Western Times News

Gujarati News

ડિજિટલ માર્કેટિંગ, ફાઇનાન્સ અને ફન્ડ-રેઇઝિંગ અંગેના અપસ્કિલિંગ પ્રોગ્રામ્સની માગ વધી

નાના વેપારીઓ માટે 2021માં કૌશલ્યવર્ધન પ્રાથમિકતા રહીઃ ઇન્સ્ટામોજો અહેવાલ

42 ટકા અભ્યાસુઓમાં તેમનાં મોબાઇલ પર સ્કિલિંગ પ્રોગ્રામ્સ શીખવાનું પસંદ કર્યું

બેંગલુરુ, કોરોના મહામારીને કારણે કેટલાંક અભૂતપુર્વ પરિવર્તનો આવતાં સમગ્ર અર્થતંત્રમમાં કેટલાંક ઉદ્યોગો પર અસર પડી છે અને તેમાં એમએસએમઇ સેક્ટર સૌથી ખરાબ અસર પામ્યું છે.

લોકડાઉન આવ્યાં બાદ કેટલાંક પરંપરાગત નાના વેપાર ધંધાની કામગીરી અવરોધાઇ હતી. વધુમાં, ડિજિટલ માધ્યમના અભાવે ધંધો ચાલુ રાખવામાં અગવડતા પડી હતી. ‘ન્યૂ નોર્મલ’ સ્વીકારવા માટે ઉદ્યોગ સાહસિકો અને નાના વેપારી એકમોએ અપસ્કિલિંગ કોર્સ કર્યા હતા, જેને કારણે તેઓ ઝડપથી બદલાઈ રહેલા ડિજિટલ વાતાવરણમાં ટકી રહેવા સક્ષમ બન્યા હતા.

ઇન્સ્ટામોજોના તાજેતરના અહેવાલ ‘ઇન્ડિયન ઇ-કોમર્સ આઉટલુક 2021’ના ડેટા પ્રમાણે, મહામારીના સમયગાળામાં નાના વેપારી એકમોમાં અપસ્કિલંગ પ્રોગ્રામ્સની માગ વધી હોવાનું જોવાયું હતું. અહેવાલમાં એવી ધારણા કરવામાં આવી છે કે 2021માં અપસ્કિલિંગ એ પ્રાથમિકતા બની જશે.

ઇન્સ્ટામોજોનાં ઓનલાઇન સ્કિલિંગ પ્લેટફોર્મ મોજોવર્સિટીએ 2020નાં છેલ્લાં બે ત્રિમાસિક ગાળામાં સક્રિય વિદ્યાર્થીઓ (નાના વેપારી એકમો)ની સંખ્યામાં 9 ગણો અને ડિજિટલી સર્ટિફાઇડ વેપારીઓની સંખ્યામાં 11 ગણો વધારો નોંધ્યો છે. સ્કિલિંગ પ્રોગ્રામ્સ માટેની મોટા ભાગની માગ ટિયર ટુ અને ટિયર થ્રી શહેરોમાંથી જોવા મળી હતી. મોજોવર્સિટીમાં ટ્રાફિકના સંદર્ભમાં ટોપ ટેન શહેરોમાં રત્નાગિરી, રાનીગંજ અને કોન્ડોટ્ટીનો સમાવેશ થાય છે.

મોજોવર્સિટી પ્લેટફોર્મમાં હાલમાં 9 અભ્યાસક્રમો છે, જેમાં જીએસટી, ઇમેલ માર્કેટિંગ, સેલ્સ ફ્યુનેલ્સ અને હાઉ ટુ હોસ્ટ વેબિનારનો સમાવેશ થાય છે. 2020માં 40,000 નવા અનોખા વિઝિટર્સે આ પ્લેટફોર્મની મુલાકાત લીધી હતી, જેમાં 30 ટકા મહિલા અભ્યાસુ હતી.

કુલ અભ્યાસુઓમાંથી 42 ટકાએ તેમની મોબાઇલ ડિવાઇસ પર આ સ્કિલિંગ પ્રોગ્રામ્સ ભણવાનું પસંદ કર્યું હતું. વધુને વધુ નાના વેપારીઓ સ્કિલિંગ પ્રોગ્રામ્સમાં રોકાણ કરી રહ્યા છે ત્યારે આ ટ્રેન્ડ નાના વેપારીઓને નવા વિષયો શીખવામાં અને કુશળતા વધારવામાં રસ વધી રહ્યો હોવાનો સ્પષ્ટ સંકેત છે.

આ અહેવાલ નાના વેપારીઓએ અપસ્કિલ બનવા પસંદ કરેલા વિશેષ વિષયો પર પણ ફોકસ કરે છેઃ

·         જૂન 2020થી એમએસએમઇમાં નાણાંકીય શિસ્ત અને ભંડોળ એકત્રીકરણ વધ્યું છે. 2020માં કોરાનાથી અસરગ્રસ્ત એમએસએમઇને સરકારી યોજનાઓ અને વૈકલ્પિક સ્રોતમાંથી નાણાંકીય મદદની જરૂર પડવાની હોવાથી 2021નો ટ્રેન્ડ બની રહે તેવી સંભાવના છે. લોકડાઉન પહેલાં આશરે 30 ટકા પૃચ્છા નાણાંકીય શિસ્ત અને ભંડોળ એકત્રીકરણને લગતી હતી, જે અનલોક પછી વધીને 50 ટકા સુધી પહોંચી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.