92 ટકા દર્દીઓએ આ પધ્ધતિથી 90 દિવસની અંદર ડાયાબીટિસની તમામ દવાઓ બંધ કરી
ટ્વિન હેલ્થએ ટાઇપ 2 ડાયાબીટિસ સહિત લાંબા ગાળાના ચયાપચયના રોગોમાં સ્થિતિ સુધારવા અને નિવારણ કરવા હોલ બોડી ડિજિટલ ટ્વિન ટેકનોલોજીની શોધનો વ્યાપ વધારવા રૂ. 1000 કરોડનું ફંડ મેળવ્યું
નૈદાનિક પરીક્ષણોમાં 90 ટકાથી દર્દીઓમાં ટાઇપ 2 ડાયાબીટિસની સ્થિતિ સુધરી છે અને 92 ટકા દર્દીઓએ ટ્વિન સર્વિસમાં સામેલ થઈએ 90 દિવસની અંદર ડાયાબીટિસની તમામ દવાઓ બંધ કરી છે
In clinical trials, over 90% achieved type 2 diabetes reversal and 92% eliminated all diabetes medication within 90 days of joining the Twin service.
અમદાવાદ, હોલ બોડી ડિજિટલ ટ્વિન પ્રીસિસન હેલ્થ ટેકનોલોજીની ઉત્પાદક ટ્વિન હેલ્થએ ભારત અને અમેરિકામાં એની કામગીરી વધારવા સીરિઝ સી ફંડિંગમાં 140 મિલિયન ડોલર (રૂ. 1000 કરોડ)ની જાહેરાત કરી હતી. invention of Whole Body Digital Twin technology to reverse and prevent chronic metabolic diseases including type 2 diabetes
વર્ષ 2018માં સ્થાપિત ટ્વિન હેલ્થએ હોલ બોડી ટ્વિન ની શોધ લાંબા ગાળાના ચયાપચયના રોગોમાં સ્થિતિ સુધારવા અને એનું નિવારણ કરવામાં મદદરૂપ થવા કરી છે, ત્યારે ઊર્જા અને શારીરિક સ્વાસ્થ્ય સુધારવા માટે કરી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોલ બોડી ડિજિટલ ટ્વિન પ્રીસિસન નોન-ઇન્વેસિવ વેરેબલ સેન્સર્સ અને સેલ્ફ-રિપોર્ટેડ પસંદગીઓ મારફતે દરરોજ એકત્ર કરેલા હજારો ડેટામાંથી દરેક વ્યક્તિના વિશિષ્ટ ચયાપચયની બદલાતી સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે.
હોલ બોડી ડિજિટલ ટ્વિન દર્દીઓ અને તેમના ડૉક્ટર્સને ટાઇપ 2 ડાયાબીટિસ, કાર્ડિયોવાસ્ક્યુલર રોગ અને યકૃતના રોગ સહિત વિવિધ લાંબા ગાળાના મેટાબોલિક રોગોની સ્થિતિ સુધારવા અને એનું નિવારણ સહીસલામત રીતે કરવા પોષણ, ઊંઘ, વિવિધ પ્રવૃત્તિ અને ધ્યાન સાથે શ્વાસોશ્વાસ માટે માર્ગદર્શન પ્રદાન કરે છે.
ટ્વિન હેલ્થના સ્થાપક અને સીઇઓ જહાંગીર મોહમ્મદે કહ્યું હતું કે, “આપણને દરેકને એક શરીરની ભેટ મળી છે. જો તક મળે, તો શરીર પોતાની જાતે સ્વસ્થ થઈ શકે છે. અમારું હોલ બોડી ડિજિટલ ટ્વિન તમારી સાથે રહેશે – તમને તમારી સુંદર શરીર રચનાનો સ્પષ્ટ ચિતાર આપશે, તમારી ચયાપચયની પ્રક્રિયા વિશે સતત જાણકારી આપશે અને તમને તમારું સ્વાસ્થ્ય સુધારવા તમે શું કરી શકો છો એ વિશે જણાવશે.”
જહાંગીર સીરિયલ ઇન્વેન્ટર, ઉદ્યોગસાહસિક અને ટેક પાયોનીયર છે. તેમણે વર્ષ 2000માં કાઇનેટો વાયરલેસની શોધ કરી હતી, ઇન્ડોર વોઇસ અને ડેટા માટે મોબાઇલ ફોનમાં વાઇફાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવી શરૂઆત કરી હતી. પછી તેમણે અગ્રણી આંતરરાષ્ટ્રીય આઇઓટી પ્લેટફોર્મમાં જેસ્પર ટેકનોલોજીસની સ્થાપના અને નિર્માણ કર્યું હતું, વર્ષ 2016માં 1.4 અબજ ડોલરમાં સિસ્કો એક્વાયર કરી હતી.
જહાંગીરે કહ્યું હતું કે,” આંતરરાષ્ટ્રીય સ્તરે લાંબા ગાળાની બિમારી ધરાવતા દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થવાની સાથે હોલ બોડી ડિઝાઇન ટ્વિન મારા જીવનનું મહત્વપૂર્ણ કાર્ય બની ગયું છે. ટ્વિનની લોકોના જીવન પર અસર મને દરરોજ નવી ઊર્જા અને પ્રેરણા આપે છે.”
ટાઇપ 2 ડાયાબીટિસ જેવા લાંબા ગાળાના મેટાબોલિક રોગો સમયની સાથે વ્યક્તિની ચયાપચયની પ્રક્રિયાને બગાડવાનું શરૂ કરી શકે છે. તબીબી સંશોધન દર્શાવે છે કે, દરેક વ્યક્તિની ચયાપચયની કામગીરી વિવિધ રીતે થાય છે, જે દરેક વ્યક્તિ માટે કસ્ટમાઇઝ સારવાર આપવા નોંધપાત્ર પડકારો પ્રસ્તુત કરે છે.
હોલ બોડી ડિઝાઇન ટ્વિન™ અદ્યતન ટેકનોલોજી અને આધુનિક તબીબી વિજ્ઞાનનો ઉપયોગ કરીને આ જટિલતાનું સમાધાન કરશે અને અંગત, સચોટ અને સમયસર ઉપયોગી જાણકારી અને સૂચનો કરશે, જે નુકસાન થયેલી ચયાપચયની પ્રક્રિયાને સુધારવામાં મદદરૂપ થશે.
ભારત ટાઇપ 2 ડાયાબીટિસના 70 મિલિયનથી વધારેદર્દીઓ ધરાવે છે, જે દુનિયામાં કોઈ પણ દેશમાં બીજા સૌથી વધુ દર્દીઓ છે. વર્ષ 2045 સુધી આ દર્દીઓ સંખ્યા વધીને 134 મિલિયન થવાની અપેક્ષા છે.
ગ્લોબલ રિસર્ચના સહ-સ્થાપક અને હેડ ડૉ. મલુક મોહમ્મદે ઉમેર્યું હતું કે, “ડાયાબીટિસમાંથી ઊભી થતી જટિલતાઓને કારણે ભારતમાં દર 20માંથી એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાલની સારવાર રોગના કારણના મૂળનું સમાધાન કરતી નથી અને સમગ્ર ભારતમાં ડાયાબીટિસના દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. અમે ટ્વિનમાં આ બદલવાનું અભિયાન ધરાવીએ છીએ.”
ટ્વિન સર્વિસનો ઉપયોગ ભારતના સેંકડો અગ્રણી ડાયાબીટોલોજિસ્ટ,એન્ડોક્રાઇનોલોજિસ્ટ અને એમડી ફિઝિશિયન ટાઇપ 2 ડાયાબીટિસની સ્થિતિ સુધારવા એટલે કે લોહીમાં ગ્લુકોઝનું સ્તર સામાન્ય જાળવવા કરે છે, તો સાથે સાથે ઇન્સ્યુલિન સહિત તમામ ડાયાબીટિસની તમામ પ્રકારની દવાઓ બંધ કરે છે. અત્યાર સુધી ટ્વિનની સર્વિસનો ઉપયોગ કરીને હજારો દર્દીઓમાં ટાઇપ 2 ડાયાબીટિસની સ્થિતિમાં સુધારો થયો છે.
ટ્વિન હેલ્થ સર્વસમાવેશક પ્રોગ્રામઓફર કરે છે, જેમાં ગ્લુકોઝ પર સતત નજર રાખવી અને ફિટનેસ વોચ તેમજ લોહીનું પરીક્ષણ, ડૉક્ટર્સ, હેલ્થ કોચ વગેરે સાથે કન્સલ્ટેશન સામેલ છે. હોલ બોડી ડિઝાઇન ટ્વિન ટેકનોલોજી વ્યક્તિના સ્વાસ્થ્ય પર સતત નજર રાખે છે તથા ડૉક્ટર્સ અને ટ્વિન કોચને ઝડપથી કામગીરી કરવા સક્ષમ બનાવે છે.
ઉપયોગ કરવામાં સરળ એપ દ્વારા દર્દીઓ અને તેમની સારવાર કરતી ટીમ પોષણ, ઊંઘ, પ્રવૃત્તિ અને વૈકલ્પિક શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં વ્યક્તિગત, સચોટ, સમયસર માર્ગદર્શન પ્રદાન કરે છે.
ટ્વિન હેલ્થની ક્લિનિકલ રિસર્ચ ટીમ ડિજિટલ ટ્વિન ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાંબા ગાળાની ચયાપચયની બિમારીમાં સ્થિતિ સુધારવા માટે વિશ્વના પ્રથમ રેન્ડમાઇઝ કન્ટ્રોલ્ડ ટ્રાયલ (આરસીટી)નો ઉપયોગ કરે છે. અગાઉના આરસીટી ડેટા તાજેતરમાં પ્રસ્તુત થયા હતા અને અમેરિકન ડાયાબીટિસ એસોસિએશનના ડાયાબીટિસ જર્નલમાં પ્રકાશિત થયા હતા, જે એના પ્રથમ પ્રકારના આરોગ્યલક્ષી પરિણામો હતા.
દર્દીઓ લોહીમાં શુગરના સ્તરના સામાન્ય માપ HbA1cમાં 3.1 (સરેરાશ બેઝલાઇન 8.7)નો ઘટાડો જોવા મળ્યો હતો, 90 ટકાથી વધારે દર્દીઓમાં ટાઇપ 2 ડાયાબીટિસ રિવર્સલ (HbA1c 6.5થી ઓછો) જોવા મળ્યું હતું અને ઇન્સ્યુલિન સહિત તમામ પ્રકારની ડાયાબીટિસની દવાઓ 92 ટકાએ બંધ કરી હતી. ઉપરાંત દર્દીઓના વજનમાં સરેરાશ 9.1 કિલોગ્રામનો ઘટાડો થયો હતો.
બેઝલાઇન અસાધારણ યકૃતની કામગીરી સાથે દર્દીઓ વચ્ચે (ક્લિનિકલ લેબ મૂલ્યો પર સંવર્ધિત એએલટી દ્વારા પરિભાષિત કર્યા મુજબ) એએલટીમાં સરેરાશ 24 યુનિટ/લિટરનો ઘટાડો થયો હતો. આરસીટીના વૈજ્ઞાનિક પરિણામો અને વાણિજ્યિક પરિણામો તથા તારણો આ ક્ષેત્રના 13 ઇન્ટરનેશનલ મેડિકલ જર્નલ્સ અને કોન્ફરન્સ પેપર્સમાં રજૂ થયા હતા.
ટ્વિન હેલ્થના મુખ્ય વૈજ્ઞાનિક, મુંબઈની લીલાવતી હોસ્પિટલના કન્સલ્ટન્ટ એન્ડોક્રાઇનોલોજિસ્ટ અને ઇન્ડિયન એકેડેમી ઓફ ડાયાબીટિસના પ્રેસિડન્ટ પહ્મશ્રી પ્રોફેસર શશાંક જોશીએ કહ્યું હતું કે, “એક વૈજ્ઞાનિક તરીકે હું આરસીટીના પરિણામો અને અદ્યતન હોલ બોડી ડિજિટલ ટ્વિન ટેકનોલોજીથી પ્રભાવિત થયો છું.
અત્યારે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે કે, ટાઇપ 2 ડાયાબિટિસમાં લાંબા ગાળાના ચયાપચયના રોગોના મૂળ કારણનું સમાધાન કરીને સ્થિતિ સુધારી શકાય છે, જેમાં ડૉક્ટર્સ અને દર્દીઓને અતિ અંગત ડેટા સંચાલિત ભલામણો સામેલ છે.”
અમદાવાદ શાખાના ટ્વિન હેલ્થ ડૉક્ટર્સ પૈકીના એક ડૉ. સ્મિતેશ દત્તે કહ્યું હતું કે, “હું ટ્વિન હેલ્થના સચોટ પોષણ અને હોલ બોડી ડિજિટલ ટ્વિન ટેકનોલોજી સાથે સંપૂર્ણપણે સંમત છું. મને તમને જણાવતા આનંદ થાય છે કે, મારા ઘણા દર્દીઓમાં ડાયાબીટિસની સ્થિતિમાં સુધારો થયો છે અને અત્યારે કોઈ પણ પ્રકારની દવાઓ વિના સ્વસ્થ જીવન જીવે છે.”
ટ્વિન હેલ્થે ટેકનોલોજી ડેવલપમેન્ટ અને હેલ્થ રિસર્ચ વેલિડેશનમાં આઇઆઇટી મદ્રાસ સાથે પણ જોડાણ કર્યું છે. આઇઆઇટી મદ્રાસ રિસર્ચ પાર્કના સ્થાપક પહ્મશ્રી પ્રોફેસર અશોક ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે, “ભારત દુનિયાની ડાયાબીટિસની રાજધાની છે. જ્યારે ઇન્સ્યુલિન જેવી દવાઓનો બહોળો ઉપયોગ લોહીમાં શુગરનું સ્તર નિયંત્રિત રાખવા માટે થાય છે, ત્યારે દર્દીઓ ક્યારેય સંપૂર્ણપણે સાજાં થતાં નથી. વર્ષો સુધી શરીર ક્રમશઃ બગડતું જાય છે. ટ્વિન હેલ્થએ ડાયાબીટિસની સ્થિતિ સુધારવા અતિ નવીન ટેકનિક રજૂ કરી છે.
સેન્સર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વિગતવાર ડેટા-એનાલીટિક્સ દ્વારા દરેક વ્યક્તિ પોતાના શરીર પર કાળજીપૂર્વક ધ્યાન આપી શકે છે અને તેમના પોતાના ડિજિટલ ટ્વિન મારફતે તેમના ચયાપચયની પ્રતિક્રિયાને સમજી શકે છે. આપણે આપણી જાતને સુનિશ્ચિત કરવા પર્યાપ્ત રેન્ડમ કન્ટ્રોલ ટ્રાયલ ડેટા ધરાવીએ છીએ, જે અસરકારક રીતે કામ કરે છે.”
1960ના દાયકામાં શરૂ થયેલી ડિજિટલ ટ્વિન ટેકનોલોજી નવા વળાંક પર છે, જે ઓટોથી એરક્રાફ્ટ અને ઊર્જા સુધીના તમામ ક્ષેત્રોમાં લાગુ છે, જે માટે અદ્યતન સેન્સર ટેકનોલોજી, જોડાણ અને ડેટાના મોટા વોલ્યુમ સાથે મશીન લર્ન કરવા જરૂરી કમ્પ્યુટિંગ પાવર જવાબદાર છે. સૌથી વધુ જટિલ વ્યવસ્થાઓ પૈકીના એક માનવીય ચયાપચયમાં આ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્વિન હેલ્થ લાંબા ગાળાના ચયાપચયના રોગનાં મૂળ કારણનું સમાધાન કરે છે.
સીરિઝ સી ફંડિંગ રાઉન્ડમાં સીક્વોઇયા કેપિટલ ઇન્ડિયા, આઇકોનિક કેપિટલ, પર્સેપ્ટિવ એડવાઇઝર્સ, કોર્નર વેન્ચર્સ, એલટીએસ ઇન્વેસ્ટમેન્ટ્સ, હેલેના અને સોફિના સામેલ છે, જે ટ્વિન હેલ્થને હોલ બોડી ડિજિટલ ટ્વિન™ સર્વિસને વધારવા અને લાંબા ગાળાના ચયાપચયના રોગ સાથે સંબંધિત સ્વાસ્થ્ય કટોકટીનું સમાધાન કરવામાં મદદ કરે છે.
સીક્યોવોઇયા ઇન્ડિયાના એમડી મોહિત ભટનાગરે કહ્યું હતું કે,“સીક્વોઇયા ઇન્ડિયામાં ઘણા વર્ષોમાં મને શીખવા મળ્યું છે કે, દુનિયામાં અલગ સ્થાન ઊભું કરવા મુશ્કેલ સમસ્યાઓનું સમાધાન કરવા ઇચ્છતાં મિશનરી સ્થાપકો સાથે જોડાણ કરીને વાસ્તવિક પરિવર્તન અને ખરું મૂલ્ય લાવી શકાય છે.
ટ્વિન હેલ્થ હેલ્થકેરમાં પરિવર્તન લાવવા પથપ્રદર્શક સમાધાન છે. જહાંગીરનું લાંબા ગાળાનું વિઝન અંગત રીતે લાંબા ગાળાના ચયાપચયના રોગોની સ્થિતિ સુધારવા ભારત અને દુનિયા માટે હેલ્થટેક નવીનતાનો નવો પ્રવાહ ઊભો કરવા પથપ્રદર્શન કરશે.”