Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદીની ૮ વર્ષની બાળકી સાથે રસપ્રદ મુલાકાત

Interesting meeting of Prime Minister Modi with an 8-year-old girl

બાળકીએ ક્હયું, તમે મોદીજી છો, તમે ટીવીમાં નોકરી કરો છો-ઉજ્જૈન જિલ્લાના સાંસદ અનિલ ફિરોજીયાની પરિવારને વડાપ્રધાન મોદી સાથે મળવા માટે લઈને આવ્યા હતા

નવી દિલ્હી,  સંસદમાં અત્યારે ચોમાસુ સત્રચાલી રહ્યું છે. આ દરમિયાન બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક આઠ વર્ષની બાળકી સાથે ઘણી રસપ્રદ મુલાકાત થઈ હતી.

મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાથી સાંસદ અનિલ ફિરોજીયા (Madhya Pradesh Ujjain Sansad Anil Firojiya) ની દીકરીની સવારના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ હતી. સાંસદ અનિલ પોતાના પરિવારને વડાપ્રધાન સાથે મળવા માટે લઈને આવ્યા હતા.

વડાપ્રધાને અનિલ ફિરોજીયાની દીકરી આહના ફિરોજીયાને પોતાના વિશે એક પ્રશ્ન પૂછ્યો હતો જેનો ઉત્તર સાંભળીને ત્યાં હાજર લોકો હસી પડ્યા હતા. નરેન્દ્ર મોદીએ આહનાને પૂછ્યું કે, તમને ખબર છે કે હું શું કામ કરુ છું? આ સાંભળીને તેણીએ કહ્યું કે, હા, તમે મોદીજી છો.

હું તમને ઓળખુ છું, હું તમને ટીવી પર જાેવુ છું. તમે લોકસભા ટીવીમાં નોકરી કરો છો. આ વાતચીત અને સાંસદની દીકરીનો જવાબ સાંભળીને માત્ર નરેન્દ્ર મોદી જ નહીં ત્યાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા. આ મુલાકાત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહનાને ચોક્લેટ્‌સ પણ આપી હતી.

નોંધનીય છે કે સાંસદ અનિલ ફિરોજીયા પોતાની બન્ને દીકરીઓ અને પત્નીને લઈને સંસદ આવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર આ મુલાકાતની તસવીરો શેર કરી અને લખ્યું કે, તેમની બન્ને દીકરીઓને વડાપ્રધાનને મળવાની તક મળી તે માટે તે ઘણાં ખુશ છે.

સાંસદે ટિ્‌વટર પર તસવીરોની સાથે લખ્યું કે, દુનિયાના સૌથી પોપ્યુલર નેતા, દેશના સૌથી સફળ વડાપ્રધાન, માનનીય નરેન્દ્ર મોદીને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ઉલ્લેખનીય છે કે અનિલ ફિરોજીયા પહેલી વાર સાંદ બન્યા છે. ગત મહિને તેઓ પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમણે કહ્યુ હતું કે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઓફર આપી હતી કે તેઓ જેટલા કિલો વજન ઘટાડશે, કિલો દીઠ ૧૦૦૦ કરોડ રુપિયા તેમના વિધાનસભા ક્ષેત્રને મળશે. અત્યાર સુધી તેમણે ૨૧ કિલો વજન ઉતાર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.