કે સારથી: પાયોનિયરિંગ ઈનોવેશન્સ” જે ગ્રાસરૂટ ઈનોવેટર્સ અને સ્ટાર્ટ-અપ્સના પ્રેરણાદાયી કિસ્સાઓ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
વધુમાં, “વિશ્વ મેં ઉભર્તા ભારત: ભારતના વૈશ્વિક ઇનોવેશન ફૂટપ્રિન્ટને મજબૂત બનાવવું” આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ખાસ કરીને વિશ્વ બૌદ્ધિક સંપદા(WIPO)ના ડૉ. સાચા વુંચ-વિન્સેન્ટ તેમજ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ડૉ રાજુલ ગજ્જરના મુખ્ય યોગદાન સાથે વૈશ્વિક ઇનોવેશન લેન્ડસ્કેપમાં ભારતની વધતી હાજરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
આ વર્કશોપ આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા જેવી રાષ્ટ્રીય આકાંક્ષાઓ સાથે સંરેખિત થઈને ભારતની ઈનોવેશન ઈકોસિસ્ટમને આકાર આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. વિવિધ કાર્યક્ષેત્રોમાંથી નિષ્ણાતોને એકસાથે લાવીને, આ કૉન્ફરન્સનો હેતુ ઇનોવેશનથી પ્રેરિત ભવિષ્ય માટે નીતિ, સંશોધન અને ઉદ્યોગ સહયોગને જોડવાનો છે.
વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં ડૉ. સચા વુંચ-વિન્સેન્ટ, વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (WIPO); પ્રો. વિવેક કુમાર સિંઘ, વરિષ્ઠ સલાહકાર, નીતિ આયોગ; તથા ડૉ. અશોક સોનકુસારે, નાયબ સલાહકાર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.