હરિયાણાના 7 જિલ્લાઓમાં ઇન્ટરનેટ બંધઃ હોસ્પિટલોમાં એલર્ટ
ખેડૂત આંદોલન હિંસક બન્યુંઃ અનેક ઘાયલ
નવી દિલ્હી, સ્વામીનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરવા, એમએસપી પર ગેરેન્ટી, લખીમપુર ખીરી ઘટના પર કડક કાર્યવાહી કરવા જેવી ઘણી માંગોને લઈને ખેડૂતો ફરી કેન્દ્ર સરકારની સામે પડ્યા છે. કેન્દ્ર સરકાર સાથે બે વખત વાત કર્યા બાદ સંયુક્ત કિસાન મોર્ચા અને કિસાન શ્રમિક મોર્ચાએ મંગળવારે દિલ્હી કૂચની જાહેરાત કરી હતી. મંગળવારે પંજાબથી દિલ્હીની તરફ કૂચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લઈ રહ્યું છે.
પોલીસની સાથે ઝડપમાં અત્યાર સુધી ઘણા પ્રદર્શનકારી અને પોલીસ ઘાયલ થયા છે. કાલે શંભૂ અને ખનૌરી બોર્ડર પર પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. હરિયાણા પોલીસના બેરિકેડિંગ અને તારની વાડની સાથે અણીદાર સીમેન્ટેડ બેરીકેટ્સ હટાવવા પર પોલીસે ખેડૂતો પર પાણી નાખ્યું. તેની સાથે જ આંસૂ ગેસના ગોળા પણ નાખ્યા હતા.
હરિયાણા સરકારે ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનને ધ્યાનમાં રાખી સાત જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ અને અક સાથે ઘણા મેસેજ ફોરવર્ડની સેવાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. જે મંગળવારે બે દિવસ સુધી વધારીને ૧૫ ફેબ્રુઆરી સુધી કરી દેવામાં આવ્યો છે. સરકારે આદેશ આપ્યો છે કે અંબાલા, કુરૂક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસામાં આ પ્રતિબંધ લાગુ રહેશે.
આ બાજુ પંજાબ સરકારે શંભૂ અને ખનૌરી બોર્ડર પર પોલીસની સાથે ઝપાઝપી બાદ ઘણા ખેડૂતોના ઘાયલ થવાને ધ્યાનમાં રાખી હરિયાણા સીમા સાથે જોડાયેલા હોસ્પિટલમાં એલર્ટ જાહેર કરી દીધુ છે.
સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય સરકારે હરિયાણા બોર્ડર પર એમ્બ્યુલન્સની સંખ્યા વધારી દીધી છે. તેના ઉપરાંત ડોક્ટરો અને અન્ય કર્મચારીઓને ડ્યૂટી પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે સરકારે સંગરૂર, પટિયાલા, ડેરા બસ્સી, મનસા અને બઠિંકામાં સ્થિત હોસ્પિટલોને એલર્ટ જાહેર કર્યું છે.
કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓની સોમવારે થયેલી બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યું. ચંડીગઢમાં લગભગ સાડા પાંચ કલાક ચાલેલી બેઠક બાદ મોડી રાત્રે બહાર આવેલા ખેડૂત નેતાઓએ કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગોના પ્રતિ ગંભીર નથી. ખેડૂત નેતાએ કહ્યું કે મંગળવારે દિલ્હી ચલો માર્ચ ચાલુ રહેશે.
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, અર્જુન મંડા વ નિત્યાનંદ રાયની સાથે એસકેએમ કિસાન નેતા જગજીત સિંહ ડલ્લેવાલ અને અન્ય ખેડૂત નેતાઓની વચ્ચે આ બીજી બેઠક હતી. બેઠક બાદ ખેડૂત નેતાઓએ પત્રકારોને જણાવ્યું કે સરકારે એમએસપી પર કમેટી બનાવવા સહિત ઘણા સુઝાવ આપ્યા છે. જેના પર મોર્ચાના અન્ય નેતાઓની સાથે ચર્ચા કરવામાં આવશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે હરિયાણાના શંભુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ખેડૂતોને રોકવા માટે આંસુ ગેસના શેલનો મારો ચલાવ્યો હતો. એમએસપી સહિતના તમામ મુદ્દાઓને લઈને દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોની સાથે વાતચીત માટે કેન્દ્ર સરકાર તૈયાર છે.
આ સિવાય સરહદો પર આરએએફ, અર્ધલશ્કરી દળ, એન્ટી રાઈટ વ્હીકલ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ વાહનોની તપાસ કરી રહી છે. ટ્રાફિક જામથી લોકોને બચાવવા માટે પોલીસે એડવાઈઝરી જારી કરી છે.
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગ મોડી રાત્રે શંભુ બોર્ડર પર ઈજાગ્રસ્ત ખેડૂતોની હાલત પૂછવા માટે રાજપુરાની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ઈજાગ્રસ્ત ખેડૂતોને રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરાવી હતી. રાહુલ ગાંધીએ ખેડૂતો પાસેથી તેમની ઈજાઓ વિશે જાણ્યું હતું.
પટિયાલા ડીસીએ અંબાલા ડીસીને પંજાબના વિસ્તારમાં ડ્રોન ન મોકલવા માટે પત્ર લખ્યો છે. તેણે આ અંગે અંબાલાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને પણ જાણ કરી છે. હવે સરહદ પર ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે સરકાર ખેડૂતો તરફથી વાતચીતના પ્રસ્તાવની રાહ જોઈ રહી છે.