નશામાં સર્જેલા અકસ્માતમાં થયેલા મોતનું વળતર વીમા કંપનીએ આપવું પડે

ચેન્નાઈ, મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા મુજબ જો કોઈ વાહનનો ડ્રાઇવર દારુના નશામાં હોય અને તેનાથી કોઈ અકસ્માત સર્જાય તો ત્યારે પણ વીમા કંપનીએ મૃતકના પરિવારને વળતર આપવું પડશે.
જોકે, પાછળથી વીમા કંપની આ રકમ વાહન માલિક પાસેથી વસૂલી શકશે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે, વીમા કંપનીએ પહેલા વળતર જમા કરાવવું પડશે અને ત્યાર પછી એ વળતરની રકમ વાહન માલિક પાસેથી કાયદાકીય પ્રક્રિયા દ્વારા વસૂલી શકશે.ચેન્નાઈના તિરુનીરમલાઇ મેઈન રોડ પર રાજસેકરન નામનો વ્યક્તિ ચાલતો જઈ રહ્યો હતો, ત્યારે એક વાહને તેને ટક્કર મારી હતી, જેમાં તેનું મોત થયું હતું.
મૃતક પરિવારે ૬૫ લાખનું વળતર માંગ્યું હતું, પરંતુ એમએસીટીએ રૂપિયા ૨૭.૬૫ લાખનું વળતર નક્કી કર્યું અને વીમા કંપનીને જવાબદારીમાંથી મુક્ત કરી હતી, કારણ કે દુર્ઘટના સમયે વાહનનો ડ્રાઇવર દારુના નશામાં હતો.SS1MS