અમેરિકામાં ફરી વધ્યા વ્યાજ દર
નવી દિલ્હી, ફેડ રિઝર્વે ફરી એકવાર પોલિસી રેટ વધારવાનો ર્નિણય લીધો છે. બુધવારે રાત્રે (ભારતીય સમય મુજબ), ફેડ રિઝર્વે પોલિસી રેટમાં ૦.૫૦% વધારો કરવાની જાહેરાત કરી હતી.
ફુગાવાને કાબૂમાં રાખવા માટે અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે આ વર્ષે સતત સાતમી વખત પોલિસી વ્યાજ દરમાં વધારો કર્યો છે. જાેકે આ વખતે વ્યાજ દરમાં વધારો પહેલા કરતા ઓછો થયો છે. પરંતુ ફેડ રિઝર્વે આગળ પણ દરમાં વધારાનો સંકેત આપ્યો છે.
અમેરિકાની કેન્દ્રિય બેંક દ્વારા પોતાના વ્યાજ દરમાં અડધા ટકા પોઈન્ટના વધારા પછી, યુએસમાં બેન્ચમાર્ક રેટ ૪.૨૫% થી વધીને ૪.૭૫% થયો છે. જે છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી વધુ છે. અગાઉ, ફેડ રિઝર્વે વ્યાજ દરમાં ૦.૭૫%નો વધારો કર્યો હતો. ફેડ રિઝર્વના પોલિસીમેકર્સે એવી પણ આગાહી કરી છે કે ટૂંકા ગાળામાં ૨૦૨૩ના અંત સુધીમાં બેન્ચમાર્ક દર ૫% અને ૫.૨૫% ની વચ્ચે પહોંચી શકે છે.
એવું માનવામાં આવે છે કે આગામી ત્રણ ક્વાર્ટર માટે ફેડ રિઝર્વ દરમાં ૧% વધારો કરી શકે છે અને તેને આવતા વર્ષના અંત સુધી જાળવી રાખી શકે છે. વ્યાજ દર વધવાથી અમેરિકામાં ગ્રાહક અને બિઝનેસ લોન મોંઘી થશે. તેનાથી મંદીનું જાેખમ વધુ વધી શકે છે.
કેટલાક અર્થશાસ્ત્રીઓ એવું પણ માને છે કે હવે ફેડ રિઝર્વ આગળ પણ માત્ર અડધા ટકાનો વધારો કરશે. ફેડ રિઝર્વના દરમાં વધારાની જાહેરાતના એક દિવસ પહેલા જ અમેરિકામાં નવેમ્બરના ફુગાવાના આંકડાનો અહેવાલ સામે આવ્યો હતો. અમેરિકામાં સતત પાંચમા મહિને ફુગાવાનો દર ધીમો પડ્યો છે. યુએસ મોંઘવારી દર નવેમ્બરમાં ૭.૧% હતો. જ્યારે જૂનમાં સૌથી વધુ ૯.૧% હતો.SS1MS