શહેરમાં ઉંડા ઉતરી ગયેલાં ભૂગર્ભજળ ર૮૦૦ ફૂટને બદલે એક હજાર ફૂટ આવી ગયા
નર્મદાનું પાણી આપવાથી અને ભુગર્ભજળ સંચય યોજનાથી વર્ષો બાદ તળ ઉંચા આવ્યાઃ વોટર કમીટી ચેરમેનનો દાવો
(એજન્સી)ગાંધીનગર, સમગ્ર શહેરમાં નર્મદાનું પાણી પુરુ પાડવાથી અને બોરવેલનો ઉપયોગ ઘટાડતા જવાથી તેમજ ભૂગર્ભજળ સંચય માટે વધેલી જનજાગૃતિનાં કારણે શહેરમાં ભયયજનક સ્તરે નીચા ગયેલા ભૂગર્ભજળના સ્તર હવે ઉંચા આવ્યા છે. તેમ વોટર કમીટી ચેરમેન જતીનભાઈ પટેલે જણાવ્યું હતું. Instead of 2800 feet, the underground water level in the city has reached 1000 feet
સાબરમતી નદીમાં બારેમાસ પાણી ભરી રાખવાને કારણે તેમજ ઠેરઠેર પરકોલેટીગ વેલ બનાવાની યોજના અને જનજાગૃતિને કારણે ભૂગર્ભજળ સંખ્યામાં વધારો થતાં ભુર્ગર્ભજળનું સ્તર ર૮૦૦ ફૂટને બદલે એક હજાર ફૂટે નોધાયું છે. જે પર્યાવરણ માટે સારી નિશાની છે.
તેમણે કહયું કે, શહેરમાં વર્ષો અગાઉ પાણી પુરવઠા માટે સાબરમતી નદી અને બોરવેલ ઉપર જ આધાર રાખવામાં આવતો હતો. તેમાંય ધરોઈ બંધ છલકાય તો જ સાબરમતી નદીમાં પુરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવતું હતું. ઉનાળા સમયયે તો નદીમાં છોડાતા પાણીનું પ્રમાણ ઘટી જતાં શહેરીજનોને પીવાનું પાણી પુરૂ પાડવાની ગંભીીર સમસ્યા સર્જાતી હતી.
જેના માટે જે તે સમયનાં મ્યુનિ. સત્તાધીશોને ઠેરઠેર બોરવેલન બનાવાવમાં પડાતા હતા. અને ભુગર્ભજળ ઉલેચીને નાગરીકોની તરસ છીપાવવી પડતી હતી. તેનાથી કફોડી હાલત તો અમદાવાદ શહેર આસપાસના વિસ્તારોની હતી. વર્ષો અગાઉ શહેર આસપાસ વિસ્તારમાં સાબરમતી નદીનું પાણી પણ પહોચતું નહોતું
અને દરેક ગામોને બોરવેલ ઉપર આધારીત રહેવું પડતું હતું. જેના કારણે ભૂગર્ભજળ ઉલેચવાનું પ્રમાણ વધી ગયું હતું. અને તેની આડઅસર સ્વરૂપે ભુગર્ભજળના સ્તર ર૮૦૦ ફુટ ઉડે સુધી પહોચી ગયાય હતા. એટલે કે ભૂગર્ભજળ લેવા માટે ર૮૦૦ ફુટ ઉડા બોરવેલ બનાવવા પડતા હતા.
તેનાથી વીજળી બીલ વધતા હતા અને પાણીમાં જમીનની અંદરનાં ક્ષાર ભળી આવતા હોવાથી પીવા માટે વપરાતા પાણી માનવ શરીર માટે હાનીકારક પુરવાર થતા હતા. જાેકે, સદનસીબે નર્મદા નદી પર સરદાર સરોવર બંધનું નિર્માણકાર્ય પુર્ણ થયું અને અમદાવાદ નજીકથી મોટી કેનાલ પસાર થતાં મ્યુનિ.ને. નર્મદાનાં પાણી મળતા થયા હતા.
વર્ષો અગાઉના શહેર કરતાં વર્તમાન શહેરની હદ અને વિસ્તાર વધ્યો છે. તેમ છતાં નર્મદાનું પાણી દરેક નાગરીક સુધી પહોચી રહયું છે. તેવી માહિતી આપતાં વોટર કમીટી ચેરમેન જતીનભાઈએ કહયું કે નર્મદાનાં પાણી પુરતા પ્રમાણમાં મળવાને કારણે બોરવેલમાંથી ભુર્ગભજળ ઉલેચવાનું પ્રમાણ ઘટયું છે. તેમણે કહયું કે, ભૂગર્ભજળ સંચય માટે શહેરનાં વિવિધ તળાવોમાં પણ પરકોલેટીગ વેલ બનાવવામાં આવ્યા હતા, તેના કારણે પણ ભુગર્ભજળનાં સ્તર ઉંચા આવ્યા છે.