Western Times News

Gujarati News

આરના હોસ્પિટલમાં ગુજરાતની પ્રથમ યુરોલિફ્ટ પ્રોસીજર હાથ ધરાઈ

 જે પ્રોસ્ટેટના વિસ્તરણ માટેની સૌથી ફિઝિયોલોજીકલ અને ન્યૂનતમ ઈન્વેઝિવ પ્રોસીજર છે

ડો. રોહિત જોશી યુરોલિફ્ટ પ્રોસીજરથી બેનિન પ્રોસ્ટેટિક હાયપરપ્લાસિયા (બીપીએચ)ની સારવાર કરનાર ગુજરાતના પ્રથમ યુરોલોજિસ્ટ બન્યા

મુખ્ય બાબતોઃ

• બેનિન પ્રોસ્ટેટિક હાયપરપ્લાસિયા (બીપીએચ) એ એક સામાન્ય સ્થિતિ છે જેનો પેશાબના કંટાળાજનક લક્ષણો દ્વારા ખ્યાલ આવે છે જે પ્રોડક્ટિવિટીમાં ઘટાડો, હતાશા, ઊંઘમાં વિક્ષેપ અને જીવનની ગુણવત્તામાં ઘટાડો લાવી શકે છે.

• યુરોલિફ્ટ સિસ્ટમ બીપીએચ ધરાવતા પુરૂષો માટે લક્ષણોમાં ઝડપી રાહત પૂરી પાડે છે અને દર્દીઓને ઝડપથી સાજા કરે છે

• અમદાવાદમાં આરના સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, હાલમાં, ગુજરાતમાં યુરોલિફ્ટ સિસ્ટમ કરવા માટે નિયુક્ત કરાયેલ એકમાત્ર સેન્ટર છે.

અમદાવાદ, અમદાવાદ સ્થિત આરના સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલે યુરોલિફ્ટ પ્રોસીજર કરનારી ગુજરાતની પ્રથમ યુરોલોજી હોસ્પિટલ બનીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સારવાર પ્રોસ્ટેટની વૃદ્ધિના લક્ષણો સાથે જીવતા પુરુષોને ઝડપી રાહત અને રિકવરી આપે છે.

Dr Rohit Joshi Chairman and Chief Urologist Aarna Hospital(Center) with patient Mr. Jeshangbhai Patel(Right) and on the left son of the patient.

એફડીએ-ક્લીયર યુરોલિફ્ટ સિસ્ટમ એ એકમાત્ર સારવાર છે જે પ્રોસ્ટેટિક યુરેથ્રલ લિફ્ટ (પીયુએલ) પ્રોસીજરનો ઉપયોગ કરે છે. જાણીતા યુરોલોજિસ્ટ ડો. રોહિત જોશી અને ડો. ગૌરાંગ કદમની આગેવાની હેઠળની તબીબી ટીમે અમદાવાદના 64 વર્ષીય પુરુષ દર્દી પર સફળતાપૂર્વક પ્રોસીજર હાથ ધરી હતી

અને દર્દીને માત્ર 2-3 કલાકમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. નોંધનીય છે કે, અમદાવાદની આરના સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, યુરોલિફ્ટ સિસ્ટમ હાથ ધરવા માટે હાલ ગુજરાતમાં નિયુક્ત કરાયેલ એકમાત્ર સેન્ટર છે.

ગુજરાતમાં સૌપ્રથમ યુરોલિફ્ટ પ્રોસીજર અંગે ટિપ્પણી કરતાં આરના ગ્રુપ ઓફ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ્સના ચેરમેન અને ચીફ યુરોલોજિસ્ટ ડો. રોહિત જોશીએ જણાવ્યું હતું કે “અમને ખુશી છે કે ગુજરાતમાં દર્દીઓ હવે એફડીએ દ્વારા મંજૂરી પ્રાપ્ત યુરોલિફ્ટ સિસ્ટમ ટ્રીટમેન્ટનો લાભ લઈ શકશે જે બીપીએચને લગતા લક્ષણો ધરાવતા દર્દી માટે સુરક્ષિત અને અસરકારક સાબિત થઈ છે.

સારવાર બાદ દર્દીઓ કેથેટર વિના એ જ દિવસે રજા લઈને ઘરે જઈ શકે છે. સારવાર પછી ન્યૂનતમ ડાઉનટાઇમ છે અને ઘણા દર્દીઓ 1-2 અઠવાડિયામાં જ લક્ષણોમાં રાહત અનુભવે છે. સૌથી અગત્યનું એ છે કે યુરોલિફ્ટ પ્રોસીજર ભારે જોખમવાળા દર્દીઓ માટે પણ એકદમ સલામત છે અને સ્ખલન વિક્ષેપ અને પેશાબની અસંયમિતતા જેવી આડઅસરોને દૂર કરે છે”.

બીપીએચ (બેનિન પ્રોસ્ટેટિક હાયપરપ્લાસિયા) એ એક સામાન્ય સ્થિતિ છે જે પેશાબના કંટાળાજનક લક્ષણો દ્વારા ચિહ્નિત થયેલ છે જે પ્રોડક્ટિવિટી, હતાશા, ઊંઘમાં ખલેલ અને જીવનની ગુણવત્તામાં ઘટાડો લાવી શકે છે. જો સારવાર ન કરવામાં આવે તો કેટલાક પુરુષો માટે લાંબા ગાળાના જોખમો ઊભા થઈ શકે છે.

બીપીએચ મૂત્રાશયને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. મૂત્રાશયની પથરી, પેશાબમાં લોહી, અનિયમિત રીતે પેશાબ થવો અથવા પૂરેપૂરો પેશાબ ન થવા સહિતની અન્ય ગંભીર સમસ્યાઓ પણ સમય જતાં ઊભી થઈ શકે છે.

યુરોલિફ્ટ સિસ્ટમ એ બીપીએચની સારવાર માટે ન્યૂનતમ ઈન્વેઝિવ અપ્રોચ છે જે એક જ દિવસમાં દર્દી પર હાથ ધરી શકાય છે. તે બીપીએચ ધરાવતા પુરૂષો માટે લક્ષણોમાં ઝડપી રાહત પૂરી પાડે છે અને દર્દીઓને ઝડપથી સાજા થવાનો સમય આપે છે.

ન્યૂનતમ ઈન્વેઝિવ આઉટપેશન્ટ પ્રોસીજર દરમિયાન મૂકવામાં આવતા યુરોલિફ્ટ સિસ્ટમના પરમેનેન્ટ ઈમ્પ્લાન્ટ્સ  પ્રોસ્ટેટ અવરોધને દૂર કરે છે અને પ્રોસ્ટેટની પેશીઓને કાપ્યા, ગરમ કર્યા અથવા દૂર કર્યા વિના સીધા મૂત્રમાર્ગને ખોલે છે. પુરુષો ન્યૂનતમ ડાઉનટાઇમ સાથે તેમની સામાન્ય દિનચર્યામાં પાછા આવી શકે છે અને જાતીય જીવનને માણી શકે છે.

વિશ્વભરમાં 4,00,000થી વધુ પુરુષોની બીપીએચ સમસ્યા માટે યુરોલિફ્ટ સિસ્ટમ સાથે સારવાર કરવામાં આવી છે. ભારતમાં, યુરોલિફ્ટ સિસ્ટમ સાથે બીપીએચના કુલ 32 દર્દીઓની અલગ અલગ શહેરોમાં વિવિધ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સમાં સારવાર કરવામાં આવી છે.

બીપીએચના લક્ષણોનો અનુભવ કરતા પુરુષોએ વધુ માહિતી અને સારવારના વિકલ્પો માટે યુરોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. જો તમને તાત્કાલિક પેશાબ કરવાની જરૂર પડવી, પેશાબનો પ્રવાહ શરૂ કરવામાં મુશ્કેલી, પેશાબ કરતી વખતે દબાણ અથવા જોર લગાવવાની જરૂર પડવી, ટીપેટીપે પેશાબ થવો,

પેશાબ કર્યા પછી મૂત્રાશય ખાલી નથી તેવી લાગણી થવી, પેશાબનો નબળો પ્રવાહ, પેશાબ કરવા જવાનો સમય વધવો, રાત્રે વારંવાર પેશાબ કરવા ઊઠવું, પેશાબ કરતી વખતે બળતરા અથવા પેશાબ દરમિયાન દુખાવો જેવા બીપીએચના લક્ષણો જણાય તો તમે બીપીએચની સારવાર લઈ શકો છો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.