160 કિલો વજનની મહિલાની ઈનોવેટિવ બેરિયાટ્રીક સર્જરી કરાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/vadodara.jpg)
સુરત, સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ૧૬૦ કિ. મહિલાની સ્ટેપલને બદલે લેપ્રોસ્કોપીથી ટાંકા લઈ ઈનોવેટિવ બેરિયાટ્રીક સર્જરી કરવામાં આવી જેથી ૬ દિવસમાં તેનું વજન ૧૩ કિલો ઘટીને ૧૪૭ કિલો થયું.
આ અંગે હોસ્પિટલના ડૉક્ટર હરીશ ચૌહાણે જણાવ્યું કે, બે ત્રણ મહિના પહેલાં પગમાં ઈન્ફેકશનની સારવાર માટે બારડોલી વિસ્તારમાં રહેતા ૩પ વર્ષીય મહિલા દર્દી આવેલા. છેલ્લા ચાર વર્ષમાં તેમનું વજન વધી ૧૬૦ કિલો થઈ ગયું હતું. તેથી વજન ઘટાડવા હોસ્પિટલ આવ્યા હતા.
આ દર્દીમાં સૌથી મોટો ખતરો એનેસ્થેસીયા આપવાનો અને અમારી સર્જરીમાંથી લીક થવાનો હોય. આ દર્દીને ૬ દિવસમાં ૧૬૦ કિલો વજનમાંથી ૧૪૭ કિલો થઈ ૧૩ કિલો વજનમાં ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે પહેલાં વર્ષની અંદર ૪૦થી પ૦ ટકા વજન ઓછું થાય. બીજું આ સર્જરીની ખાસિયત એ છે કે દર્દીને આમાં ખર્ચ ઓછો થાય અને આ થોડું મોડીફાઈ છે.