Western Times News

Gujarati News

શ્રી જલારામ બાપાના અસલી ફોટા વિષેની રસપ્રદ માહિતી

આટકોટ પૂજય જલારામબાપાની એક માત્ર તસવીર વિશે માહિતી આપતા ડો.યોગેશ વસાણીએ જણાવેલ કે ગોડલના દિવાન પ્રાણશંકર જાેષી સાહેબ ઈ.સ.૧૯પરમાં લગભગ ૮પ વરસના હતા. પ્રખર વિજ્ઞાન અને ચારીત્રયશીલ એમનું વ્યકિતત્વ એમને મહાત્મા ગાંધી શામળદાસ કોલેજમાં સાથે ભણતા. Interesting information about original photo of Sri Jalaram Bapa

એ સમયે એમણે એક મુલાકાતમાં બાપાના આ ફોટા વિશે અધિકૃત વાત કરેલી છે. જે રોમાંચક છે. જલારામ બાપાને દિવાનની પ્રાણશંકર જાેષી સાહેબે નાનકડી ઉમરે જાેયેલો… ભકતમંડળી સાથે કિર્તન કરતા. એ વખતે ગોડલ સ્ટેટ જાહોજલાલીને ઉચ્ચસ્થાને હતી. ગોડલ નરેશ પણ જલાભગતને અહોભાવથી માન આપતા સદાવ્રત માટે મદદ કરતા.

જાેષી સાહેબના મામા કલ્યાણભાઈ એ જમાનામાં નથી નવી ગણાતી ફોટાગ્રાફીના શોખીન હતા એમના એક મિત્ર તેનું નામ હતું ડેન્માર્કના વતની હતો અને ફોટોગ્રાફીમાં નિષ્ણાત હતો. આ બંને જણાએ ભેગા મળી રાજકોટમાં એ વખતે આનસન નામે સ્ટુડીયો શરૂ કરેલો જેના મુહુર્તમાં કોઈ પવીત્ર માણસનો ફોટો લેવો એવું નકકી કરેલ.

એ વખતે કાઠીયાવાડમાં જલાભગત એક પવીત્ર સંત તરીકે લોકોમાં ખૂબ જ જાણીતા હતા. એટલે આ બંને મિત્રો સામગ્રી સાથે વિરપુર પહોચ્યા.
એ વખતે વિશાળ કેમેરા અને બ્રેકગ્રાઉન્ડ ગોઠવવામાં દિવસો લાગતા બાપાએ વખતે વયોવૃદ્ધ હતા અને વિરપુરનું સદાવ્રત પણ ધમધમતું હતું. એની ખીચડીનો સ્વાદ આજની માફક જ એ વખતે પણ સ્વાદીષ્ટ હતો.

બંને મિત્રોએ જલાભગતને ફોટો પડાવવા વિનંતી કરી બાપાએ નમ્રપણે ઈન્કાર કર્યો અને કહયું મારા તે વળી ફોટા હોય ? તમારે ફોટો લેવો હોય તો મહારાજ સાહેબ છે. આ બાજુમાં ઉભી છે. એ ગાય માતાનો લ્યો કોઈ પરીવારનો ફોટો લો સાધુઓ પણ છે.. હું તો એક પામર વ્યકિતત્વ છું પણ આ બંને દોસ્તો આજીજી કરી બાપાના ચરણોમાં પડયા. એમને દુખી થતા જાેઈ બાપાનું ભકત હૃદય પીગળી ગયું અને આ ઐતિહાસિક કલીક આપણને મળી.

બંને મિત્રો બાપાને વંદન કરી. પ્રસાદ થઈ રાજકોટના રસ્તે પડયા એ વખતે ફોટા ધોવા માટે પણ જટીલ અને લાંબી પ્રક્રિયા હતી વેટ પ્રોસેસ થી એ કામ થતું.. મોટી સ્લાઈડોને પાણીથી ધોવામાં આવતી. એ વખતે એટલું બધું પાણી ઢોળાતું કે શેરીઓમાં જાેવા મળતું રાજકોટની ખીજડા શેરીઓમાં જાેવા મળતું રાજકોટ એ સ્ટુડીયોમાં જલાભગતનો આ ફોટો આ રીતે જ તસવીર સ્વરૂપ પામ્યો… શરૂઆતમાં એ ગોડલ નરેશ અને દિવાનસાહેબની અંગત લાયબ્રેરીમાં જ પડેલો હતો. પરંતુ બાપાના ભકતોની લાગણી જાેઈ વીરપુર મંદીરમાં પધરાવેશે.

બાપાની હયાતીનો એકમાત્ર આ ફોટો આપણી મોઘી વિરાસત છે. એમાં બાપાની ડાબી આંખ સહેજ બીડાયેલી છે. કદાચ લાઈટનું રીફલેકશન હોય શકે. એ જમાનાની કાઠીયાવાડી પાઘડી અને એગરખું અને ચહેરા પર ની અદભુત આભા આબેહુબ એક ડેનીશ કલાકારે કંડાર્યા છે. આજે આ ફોટા કૂરોડો લોકોની આસ્થાનું કેન્દ્રબિદુ છે. આ સિવાય એક પણ ફોટો જલારામ બાપાનો નથી બીજા જે ફોટા રથ પર મુંછો વાળા કે ભગવાને મા વીરબાઈ માતાજી સોપાતા હોય એવા ફોટા વાઈરલ થાય છે.

એ ફોટા આટે ફોટોગ્રાફી ના સમજના જલારામ બાપા નો એકજ ફોટો છે. જે વીરપુર હાલ મંદીર માં ઢોલીયા પર બિરાજે છે. બાજુમાં ફોટો છે. અને જલારામ બાપાની દીકરી જમનાબાઈના દીકરા કાળા ભગતના દીકીરા હરીરામ ભગત તો છે. જેઓ ભાણેજ ના દીકરાને બાપા એ દત્તક લિધિંલ બાદ મા એ મંદીર ના પ્રથમ ગાદિપતી નિમાયેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.