મોતિયાની સર્જરીમાં કયો લેન્સ નાખવો તે વીમા કંપની નકકી ન કરી શકે
(એજન્સી)અમદાવાદ, શહેરના પ્રતિષ્ઠીીત ઓર્થોપેડીક સર્જને સર્જરી કરવામાં મુશ્કેલી ન પડે તે માટે બંને આંખમાં ઈમ્પોર્ટડ લેન્સ નખાવ્યો હતો. પ લાખની મેડકલેઈમની પોલીસી અંતર્ગત તેમણે બંને લેન્સની સર્જરીના ૧.૪૦ લાખનું વળતર મેળવવા દાવો કર્યો હતો.
વીમા કંપનીએ બંને લેન્સના થઈને પ૮,૦૦૦ કલેઈમ મંજુર કર્યો હતો. જેની સામે તબીબે ગ્રાહક સુરક્ષામાં ફરીયાદ કરતા પંચે ૮ર હજારની રકમ ૮ ટકા વ્યાજ સાથે ચુકવી દેવા આદેશ કર્યો છે. ગ્રાહક પંચના મેમ્બર પ્રીતી શાહે એવું અવલોકન કર્યું હુતં. કે ફરીયાદીએ કેવી ગુણવત્તાનો લેન્સ નાખવો તે વીમા કંપની નકકી કરી શકે નહી.
ડો.રીકેશ મઝમુદારો રાજય ગ્રાહક પંચ સમક્ષ એવી ફરીયાદી કરી હતી કે, તેમણે ખાનગી વીમા કંપની પાસેથી વર્ષ ર૦૧પ-૧૬માં મેડીકલેઈમ પોલીસી લીધી હતી. તેના ૬ મહીના બકાદ તેમની બંને આંખમાં મોતીયાનું ઓપરેશન કરાવ્યું હતું. ફરીયાદી પોતે સર્જન હોવાથી સર્જરી માટે તેમણે ઉચ્ચ ગુણવત્તાના લેન્સ પસંદ કર્યા હતા.
બંને આંખમાં તેમણે નાખેલા લેન્સની કિંમત ૧ લાખ ૪૦ હજાર હતી. તેમણે વીમા કંપની પાસે કલેઈમ મુકતા કંપનીએ પ૮ હજાર રૂપિયાનો કલેઈમ મંજુર કર્યો હતો. અને ૮ર હજારની રકમ કોઈ વાજબી કારણ આપ્યા વગર કાપી લીધી હતી. ફરીયાદીએ તબીબે એવી દલીલ કરી હતી.
કે તેઓ આ વ્યવસાયે ઓર્થોપેડીક સર્જન છે. તેમને સર્જરી કરવા માટે આંખનું વિઝન વધુ સ્પષ્ટ જાેઈએ. તેથી તેમણે મોતીયાની સર્જરી વખતે સારી ગુણવત્તાવાળા લેન્સ પસંદ કર્યા હતા. પરંતુ વીમા કંપનીએ એવું કારણ આપીને વળતરની રકમ કાપી લીધી હતી.
કે ફરીયાદીએ મલ્ટી ફોકલ કોસ્મેટીક લેન્સ નાંખ્યા છે. જે બિનજરૂરી મોઘા છે. ગ્રાહક પંચે વીમા કંપનીનો દલીલો ફગાવવતા બાકી રહેલા ૮ર હજારનું વળતર ચુકવી દેવા આદેશ કર્યો છે.