ફોર વ્હીલર ગાડીની ઉઠાંતરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
ભરૂચ એસલીબી પોલીસે ઝડપી પાડેલા ફોર વ્હીલર ગાડીના ચોરો પાસેથી ૯ ગુનાઓનો ભેદ ઉકેલ્યો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ગુજરાતમાં ઘર આંગણે પાર્ક કરેલી ફોર વ્હીલર ગાડીઓ ચોરી થતી હોવાની ફરીયાદોના પગલે ભરૂચ એલ સી બી પોલીસે ઝીણવટ ભરી તપાસ કરી અંકલેશ્વર માંથી ફોર વ્હીલર ગાડીની ચોરીનો ભેદ ઉકેલવામાં ભરૂચ એલસીબી પોલીસને આંતર રાજ્ય ફોર વ્હીલર ગાડીની ચોરી કરતી ગેંગ ઝડપાઈ જતાં ૯ ગુનાઓ નો ભેદ ઉકેલવામાં ભરૂચ પોલીસને સફળતા મળી ગઈ છે.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લામા ફોર વ્હીલર ગાડીની ઉઠાંતરી ની ફરીયાદો મોટા પ્રમાણમાં મળતા તેની તપાસ ભરૂચ એલ સી બી પી. આઈ ઉત્સવ બારોટને સોંપાઈ હતી અને ભરૂચ એલ.સી.બીની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.
જેમાં “અંક્લેશ્વર શહેર જી.આઇ.ડી.સી પોલીસ મથકમાં ગાડી ચોરીનો ગુનો દાખલ થયેલ જેમાં ચોરીમાં ગયેલ ગ્રે મેટાલીક હુંન્ડાઈ કંપની વરના ફોર વ્હીલ ગાડી નંબર ય્ત્ન-૧૫-ઁઁ-૬૬૨૩ સુરત શહેરમાં કામરેજ વાવ વિસ્તારમાં ફરે છે.જે માહીતી આધારે એલ.સી.બી ટીમ તાત્કાલીક સુરત ખાતે રવાના થઈ હતી.
સુરત કામરેજ વાવ ખાતે વોચ તપાસમાં હતા દરમ્યાન ચોરીમાં ગયેલ વરના ગાડી વાવ થી પલસાણા હાઇવે તરફ જતા દેખાતા તેનો ફિલ્મી ઢબે પીછો કરી બારડોલી રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે કોર્ડન કરી રોકી લઈ વરના ગાડી સાથે ત્રણ ઈસમોને પકડવામાં આવેલ,જે ત્રણેય ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી સઘન અને ઉંડાણપુર્વકની પુછપરછ કરતા ત્રણેય આરોપીઓ ભાંગી પડેલ અને ત્રણેય મીત્રો મળી
જેમાં આ કામના આરોપી રામબહાદુર રામવતાર યાદવ અંકલેશ્વર તથા સુરતના રસ્તાઓ તથા વિસ્તારથી વાકેફ હોય ભરૂચ, સુરત, નવસારી, તાપી જીલ્લા માંથી અલગ અલગ કંપનીની કુલ-૦૯ ફોર વ્હીલની ચોરી કર્યાની કબુલાત આપતા તેઓ પાસેથી ચોરીમાં ગયેલ
કુલ ૦૨ ફોર વ્હીલર ગાડી રીકવર કરી કુલ-૦૯ ફોર વ્હીલ ચોરીના અન્ડીટેકટ ગુનાઓ શોધી કાઢવામાં આવેલ છે, તેમજ ચોરી કરી ગાડીઓ રાજસ્થાન ખાતે લઈ જતા તેમજ વેચાણ લેતા ગેંગના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ ત્રણ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે.
ઝડપાયેલા આરોપીઓના નામ અને ઓળખ ઃ (૧) ખુરશીદ અહેમદ નિશાર અહેમદ ઉ.વ.૫૦ હાલ રહે, મુળ રહે, શિવરા ગામ સરાય મેંદીરાય પોસ્ટ. હૈસી પરજી થાના-માંધાતા તા-સદર જી-પ્રતાપગઢ (ઉત્તરપ્રદેશ) (૨) રામબહાદુર રામવતાર યાદવ ઉ.વ.૫૨ હાલ રહે, નવા ગામ ડીંડોલી ભાડાના મકાનમાં સુરત શહેર મુળ
રહે, મન્હુપુર ગામ તા-રાણીગંજ પોસ્ટ-સરારાજા થાના-મંધાતા જી-પ્રતાપગઢ (ઉત્તરપ્રદેશ) (૩) મોહમ્મદ આમીર મોહમ્મદ જહીર ઉ.વ.૨૦ હાલ રહે, નવા ગામ ડીંડોલી સુરત શહેર મુળ રહે, મિશ્રપુર ગામ તા-સરાય ભીમસેન થાના-માંધાતા જી-પ્રતાપગઢ (ઉત્તર પ્રદેશ)