મકાઈની પોપકોર્નને બદલે બાળકોને જૂવારની ધાણી ખવડાવો
આજકાલ લોકો જુવાર ધાણીને બદલે મકાઈની પોપકોર્ન ખાવા લાગ્યા છે પણ પોપકોર્ન નહી જુવારની ધાણી ખાવાની છે.
હોળી પછી પણ ધાણી-દાળિયા- ખજૂર કેમ ખાવા જોઈએ ? જાણો છો
આપણાં તહેવારોની એક ખાસિયત છે કે ઘણા તહેવારો ઋતુપ્રધાન છે. દરેક તહેવારો ઉપર અમુક ખાસ વાનગીઓ ખાવાની હોય છે. આ વાનગીઓમાં જે-તે ઋતુને અનુરૂપ ગુણકારી અને પૌષ્ટીક વાનગીઓનો સમાવેશ થાય છે
જેમ કે હોળી પર આપણે ધાણી-દાળિયા, ખજૂર, પોંક સવિશેષ ખાઈએ છીએ પણ મોટાભાગે હોળી-ધૂળેટીની વિદાય સાથે લોકો આ પૌષ્ટીક ખાદ્યોને વિસરી જતા હોય છે તો આજે આપણે આ પૌષ્ટીક ખાદ્યોના પોષણમુલ્ય અને તંદુરસ્તીમાં થતા લાભ વિશે વાત કરીશું.
જુવારની ધાણીની એ હોળી-ધુળેટીના મેનુની ખાસ વાનગી છે. આજકાલ લોકો જુવાર ધાણીને બદલે મકાઈની પોપકોર્ન ખાવા લાગ્યા છે પણ પોપકોર્ન નહી જુવારની ધાણી ખાવાની છે. આંતરરાષ્ટ્રીય ધાન્ય વર્ષમાં જુવારનો પૌષ્ટીક ધાન્ય તરીકે મહિમા ગવાયો છે. ધાણીને સૂકી, ઉષ્ણ અને કફનાશક ખાદ્ય ગણાય છે. દર ૧૦૦ ગ્રામ જુવારમાંથી સરેરાશ ૩૪૯ કીલોકેલરી શક્તિ અને ૧૦.૪ ગ્રામ પ્રોટીન મળે છે.
જુવારમાં ચરબી નહીવત હોય છે. ૧૦૦ ગ્રામ જુવારમાં માંડ ૧.૯ ગ્રામ જેટલી ચરબી હોય છે. ટકા ર- ટકા ૩ ગ્રામ જટલા કાર્બોદિત અને ૧.૬ ગ્રામ રેષા મોજુદ હોય છે. જો કેલ્શીયમ ની વાત કરીએ તો જુવારમાં ફકત રર મીગ્રા કેલ્શીયમ હોય છે. પણ ફોસ્ફરસ રરર મીગ્રા જેટલી ઉચી માત્રામાં હોય છે જુવારમાં લોહતત્વ ૪.૧ મીગ્રા જેટલું હોય છે. આમ જુવારમાંથી બનતી ધાણી પણ ખૂબ જ પૌષ્ટીક છે. વધુમાં ધાણી જુવાર કરતા વજનમાં હળવી અને જથ્થામાં વધુ આવે છે.
એથી તે લો કેલોરી, લો ગ્લાયસેમીક ઈન્ડેકસ, હાઈ ફાઈબર ખાદ્ય ગણાય. મેદમયતા, ડાયાબીટીસ, હાઈપરપીડેમીયા, કોલેસ્ટ્રોલ- ટ્રાયગ્લીસરાઈડ વધુ હોય તેવા દરેક લોકો માટે જુવાર ધાણી સેવન કરવા યોગ્ય આહાર છે.
જુવાર છે તે શક્તિમાં સમૃદ્ધ છે. તો દાળિયા પ્રોટીનનો ખજાનો છે આદર્શ રીતે જો ધાન્ય અને કઠોળ સાથે ખવાય તો સંપૂર્ણ પોષણ મળે અને બધા આવશ્યક એમીનો એસીડની પૂરતી થાય દાળિયા એ ઉચું પોષણમુલ્ય ધરાવતો અને ઓછી ચરબી ધરાવતો શ્રેષ્ઠ નાસ્તો ગણી શકાય. દર ૧૦૦ ગ્રામ દાળિયા દીઠ રર-ર૩ ગ્રામ જેટલુ સારું એવું પ્રોટીન મળે છે. ૩ ટકા ર કિલો કેલરી શક્તિ સાથે શકિતઓનો પણ સમૃદ્ધ સ્ત્રોત ગણી શકાય.
પ૮.૧ ગ્રામ કાર્બોદિત અને ૧ ગ્રામ રેષા ધરાવતા દાળિયા સાજી-સ્વસ્થ વ્યક્તિ ઉપરાંત ડાયાબિટીક વ્યક્તિ માટે પણ સરસ આહાર છ. જુવાર પણ વધુ વજન ધરાવતા લોકો અને ડાયાબિટીક લોકો માટે સલામત આહાર છે અને રક્ત શર્કરા વધવા દેતી નથી. વધુ મહત્વની બાબત એ છે કે દાળિયામાં ખૂબ જ સરસ માત્રામાં લોહતત્વ રહેલું છે. ૯.પ મીગ્રા જેટલું ઉચું લોહતત્વ ધરાવતા દાળિયા કિશોરીઓ અને મહિલાઓ માટે ઉત્તમ ખોરાક છે.
ખજૂર પણ રોજ ખાવા યોગ્ય ફળ છે. ખજૂરમાં સુક્રોઝ અને ફરનકટોઝ નામની ફળશર્કરા રહેલી હોય છે. ખજૂર ખાતા વ્હેંત આ ફળશર્કરાનું ફટાફટ પાચન થઈ લોહીમાં ભળી જાય છે અને તરત શક્તિ આપે છે. દર ૧૦૦ ગ્રામ દીઠ ખજૂરમાંથી ૩૪૦-૩૬૦ કીલો કેલરી શક્તિ મળે છે. ખજૂરની વેરાઈટી મુજબ ૬-૯ મીલીગ્રામ જેટલી ઉંચી માત્રામાં પાંડુરોગની શિકાર હોય તેમણે તો હોળી સિવાયના વર્ષભર દરમિયાન ખજુર-દાળિયાનું સેવન કરવું જોઈએ.
ખજૂરમાં ૭પ ગ્રામ જેટલું કાર્બોદિત અને ર-૩ ગ્રામ જેટલા રેષા હોય છે અને બીજા ફળની સખરામણી ઉંચુ ગણી શકાય એટલું ૧ર૦ મી ગ્રામ ખજૂરમાંથી મળી રહે છે. નાના બાળકો માટે ખજૂર મીલ્કશેક એક ઉત્તમ પોષણયુકત અને સ્વાદિષ્ટ વાનગી છે પરંતુ ડાયાબીટીસના દર્દીઓએ ખજૂરના સેવનથી દૂર રહેવું જોઈએ.