Western Times News

Gujarati News

રૂ. 4,225 કરોડનો ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI)નો IPO 13 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે

  • પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Shares”) દીઠ રૂ. 397થી રૂ. 417નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે
  • બિડ/ઇશ્યૂ ખૂલવાની તારીખ શુક્રવાર, 13 ડિસેમ્બર, 2024 છે અને બિડ/ઇશ્યૂ બંધ થવાની તારીખ મંગળવાર, 17 ડિસેમ્બર, 2024 છે
  • બિડ્સ લઘુતમ 35 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 35 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે
  • એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં ભાગ લઈ રહેલા લાયક કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 39.7-રૂ. 41.7નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
  • આરએચપી લિંકઃ https://www.axiscapital.co.in/wp-content/uploads/INTERNATIONAL-GEMMOLOGICAL-INSTITUTE-INDIA-LIMITED-Red-Herring-Prospectus.pdf

અમદાવાદ, 10 ડિસેમ્બર, 2024 –  ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (ઈન્ડિયા) લિમિટેડ (“IGI” or “The Company”) શુક્રવાર, 13 ડિસેમ્બર, 2024ના રોજ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઓફર ખોલવા જઈ રહી છે.

INTERNATIONAL GEMMOLOGICAL INSTITUTE (INDIA) LIMITED Rs. 4,225 CRORE INITIAL PUBLIC OFFERING TO OPEN ON FRIDAY, DECEMBER 13, 2024

રૂ. 42,250 મિલિયન (રૂ. 4,225 કરોડ)ના મૂલ્યના (પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના) ઇક્વિટી શેર્સની કુલ ઓફર સાઇઝમાં રૂ. 14,750 મિલિયન (રૂ. 1,475 કરોડ) સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 27,500 મિલિયન (રૂ. 2,750 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે (“Total Offer Size”).

ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 397થી રૂ. 417 નક્કી કરવામાં આવી છે  (“The Price Band”).

ઇક્વિટી શેર દીઠ રૂ. 39.7થી રૂ. 41.7ના ડિસ્કાઉન્ટ સહિતનો પ્રાઇઝ બેન્ડ એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં ભાગ લઈ રહેલા લાયક ઠરેલા કર્મચારીઓને ઓફર કરવામાં આવે છે  (“Employee Reservation Portion Discount”). બિડ્સ લઘુતમ 35 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 35 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે (“Bid Lot”).

કંપની ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમનો નીચેના હેતુઓ માટે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છેઃ પ્રમોટર તરફથી આઈજીઆઈ નેધરલેન્ડ્સ ગ્રુપ અને આઈજીઆઈ બેલ્જિયમ ગ્રુપના હસ્તાંતરણ માટે ખરીદીની કિંમત ચૂકવવા માટે અંદાજિત રૂ. 13,000 મિલિયન (રૂ. 1,300 કરોડ) અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે  (“Object of the Offer”). વેચાણ માટેની ઓફરમાં બીસીપી એશિયા  II  ટોપકો પીટીઈ લિમિટેડ દ્વારા રૂ. 27,500 મિલિયન (રૂ. 2,750 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે (“Promoter Selling Shareholder”).

 મુંબઈમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, મહારાષ્ટ્રમાં 6 ડિસેમ્બર, 2024ના રોજ ફાઇલ કરાયેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઇક્વિટી શેર્સ ઓફર કરવામાં આવે છે.

 બ્લેકસ્ટોનના પ્રાઇવેટ ઇક્વિટી એશિયાના હેડ અમિત દિક્ષીતે જણાવ્યું હતું કે “વૃદ્ધિના આ આગામી પ્રકરણમાં આઈજીઆઈને સમર્થન આપતા અમે ગર્વ અનુભવીએ છીએ. આ કંપનીને તેની પહોંચ અને ઓફરિંગને વિસ્તારવામાં અને સર્ટિફિકેશનના વન-સ્ટોપ પ્રોવાઇડર બનવામાં મદદ કરીને આઈજીઆઈની હાજરી અને કામગીરીને મજબૂત કરવાના અમારા બિઝનેસ બિલ્ડરના પ્રયત્નો ચાલુ હોવાનું દર્શાવે છે.

જ્યારે અમે બે વર્ષ પહેલાં પ્રથમ વખત કંપનીમાં રોકાણ કર્યું હતું ત્યારે અમે જાણતા હતા કે યોગ્ય સંસાધનો અને એક્સેસ સાથે તેહમાસ્પની કારભારી હેઠળ તેની પાસે જબરદસ્ત સંભાવના છે. અમે મેનેજમેન્ટ ટીમ સાથે ભાગીદારી કરવાનું ચાલુ રાખીશું અને આઈજીઆઈમાં ભારે રોકાણ કરીશું તથા તેની બજારની અગ્રણી સ્થિતિને વધુ મજબૂત બનાવીશું.”

 આઈજીઆઈના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તેહમાસ્પ પ્રિન્ટરે જણાવ્યું હતું કે “આ આઈજીઆઈ માટે એક જબરદસ્ત સીમાચિહ્નરૂપ છે. શરૂઆતથી અમારું વિઝન આ વ્યવસાયને વૈશ્વિક નેતૃત્વમાં વિકસાવવાનું છે. અમે ભારતમાં પ્રથમ મૂવર્સ છીએ. અમે વિકાસની પ્રચંડ સંભાવના ધરાવતા ઉદ્યોગમાં મજબૂત કુશળતા અને નવીનતા દર્શાવી છે. અમને બ્લેકસ્ટોનનું સમર્થન પ્રાપ્ત છે અને 50 વર્ષ જૂની વૈશ્વિક કંપનીને ભારતમાં પબ્લિક કંપની બનાવવા માટે ઉત્સાહિત છીએ”.

 જાન્યુઆરી 2024માં તેહમાસ્પ પ્રિન્ટરને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ‘હોલ ઓફ ફેમ’ ઈવેન્ટમાં લૂઝ સ્ટોન્સ અને સ્ટડેડ જ્વેલરી ઉદ્યોગમાં તેમના અમૂલ્ય યોગદાનને માન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની ઘણી સિદ્ધિઓ અને પ્રશંસાઓ ઉપરાંત તેમને W.Z.C.C. દ્વારા ‘આઉટસ્ટેન્ડિંગ જરથુષ્ટિ પ્રોફેશનલ ઓફ ધ યર – 2023’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

 બ્લેકસ્ટોનના વરિષ્ઠ મેનેજિંગ ડિરેક્ટર મુકેશ મહેતાએ જણાવ્યું હતું કે, “આઈજીઆઈ માટે આ એક નોંધપાત્ર સિદ્ધિ છે અને તે આનાથી વધુ સારા સમયે ન આવી શકી હોત. બે વર્ષથી ઓછા સમયમાં અમે લેબ ગ્રોન ડાયમંડ્સના સર્ટિફિકેશનમાં ગ્લોબલ લીડર તરીકે તથા અન્ય સેગમેન્ટ્સમાં વધુને વધુ સ્પર્ધાત્મક કંપની તરીકે આઈજીઆઈની સ્થિતિ મજબૂત કરવામાં મદદ કરી છે. અમે આઈજીઆઈમાં સૌથી મોટા શેરહોલ્ડર છીએ અને તેના વૃદ્ધિના આગામી તબક્કામાં તેની સાથે ભાગીદારી ચાલુ રાખવા માટે રોમાંચિત છીએ.”

 આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(2)ના અનુપાલનમાં અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા તથા એસસીઆરઆરના નિયમ 19(2) (બી)ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં નેટ ઓફરના લઘુત્તમ 75 ટકા પ્રમાણસર ધોરણે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs) (the “QIB Portion”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની સેબી બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને આઈસીડીઆર નિયમનો મુજબ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો

વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (the “Anchor Investor Portion”)ને ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે  (“Anchor Investor Allocation Price”) અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના શેર્સ ક્યુઆઈબી પોર્શન (“Net QIB Portion”)માં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને જ પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે અને નેટ ક્યુઆબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

 આ ઉપરાંત, નેટ ઓફરના મહત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે અને નેટ ઓફરના મહત્તમ 10 ટકા સેબીઆઈસીડીઆર નિયમનો મજુબ રિટેલ ઇન્ડિવિડ્યૂઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરી પૈકીનો એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી રૂ. 1.00 મિલિયન વચ્ચેની એપ્લિકેશન સાઇઝ વચ્ચેના બિડર્સ માટે અનામત રહેશે

અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની બિડ સાઇઝ ધરાવતા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે અનામત રહેશે, એ શરતે કે નોન ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની આ બે સબ કેટેગરીઝ પૈકીની ગમે તે એકમાં અંડર સબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની અન્ય સબ કેટેગરીઝમાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવવામાં આવી શકે છે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત માન્ય બિડ્સને આધીન રહેશે.

આ ઉપરાંત એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર ફાળવવામાં આવશે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) આ ઓફરમાં તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી (અહીં જણાવ્યા મુજબ)ની વિગતો પૂરી પાડીને ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ભાગ લેવાનો રહેશે જેમાં બિડની સંબંધિત રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા અથવા સ્પોન્સર બેંકો દ્વારા, જે લાગુ પડતી હોય તે, મુજબ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે પેજ 569 પર “Offer Procedure” વાંચો.

એક્સિસ કેપિટલ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે (“BRLMs”). અહીં જણાવવામાં આવેલા પરંતુ વ્યાખ્યા ન કરાયેલા તમામ કેપિટલાઇઝ્ડ શબ્દોનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.