Western Times News

Gujarati News

ગુજરાત-રાજસ્થાન સરહદની અલગ અલગ ૮ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ

મોડાસા, નવા વર્ષને લઇને અરવલ્લી અને રાજસ્થાન સરહદ પર પોલિસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નવા વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી યુવાઓ રાજસ્થાન તરફ જતાં હોય છે.

સાથે જ બુટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડતા હોય છે. આવા પેંતરાઓને અટકાવવા અરવલ્લી જિલ્લા પોલિસ સતર્ક બની છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ શામળાજી નજીક આવેલી રતનપુર બોર્ડ પર પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

થર્ટી ફર્સ્ટને લઈ અરવલ્લી જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શામળાજી પાસે રતનપુર ચેકપોસ્ટ પર અન્ય રાજ્યોમાંથી આવતા નાના-મોટા તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

બહારના રાજ્યોમાંથી ૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે કોઈ સામાજિક તત્વો દ્વારા નશીલા પદાર્થો કે કેફી પીણાં જેવી ચીજવસ્તુ ગુજરાતમાંનાં ઘુસે તે માટે કામગીરી હાથ ધરી છે. પોલીસ દ્વારા ‘રાઉન્ડ ધ કલોક’ પેટ્રોલિંગ સહિત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

સાથે જ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન ઘડાયો છે જેમાં બોર્ડર વિસ્તારના ગેસ્ટ હાઉસ અને હોટલની સત્તત તપાસ કરવામાં આવશે.

સંવદેદનશીલ ચેકપોઈન્ટ પર ઉચ્ચ અધિકારીઓને મૂકીને જિલ્લામાં શાંતિમય માહોલ બની રહે તેવો પ્રયાસ કરવામાં આવશે. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ સરહદી વિસ્તારોમાં સીસીટીવી સર્વેલન્સ સાથે સતર્ક બની છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.