ફેન્સી ગાઉનને બદલે અદિતીએ લાલ સાડી પહેરવાનું પસંદ કર્યું

મુંબઈ, ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી ભારતીય અભિનેત્રીઓની પણ હાજરી જોવા મળે છે. મોટેભાગે અહીં આવતી અભિનેત્રીઓના ગાઉન ચર્ચાનો વિષય બનતા હોય છે.
ચાલી રહેલા ફેસ્ટિલવલમાં પણ ઉર્વશી રાઉતૈલાથી માંડી પારૂલ ગુલાટીના આઉટફીટ ચર્ચાનો વિષય બન્યા હતા.ઉર્વશીએ રંગબેરંગી ગાઉન અને સાથે પોપટ ક્લચ રાખી રેડ કાર્પેટ પર વાક કર્યું હતું અને ત્યારબાદ બ્લેક ગાઉનમાં માલ ફંકશનનો પણ ભોગ બની હતી.
તો પારૂલ ગુલાટીએ રિયલ હેરનું આઉટફીટ બનાવ્યું હતું. પારૂલ હેર એક્સટેન્શનનો બિઝનેસ પણ કરે છે. જ્હાનવી કપૂરે પણ ગાઉન પહેરી રેડ કાર્પેટ પર હાજરી આપી હતી.ત્યારે અદિતી હૈદરીનો નવો જ લૂક જોવા મળ્યો છે.
અદિતી કાનમાં રેડ સાડીમાં જોવા મળી હતી. પ્લેન લાલચટક સાડી અદિતીને ખૂબ જ સ્યૂટ કરી રહી હતી. રેડ પ્લેન સાડી અને સ્લીવલેસ બ્લાઉસ સાથે અદિતીએ ગળામાં ચોકરનો હાર પહેર્યાે હતો જે ખૂબ જ જચી રહ્યો હતો.
જોકે પોતાના લૂકને કમ્પલીટ કરવા અદિતીએ સેથીમાં સિંદૂર પૂર્યાે હતો જેણે સૌનુ ધ્યાન ખેંચ્યું હતું.અદિતીએ ખૂબ જ સાદો મેક અપ કર્યાે હતો અને વાળનો સાદો અંબોડો બાંધ્યો હતો. આ રીતે ગ્લોબલ પ્લેટફોર્મ પર એકદમ ઈન્ડિયન લૂકમાં આવેલી અદિતી બધાથી અલગ દેખાઈ આવતી હતી. જોકે અગાઉ અદિતી બ્લેક બોડીટાઈટ ગાઉનમાં પણ દેખાઈ હતી..SS1MS