Western Times News

Gujarati News

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે બિઝનેસ સાયકલ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે આજે તેના નવા ફંડ ઇન્વેસ્કો ઈન્ડિયા બિઝનેસ સાયકલ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી જે ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે બિઝનેસ સાયકલ્સ આધારિત ઇન્વેસ્ટિંગ સ્કીમ્સને અનુસરે છે.

 ઇન્વેસ્કો ઈન્ડિયા બિઝનેસ સાયકલ ફંડ અર્થતંત્રમાં વિવિધ પ્રકારના વ્યવસાય ચક્રોમાં વિવિધ સેક્ટર્સ અને સ્ટોક્સ વચ્ચે ગતિશીલ ફાળવણી દ્વારા બિઝનેસ સાયકલ્સનો લાભ લેવા પર ધ્યાન આપીને ઇક્વિટી તથા ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકામ કરીને લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ કરવા માંગે છે. તે આર્થિકવ્યવસાય અને કંપની લાઇફસાયકલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરતો સર્વાંગી રોકાણ અભિગમ અપનાવશે.

 આ ફંડ ટોપ-ડાઉન અને બોટમ-અપ અભિગમ અપનાવશે અને વિવિધ માર્કેટ કેપ્સસેક્ટર્સ અને ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરીને પોર્ટફોલિયો ડાયવર્સિફાઇ કરવા તથા વિકાસના તબક્કામાં રહેલા સ્ટોક્સ તથા સેક્ટર્સ પર ધ્યાન આપશે. આ ફંડ શ્રી આદિત્ય ખેમાની અને શ્રી અમિત ગણાત્રા દ્વારા મેનેજ કરવામાં આવશે અને નિફ્ટી 500 ટીઆરઆઈ સામે બેન્ચમાર્ક કરાશે.

 આ લોન્ચ અંગે ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર શ્રી આદિત્ય ખેમાનીએ જણાવ્યું હતું કે દરેક બિઝનેસ સાયકલ એક તક રજૂ કરે છે. ઇન્વેસ્કો ખાતે અમે સમજીએ છીએ કે જીડીપી વૃદ્ધિફુગાવો અને ક્રેડિટ સાયકલ્સ જેવા મેક્રો ટ્રેન્ડ્સ સેક્ટર્સથીમ અને સ્ટોક્સ પર નોંધપાત્ર પ્રભાવ પાડે છે. આ સાથે તેના સ્ટોક્સની કામગીરીને આગળ લઈ જતી કંપનીની લાઇફસાયકલ્સ સમજવી પણ એટલી જ જરૂરી છે. એટલે સફળતા માટેની તકોને ઓળખવા માટે માત્ર આર્થિક અને બજાર સાયકલ્સને જ નહીં પરંતુ કંપનીની લાઇફસાયકલ્સના વિવિધ તબક્કા સમજવા પણ જરૂરી છે.

 ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડડના હેડ ઓફ ઇક્વિટીઝ અને ફંડ મેનેજર શ્રી અમિત ગણાત્રાએ જણાવ્યુ હતું કે ઇકોનોમિક કે માર્કેટ સાયકલ્સ પર જ નિર્ભરતા પૂરતી નથી કારણ કે દરેક બિઝનેસ તેની પોતાની ગ્રોથ સ્ટોરી ધરાવે છે. અમે સ્ટાર્ટઅપ અને વિકાસના તબક્કામાં રહેલી એવી કંપનીઓને ઓળખીએ છીએ જેમાં સંભાવનાઓ ખૂબ જ ઊંચી હોય છે. અમારું ધ્યેય હાલની બિઝનેસ સાયકલમાં સારી સ્થિતિ ધરાવતા સેક્ટર્સ, થીમ અને કંપનીઓને ઓળખવા તથા તેમાં રોકાણ કરવાનુંકાઉન્ટર-સાયક્લિકલ કંપનીઓમાં થોડુંક એક્સપોઝર (~30%) સાથે પ્રો-સાયક્લિકલ (~70%) પર ધ્યાન આપવાનું છે.

 એનએફઓમાં લઘુતમ રોકાણ રૂ. 1,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં છે. એસઆઈપી રોકાણો માટે લઘુતમ અરજીની રકમ રૂ. 500 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં છે. ફંડ ફાળવણીની તારીખે કે તેના ત્રણ મહિના પહેલા રિડીમ કે સ્વિચ આઉટ કરેલા યુનિટ્સ માટે 0.50 ટકા એક્ઝિટ લોડ લેશે. જો યુનિટ્સ ત્રણ મહિના પછી રિડીમ કે સ્વિચ આઉટ કરાશે તો કોઈ એક્ઝિટ લોડ લેવામાં નહીં આવે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) આજથી (06 ફેબ્રુઆરી2025)થી ખૂલે છે અને 20 ફેબ્રુઆરી2025ના રોજ બંધ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.