Western Times News

Gujarati News

આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં તિરાડો પડી, ૫૦ જગ્યાએ લીકેજ

નવી દિલ્હી, નાસા પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને લઈને ટેન્શનમાં આવી ગયું છે. છેલ્લા પાંચ વર્ષથી આઈએસએસમાં થોડાં-થોડાં લીકેજ હતા. જો કે, હવે એવું જાણવા મળ્યું છે કે આઈએસએસમાં ઓછામાં ઓછા ૫૦ જગ્યાએ લીકેજની સમસ્યા સર્જા છે.

આ સિવાય આઈએસએસમાં તિરાડો પણ દેખાઈ રહી છે. નાસાનો એક તપાસ રિપોર્ટ લીક થઈ ગયો હતો જેમાં ખુલાસો થયો કે આઈએસએસ મોટા ખતરામાં છે.

આ ઉપરાંત સુનિતા વિલિયમ્સ સહિત અહીં રહેતા અવકાશયાત્રીઓના જીવ પણ જોખમમાં મૂકાયા છે.રશિયાએ પૃથ્વીની આસપાસ ફરતી લેબમાં માઇક્રો વાઇબ્રેશનનો પણ દાવો કર્યાે છે. નાસાનું કહેવું છે કે સ્પેસ સ્ટેશનમાંથી મોટી માત્રામાં હવા નીકળી રહી છે, જે ખતરાની ઘંટડી છે. જો કે લોકોના જીવ બચાવવા અને ઉકેલ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ ૈંજીજીમાં છેલ્લા પાંચ વર્ષથી લીકેજની સમસ્યા છે.પ્રથમ લીક સ્પેસ સ્ટેશનમાં હાજર યવેઝદા મોડ્યુલમાંથી શરૂ થયું હતું, જે ડોકિંગ પોર્ટ તરફ દોરી જતી ટનલ છે. આ ભાગનું નિયંત્રણ રશિયાના હાથમાં છે.

જોકે, નાસા અને રશિયન એજન્સી રોસકોમોસ વચ્ચે આ સમસ્યાનું સાચું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સહમતિ નથી બની શકી. જાણીતા મીડિયા અનુસાર, નાસાના અવકાશયાત્રી બોબ કબાનાએ કહ્યું કે સ્પેસ એજન્સીએ આ લીકેજ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

કબાનાએ જણાવ્યું હતું કે લીકેજને રોકવા માટે ઓપરેશન ચલાવવાથી થોડા સમય માટે રાહત મળી શકે છે પરંતુ તે કાયમી ઉકેલ નથી. અમેરિકા કહે છે કે આ સુરક્ષિત નથી. લીકેજ પ્રથમ વખત ૨૦૧૯ માં શોધી કાઢવામાં આવ્યું હતું.

આ પછી, એપ્રિલ ૨૦૨૪ થી, દરરોજ ૧.૭ કિલોના દરે હવા લીક થવા લાગી. સામાન્ય રીતે સાતથી દસ અવકાશયાત્રીઓ આઈએસએસમાં રહે છે. રશિયન એન્જિનિયરોએ માઇક્રો વાઇબ્રેશન વિશે વાત કરી છે. નાસાએ આ ખતરાને ટાળવા માટે કેટલાક પગલાં લીધાં છે. આ સિવાય અહીં હાજર અવકાશયાત્રીઓને પણ વધારાની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.