તહેવારોની સિઝનમાં ફૂડ સેફ્ટી અને ફૂડ અવેરનેસ પર ઇન્ટરેક્ટિવ સેમિનારનું GCCI ખાતે આયોજન
અમદાવાદ, GCCI દ્વારા ડૉ.એચ.જી. કોશિયા, કમિશનર, FDCA, ગુજરાત સરકારની હાજરીમાં ફૂડ સેફ્ટી અને હાઈજીન પર અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સલામત ખોરાકની તૈયારી, સ્વચ્છતાના ધોરણો અને FSSAI નિયમોના પાલન વિષે ચર્ચા કરી હતી.
GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જીનીયરે તેમના સંબોધનમાં, ખાસ કરીને નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો દરમિયાન ઉજવણીના સમયમાં ખોરાકના મહત્વ અને સ્વચ્છતાના ધોરણોને જાળવી રાખવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે સલામત અને આરોગ્યપ્રદ પ્રથાઓ જાળવવા માટે ગ્રાહકો અને ખાદ્ય વિક્રેતાઓ વચ્ચે સામૂહિક જવાબદારીના મહત્વ વિષે વાત કરી હતી. Interactive Seminar on Food Safety Awareness in the Festive Season for Food Business: STAY HYGIENIC, STAY SAFE organized by GCCI
GCCI ના સિનિયર ઉપપ્રમુખ, શ્રી રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે, આપણે શું ખાઈએ છીએ તે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે અંગે સાવચેત રહેવું આવશ્યક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખાદ્ય ઉદ્યોગ, ખાસ કરીને ગુજરાતમાં, ખોરાકજન્ય બિમારીઓને રોકવા માટે આવા સમયમાં સતર્ક રહેવું જોઈએ અને આપણે ઉદ્યોગની સુધારણા માટે આવા વધુ અવેરનેસ સત્રનું આયોજન કરવું જોઈએ.
GCCIની ફૂડ એન્ડ ડેરી કમિટીના ચેરમેન શ્રી કૌશિક પટેલે વિક્રેતાઓમાં, ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન ખાદ્ય સુરક્ષા વિશે જાગૃતિ લાવવા માટે કમિટીના સતત પ્રયાસો વિષે સંક્ષિપ્તમાં ચર્ચા કરી હતી અને તેમણે કમિટીના સભ્યોનો તેમના સમર્થન માટે નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે GCCI આવા માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરીને સૂક્ષ્મ અને નાના વેપારીઓ અને વ્યવસાય માલિકોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી તેઓને આવી પહેલોમાંથી મહત્તમ લાભ મળી શકે.
શ્રી ગૌરાંગ ભગત, માનદ મંત્રી, GCCIએ આવા યોગ્ય સમયે આ મહત્વપૂર્ણ સત્રનું આયોજન કરવા બદલ આદરણીય ઉપસ્થિત મહેમાનો અને ફૂડ એન્ડ ડેરી કમિટીનો આભાર માન્યો હતો.
ડો. એચ.જી. કોશિયા, કમિશનર, FDCA, ગુજરાત સરકારે તેમના મુખ્ય વક્તવ્ય દરમિયાન “સ્ટે હાઇજીનિક, સ્ટે સેફ” પહેલના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જાહેર આરોગ્યના રક્ષણમાં ખાદ્ય સુરક્ષાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન, વિક્રેતાઓ અને ગ્રાહકો બંનેએ સ્વચ્છતા અને સલામતીના ધોરણો અંગે વધુ સાવચેતી રાખવી જોઈએ.
તેમણે FDCA ના કમ્પ્લાયન્સના પ્રયાસો વિષે માહિતી શેર કરી હતી. કમ્પ્લાયન્સ સુનિશ્ચિત કરવા માટે વિક્રેતાઓ સાથે ઓથોરિટીના સહયોગ પર વિશેષ ભાર મુક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આધુનિક વિજ્ઞાનની પ્રગતિને કારણે ભારતનો ખાદ્ય ઉદ્યોગ અનાજના ઉત્પાદનમાં અગ્રેસર છે અને ગુજરાત દેશમાં હલકી ગુણવત્તાવાળા ખોરાકનો સૌથી ઓછો દર ધરાવે છે કે તે ગર્વની વાત છે તેવો ઉલ્લેખ કર્યો હતો .
ટેકનિકલ પ્રેઝન્ટેશનમાં, FDCA ના પૂર્વ ડેઝિગ્નેટેડ ઓફિસર, શ્રી C.S. ગોહિલે ખોરાકની તૈયારીથી લઈને સર્વિંગ સુધીના ફૂડ સેફ્ટી જેવા અનેક પાસાઓ વિષે વાત કરી હતી. ખાદ્ય વિક્રેતાઓ અને ઉદ્યોગના હિતધારકોના વિઝન વિષે વાત કરી હતી. તેમને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા અને તહેવારોની ભીડ દરમિયાન જાહેર આરોગ્યના ધોરણો જાળવવા માટે આવશ્યક સાધનોથી સજ્જ કરવા જોઈએ એવું જણાવ્યું હતું. તેમણે ફૂડ હાઇજીન અને ફૂડ સેફ્ટી અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
પ્રશ્નોતરી સત્ર દરમિયાન સહભાગીઓ એ અનેક પ્રશ્ન પૂછ્યા હતા અને સ્પીકર દ્વારા તેમનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડેરી કમિટીના ચેરમેન શ્રી કૌશિક પટેલે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું.